અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મકરન્દ દવે/ભીતર ભગવો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> ભીતર ભગવો લ્હેરે છે {{space}}મારા હરિવરની મ્હેરે. જીવતેજીવ વ્હાલે ચિ...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|ભીતર ભગવો| મકરન્દ દવે}}
<poem>
<poem>
ભીતર ભગવો લ્હેરે છે
ભીતર ભગવો લ્હેરે છે

Revision as of 07:45, 12 July 2021

ભીતર ભગવો

મકરન્દ દવે

ભીતર ભગવો લ્હેરે છે
         મારા હરિવરની મ્હેરે.

જીવતેજીવ વ્હાલે ચિતા જલાવી
         ને હોમ્યાં અંગેઅંગ,
જ્યાં જોઉં ત્યાં ઝળહળે હવે
         ગુપત ગેરુ રંગ :
                  દુનિયાને સબ ડેરે રે —
         મારા હરિવરની મ્હેરે.

કાળનો એક કબાડી ઊભો
         હાટવાટે વિકરાળ,
કોઈ ધ્રૂજે, કોઈ ધ્રુસકે, હું તો
         તાળી દઉં તત્કાળ :
                  ઈ તો ખોટુકલો ખંખેરે રે —
         મારા હરિવરની મ્હેરે.

અમી વરસે મેહુલા, જ્યારે
         ભીતર થાય ભસમ,
ભડકામાં મેં તો ભાળ્યું, વીરા!
                  લીલું લીલુંછમ :
                           હું હેરું, કોઈ હેરે રે —
                  મારા હરિવરની મ્હેરે.