અમેરિકાનો ચિરંતન ચહેરો: Difference between revisions
No edit summary |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{center|{{Color|blue|<big>અમેરિકાનો ચિરંતન ચહેરો</big>}}}} | |||
{{ | {{center|{{Color|blue|<big>મકરન્દ દવે</big>}}}} | ||
ધરા પ્રકાશન | |||
C / o સરસ્વતી પ્રિન્ટર્સ | |||
જયંતી અપાર્ટમેન્ટ્સ, રૂમ નં. ૩, પહેલે માળે, | |||
{{ | જટાશંકર ડોસા માર્ગ, મુલુન્ડ (પશ્ચિમ), મુંબઈ- ૪૦૦ ૦૮૦. | ||
{{center|{{Color|blue|<big>અમેરિકાનો ચિરંતન ચહેરો</big>}}}} | |||
© મકરન્દ દવે | |||
મુખપૃષ્ઠ: ભાવેશ પઢીયાર કીરણ કૉમ્પ્યુટર ગ્રાફિક્સ (ફોન: ૫૧૪ ૩૬૯૦) | |||
ટાઈપસેટીંગ: પંકજ પ્રતાપ શાહ કમ્પોઝિટર્સ (ફોન: ૫૬૮ ૩૨૬૯) | |||
પ્રકાશક: ધરા પ્રકાશન મુલુન્ડ (પશ્ચિમ) | |||
ફોન: ૫૬૯ ૦૪૫૭ | |||
મુદ્રક: સરસ્વતી પ્રિન્ટર્સ | |||
મુલુન્ડ (પશ્ચિમ) ફોન: ૫૬૯ ૦૪૫૭ મુખ્ય વિક્રેતા: નવભારત સાહિત્ય મંદિર ૧૩૪, શામળદાસ ગાંધી માર્ગ (પ્રિન્સેસ સ્ટ્રીટ), | |||
મુંબઈ- ૪૦૦ ૦૦૨ પતાસા પોળની સામે, ગાંધી રોડ, અમદાવાદ- ૩૮૦ ૦૦૧- | |||
મુદ્રક ઃ સરસ્વતી પ્રિન્ટર્સ | |||
મુલુન્ડ (પશ્ચિમ) ફોન: ૫૬૯ ૦૪૫૭ | |||
{{center|{{Color|blue|<big>પોતીકાં ભાળ્યાં પરભોમમાં</big>}}}} | |||
‘ગુજરાતી લિટરરી અકાદમી ઑફ નોર્થ અમેરિકા' તરફથી ઇશા- કુન્દનિકાને અને મને સને'૮૯ માં આમંત્રણ મળ્યું. એના ઉપક્રમે અમે કેટલાંક શહેરોમાં કાવ્ય- વાચન કર્યું અને વાર્તાલાપ આપ્યા. આ ગાળા દરમિયાન કોઈ કોઈ જગ્યાએ કવિતાનાં અમીછાંટણાં થયાં. આ સંગ્રહમાં એ કાવ્યો પ્રગટ કરવામાં આવ્યાં છે. | |||
શરૂઆત વિચિત્ર રીતે થઇઃ | |||
અમને મેનહટન નિહાળવા લઈ ગયેલા મિત્રની ગાડી ભૂલથી ફરી ફરીને એક જ જગ્યાએ થોભવા લાગી. મેં બારીમાંથી જોયું તો ગગનભેદી મકાનો વચ્ચે ગોથિક શૈલીનું દેવળ જોવા મળ્યું. મને દર્શન કરવાનું મન થયું. એ હતું સેન્ટ પેટ્રિક કેથેડ્રલ. અમે અંદર ગયાં. બહારની ધોધમાર ઊછળતી ધાંધલ- ધમાલ વચ્ચે જ જાણે નીરવ શાંતિનો બેટ મળ્યો; કાવ્ય- પંક્તિ ટપકી પડીઃ | |||
શાંતિનો નમ્ર આ બેટ ક્યાંથી? ભગવન્, તમારી અહીં ભેટ ક્યાંથી? ” | |||
એ પછી મુકામે પહોંચતાં તો આખું કાવ્ય જ વરસી પડયું. આવી ઘટના અવારનવાર બનવા લાગી. નવી ભૂમિએ આપેલી એ ભેટ અહીં ગુજરાતને ચરણે ધરું છું. | |||
‘ અમેરિકાનો ચિરંતન ચહેરો'- એ વર્તમાનના વિવિધ મુખવટા પાછળ છુપાયેલો એક મહાપ્રજાનો ચહેરો છે. આ ભૂમિને માનવ- ગૌરવથી અંકિત અને નિસર્ગરમ્ય બનાવનાર મૂળ નિવાસીઓ તથા નૂતન મહાપુરુષોને અહીં વંદના છે, સાથે સાથે ભારતીય દર્શનને વિશાળ પરિપ્રેક્ષ્યમાં લઈ જવાનો પણ પ્રયત્ન છે. | |||
આ કાવ્યનો અંગ્રેજી અનુવાદ આપણા જાણીતા ચિત્રકાર પ્રસન્ને કર્યો છે. સંગ્રહનું નામ છે:‘ ઇમ્મોર્ટલ ફેઇસ ઑફ અમેરિકા- ધ સીડ્સ ઑફ ઇટર્નલ લવ'. મારા મિત્ર પૉલ ફલેશમાને તેની પ્રસ્તાવના લખી છે. તે કહે છે: “ આ કાવ્યો ભારતીય- અમેરિકન જેવી હાઇફન વડે જોડતી કડી જેવાં નથી, પણ એમાં એક ભારતીય જને ભારતીય દૃષ્ટિથી અમેરિકાની ભૂમિમાં નિહાળેલા વૈશ્વિક ઐક્યનું નિરૂપણ છે. ” પૉલ ફ્લેશમાન વિપશ્યનાના આચાર્ય છે, માનસ- ચિકિત્સક છે, ભારતીય દર્શનના અભ્યાસી છે તેમ જ એ દર્શનનો પ્રાંજલ ભાષામાં અભિવ્યક્ત | |||
કરનાર મનીષી જુઆન મસ્કેરોના મિત્ર છે. વિપશ્યનાની સાધનાને સમજાવતું પુસ્તક‘ વ્હાઈ આઈ સીટ' તથા માનસ- ચિકિત્સાના અનુભવોને વર્ણવતું પુસ્તક‘ હીલિંગ ઝોન' અને આંતરિક શંતિને પોતાની મનોભોમમાં વાવનારા મહાપુરુષોના અનુભવોને વણી લેતું પુસ્તક‘ કલ્ટીવેટિંગ ઇનર પીસ'ના તે લેખક છે. | |||
અમેરિકામાં વસતાં ગુજરાતી કુટુંબોની નવી પેઢીને આ કાવ્યો પોતાનાં મૂળિયાં અને ત્યાંની વૃક્ષઘટાનો પરિચય કરાવશે, તેમ જ અમેરિકન વાચકોની ક્ષિતિજો વિસ્તારશે, તો મારે માટે‘ લેખે સોઈ ઘડી’ બની રહેશે. | |||
આ સંગ્રહ તથા તેનો અંગ્રેજી અનુવાદ પ્રગટ કરવામાં ઘણાં સહયોગીઓનો ફાળો છે. તેમનાં સ્નેહભર્યાં કિરણો મારા અંતરમાં ચિરકાળ પ્રતિબિંબિત થતાં રહેશે. | |||
આ સંગ્રહ તથા તેનો અંગ્રેજી અનુવાદ પ્રગટ કરવામાં ઘણાં સહયોગીઓનો ફાળો છે. તેમનાં સ્નેહભર્યાં કિરણો મારા અંતરમાં ચિરકાળ પ્રતિબિંબિત થતાં રહેશે. ૭ મે'૯૯ નંદિગ્રામ મકરન્દ દવે | |||
{{center|{{Color|blue|<big>પ્રેમનાં અમૃત - બીજ</big>}}}} | |||
(આ સંગ્રહના અંગ્રેજી અનુવાદ‘ ઇમ્પોર્ટલ ફેસ ઑફ અમેરિકા'ની પ્રસ્તાવના) આ કવિતાના પુસ્તકમાં, વાચકને સાંપડશે એક સાનંદ અને સમાદરનો સ્વર,‘... જ્યોતિર્મય સ્વપ્ન’ | |||
ગત અર્ધી સદીથી, સમભાષી ગુજરાતીઓના હૃદયમાં કવિ શ્રી મકરન્દ દવેની ગુલાલ- રંગી હસ્તી છે. પશ્ચિમ ભારતના ગુજરાતમાં એમનું નામ સર્વત્ર જાણીતું છે– એમનાં ઘણાં પુસ્તકો, કાવ્યસંગ્રહો અને પાશ્ચાત્ય સાહિત્યના શ્રેષ્ઠ ભાષાંતરોને અંગે. એમની ભારત બહારની પ્રથમ દીર્ઘ યાત્રા અને અમેરિકાની પ્રથમ મુલાકાત (૧૯૮૯) દરમિયાન આ પુસ્તકનાં કાવ્યો રચાયાં છે. ગુજરાતનાં લબ્ધપ્રતિષ્ઠ નવલકથાકાર અને સંપાદિકા ઇશા- કુન્દનિકા, મકરન્દભાઈનાં પત્ની, આ પ્રવાસમાં એમની સાથે હતાં. જાણે પ્રથમ વાર જ નેત્ર ઉન્મિલિત થતાં હોય તેવી તીવ્રતાથી કવિએ ચોમેરનું નવું વિશ્વ નિહાળ્યું છે. એમનાં પ્રવાસ, સ્વપ્ન અને અનુભૂતિની ફલશ્રુતિ આ કાવ્યસંગ્રહ છે. આ કાવ્યો એની યાતાયાતમાં એટલાં વિશ્વવ્યાપી અને પાર્શ્વભૂમાં એટલાં અમેરિકન છે કે આ સર્જન જાણે ભાષાંતર માટે તલસતું હતું. ચિત્રકાર અને કવિના પ્રિય મિત્ર પ્રસન્ને‘ મકરન્દભાઈ’નાં કાવ્યોનું આ પ્રથમ અંગ્રેજી ભાષાંતર કર્યું. | |||
..‘ અમેરિકાનો ચિરંતન ચહેરો- પ્રેમનાં શાશ્વત બીજ' – નાં આ કાવ્યો ભારતીય- અમેરિકન જેવી હાઇફન વડે જોડતી કડી જેવાં નથી પણ એમાં ભારત અને અમેરિકાનું અસાધારણ સંયોજન છે. | |||
આ કાવ્યો ભારતીય વિશ્વ- દૃષ્ટિકોણથી તરબતર છે. કવિએ જે કાંઇ આસ્વાદ્યું | |||
કે આલેખ્યું તે આ રસથી સીંચિત છે. પ્રથમ કાવ્યમાં જ સેન્ટ પેટ્રિકને, વિષ્ણુની | |||
વિભૂતિની પંક્તિમાં સ્થાપ્યા છે. અહીં પાને- પાને, ભારતીય પુરાતન સાહિત્ય અને | |||
પુરાણોના ઉદ્બોધક ઇંગિતો સતત જોવા મળશે. વાચકને નાયગરાના પ્રપાતમાં | |||
શિવનાં અને દક્ષિણ કેલિફોર્નિયામાં હિમાલયની ખીણનાં દર્શન થશે. ભારતના શ્રેષ્ઠ | |||
મહાકાવ્ય મહાભારતમાં ઉચ્ચારિત ઇંગિતો અહીં નજરે ચડેલી નક્કર ઘટનામાં | |||
વણાઇ ગયાં છે. કવિ વિમાનમાંથી પ્રશાન્ત સાગરને જોતાં- ` milky ocean' (દૂધનો | |||
દરિયો) નિહાળે છે ત્યારે સ્વ- રચિત રૂપક નથી યોજતા, પરંતુ આદિજળનું મંથન | |||
કરી સૃષ્ટિ રચતા વિશ્વસર્જનહાર વિષ્ણુના ક્ષીરસાગરના નિર્દેશથી કાવ્યાત્મક | |||
ભારતીય કલ્પન સર્જે છે. કવિ અમેરિકાને અનુભવે છે, પરંતુ ભારતીય પૌરાણિક | |||
સર્જનની આત્મસાત્ દૃષ્ટિથી. | |||
આ કાવ્યોમાં જે ભારતીયતા ઉભરાય છે તે કેવળ નિશ્ચિત સંદર્ભોને અંગે જ નથી. એમની અભિવ્યક્તિના વૈશિષ્ટય અને ઘટનાઓ માટેની કરુણા પણ એમાં કારણભૂત છે. આ કાવ્યો આંશિક ભારતીય અને આંશિક અમેરિકન નથી. કાવ્યસંગ્રહ સંપૂર્ણ ભારતીય છેઃ એની દૃષ્ટિ અને ઊર્મિમાં.‘ અમેરિકાનો ચિરંતન ચહેરો – પ્રેમનાં શાશ્વત બીજ' ભારતીય સંસ્કૃતિના શાસ્ત્રભંડારનું એક રત્ન છે.- પરંતુ આ સંગ્રહ અમેરિકન પણ છે. અમેરિકાની જૂની ૫ રં ૫ રા – પૂર્વથી પશ્ચિમની ભૂમિયાત્રા – ને એના આત્માની ખોજ માટે તે અનુસરે છે – જાણે વિમાનયુગનાં‘ હકલબેરી ફીન' કે ધર્મ બમ્સ'. અહીં આલેખાયાં છેઃ આફ્રિકનોની ગુલામી, રેડ ઇન્ડિયનોની આધ્યાત્મિકતા અને ધોળાં માનવીઓને હાથે એમની કત્લેઆમ, કેલિફોર્નિયાની મરુભૂમિ, એટલાન્ટિક કિનારે શિશિરપર્ણોનો હોળી– ઉત્સવ. અહીં વાસ છે વિમાનોના ઘસાયેલા ઉડ્ડયનપથોની, પ્રદૂષિત ધુમ્મસની, હકડેઠઠ્ઠ મોટરોની અને નગરના પરિસરની તૃણાચ્છાદિત ધરતીની. અમારી‘ પૌરાણિક' પરંપરામાં પણ અમેરિકન આત્મખોજ માટે સમગ્ર ખંડની પૂર્વ- પશ્ચિમ યાત્રા કરે છે. અમેરિકનોની જાત જ રખડુ અને શોધક છે. વોલ્ટ વ્હીટમેને ગાયું છે ને?' I take the open road..'‘ હું તો ખુલ્લે મારગ નીકળી પડું...’ અમેરિકન સાહિત્યનું આગવું લક્ષણ- અમેરિકાનો પ્રકૃતિસૌંદર્ય સાથેનો રોમાંચક પ્રેમ- અહીં નીતરે છે. લેક તાહો પર કવિએ ગાયું છેઃ. | |||
.- પરંતુ આ સંગ્રહ અમેરિકન પણ છે. અમેરિકાની જૂની પરંપરા- પૂર્વથી પશ્ચિમની ભૂમિયાત્રા- ને એના આત્માની ખોજ માટે તે અનુસરે છે – જાણે વિમાનયુગનાં‘ હકલબેરી ફીન' કે ધર્મ બમ્સ’. અહીં આલેખાયાં છેઃ આફ્રિકનોની ગુલામી, રેડ ઇન્ડિયનોની આધ્યાત્મિકતા અને ધોળાં માનવીઓને હાથે એમની કત્લેઆમ, કેલિફોર્નિયાની મરુભૂમિ, એટલાન્ટિક કિનારે શિશિરપર્ણોનો હોળી– ઉત્સવ. અહીં વાસ છે વિમાનોના ઘસાયેલા ઉડ્ડયનપથોની, પ્રદૂષિત ધુમ્મસની, હકડેઠઠ્ઠ મોટરોની અને નગરના પરિસરની તૃણાચ્છાદિત ધરતીની. અમારી‘ પૌરાણિક’ પરંપરામાં પણ અમેરિકન આત્મખોજ માટે સમગ્ર ખંડની પૂર્વ- પશ્ચિમ યાત્રા કરે છે. અમેરિકનોની જાત જ રખડુ અને શોધક છે. વોલ્ટ વ્હીટમેને ગાયું છે ને?' I take the open road..‘ હું તો ખુલ્લે મારગ નીકળી પડું...’ અમેરિકન સાહિત્યનું આગવું લક્ષણ- અમેરિકાનો પ્રકૃતિસૌંદર્ય સાથેનો રોમાંચક પ્રેમ – અહીં નીતરે છે. લેક તાહો પર કવિએ ગાયું છેઃ- | |||
$ “ જ્યાં જ્યાં ફરે ત્યાં ત્યાં ઠરે વિસ્મય થકી વિસ્મય મહીં સરતી નિગાહો ↑ | |||
‘ અમેરિકાનો ચિરંતન ચહેરો' એ નવી દુનિયાનું સાહિત્ય છે; એક વિશ્વસંસ્કૃતિનું તથા રાષ્ટ્રની જૂની સીમાઓ અને અસ્મિતા ભૂંસી નાખતી વિમાનયુગની પ્રક્રિયાનું દ્યોતક છે. પિછાણવાની કલાને અક્ષુણ્ણ રાખી તેનો નવી પરિસ્થિતિઓમાં કવિ વિનિયોગ કરે છે. એ સાંસ્કૃતિક સેળભેળની ઊપજ નથી પણ નૂતન માનવ- સર્જનની નિષ્પત્તિ છે. લોકપ્રિય ભારતીય પુસ્તકો, જે અંગ્રેજી ભાષાના વાચકો માટે અંગ્રેજીમાં લખાય છે, તેનાથી તદ્દન ભિન્ન આ કાવ્યસંગ્રહ ભારતની ભાષાના ગહન- ગભીર ધરાના નિર્મળ નીરમાંથી ઉગમ પામે છે અને એમાં નવા વિશ્વને આત્મસાત્ કરતી ઊંડી પરખથી નિત્યનવ્ય કાવ્યતત્ત્વ ફૂટી નીકળે છે. સમકાલીન વાચકોને અપરિચિત લાગે એવી રીતે એવી પૌરાણિક અને લયમય અભિવ્યક્તિ વચ્ચે આ કાવ્યોની સહજ આવન- જાવન થાય છે. કવિની વિશ્વ માટેની કાળજીભરી ચિંતા અને આગવી વાણીનું અહીં પ્રાધાન્ય છે. | |||
આ કાવ્યસંગ્રહ આધુનિક એટલે કે કેવળ અંગત, વ્યક્તિ- વાદી કે સ્વ- રચ્યું- પચ્યું નથી. એ પરા- અર્વાચીન (post mortem) પણ નથી, અર્થાત્ અન્યોન્ય અંતર રચતું, આણવ કે ભીતરું નથી.‘ અમેરિકાનો ચિરંતન ચહેરો’ નાં કાવ્યો વર્ણનાત્મક અને લયમય છે અને પૌરાણિક ક્ષિતિજોમાં વિસ્તરે છે. જાણે કે કવિની વ્યષ્ટિ- ચેતના, ધસમસતી ગંગાની જેમ, એમની અને સમષ્ટિ- ચેતનાના મહદ્ સત્યો વચ્ચે ઉભય- દિશાનો પ્રવાહ બની રહે છે. આ કાવ્યો સતત ભક્તિના ભાવમાંથી ઊગે છે. આ ભાવ ધાર્મિક કે વિધિવિધાન પૂરતો સીમિત નથી, પરંતુ જગતને અસાંપ્રદાયિક અધ્યાત્મમાં યોજવા અને એને સુદ્રઢ કરવા જાણે પાંખો ફફડાવે છે. રૂપકો જો કે ભારતીય અને હિન્દુ છે પરંતુ અભિવ્યક્ત વસ્તુ વૈશ્વિક છે. | |||
આ કાવ્યસંગ્રહ આધુનિક એટલે કે કેવળ અંગત, વ્યક્તિ- વાદી કે સ્વ- રચ્યું- પચ્યું નથી. એ પરા- અર્વાચીન (post mortem) પણ નથી, અર્થાત્ અન્યોન્ય અંતર રચતું, આણવ કે ભીતરું નથી.‘ અમેરિકાનો ચિરંતન ચહેરો' નાં કાવ્યો વર્ણનાત્મક અને લયમય છે અને પૌરાણિક ક્ષિતિજોમાં વિસ્તરે છે. જાણે કે કવિની વ્યષ્ટિ- ચેતના, ધસમસતી ગંગાની જેમ, એમની અને સમષ્ટિ- ચેતનાના મહદ્ સત્યો વચ્ચે ઉભય- દિશાનો પ્રવાહ બની રહે છે. આ કાવ્યો સતત ભક્તિના ભાવમાંથી ઊગે છે. આ ભાવ ધાર્મિક કે વિધિવિધાન પૂરતો સીમિત નથી, પરંતુ જગતને અસાંપ્રદાયિક અધ્યાત્મમાં યોજવા અને એને સુદ્રઢ કરવા જાણે પાંખો ફફડાવે છે. રૂપકો જો કે ભારતીય અને હિન્દુ છે પરંતુ અભિવ્યક્ત વસ્તુ વૈશ્વિક છે. આ સંગ્રહનાં ઘણાં કાવ્યો અન્યોન્ય સંબંધ ધરાવતા વિષયોને આવરે છે– અદ્રશ્યની વાસ્તવિકતા, ઊર્મિ અને ભાવનું પ્રાધાન્ય, વિધાયક અભિગમ, તમસ અને વિનાશની હાજરીમાં બળૂકી‘ “ હા ” ઉચ્ચારતો મહાપ્રાણ અને વ્યક્તિગત જીવનનો વ્યાપક જીવન- પટ સાથે સંબંધ. આ એક અધ્યાત્મગ્રંથ છે, એ દૃષ્ટિએ કે આ સર્જનની પરકમ્મા એવી સતત અભીપ્સા છે, જે માનવનાં તમસ્ કર્મો – ગુલામી, માનવસંહા અને ભૌતિકતાને પડકારે છે અને એનો ઉત્તર સર્જન, આનંદ અને અમૃતમય જીવનના ઉદ્ઘોષમાં આપે છે.- | |||
આ સંગ્રહનાં ઘણાં કાવ્યો અન્યોન્ય સંબંધ ધરાવતા વિષયોને આવરે છે— અદ્રશ્યની વાસ્તવિકતા, ઊર્મિ અને ભાવનું પ્રાધાન્ય, વિધાયક અભિગમ, તમસ અને વિનાશની હાજરીમાં બળૂકી‘ “ હા ” ઉચ્ચારતો મહાપ્રાણ અને વ્યક્તિગત જીવનનો વ્યાપક જીવન- પટ સાથે સંબંધ. આ એક અધ્યાત્મગ્રંથ છે, એ દૃષ્ટિએ કે આ સર્જનની પરકમ્મા એવી સતત અભીપ્સા છે, જે માનવનાં તમસ્ કર્મો- ગુલામી, માનવસંહાર અને ભૌતિકતાને પડકારે છે અને એનો ઉત્તર સર્જન, આનંદ અને અમૃતમય જીવનના ઉદ્ઘોષમાં આપે છે. | |||
આ કાવ્યોમાં એવું સર્વાશ્લેષી દર્શન છે જે સ્થાનિક પરંપરા, સંપ્રદાયના દેવતાઓ- દેવીઓથી આરંભ કરી નવા જ પ્રદેશોમાં ત્વરાથી વિસ્તરે છે, નવી દૃષ્ટિના નિરીક્ષણથી સનાતન વિષયોને પુનઃ પ્રસ્થાપિત કરે છે. | |||
પ્રગટ- વાસ્તવિક અને પૌરાણિક- સનાતન વચ્ચેની એની આવન- જાવનમાં દામિની- સમાં આ કાવ્યો ભારતીય શાસ્ત્રીય ગ્રંથનિધિની મેઘગર્જનાના પ્રતિઘોષ છે ઉપનિષદ્, ભગવદ્ગીતા, વેદાન્ત ઇત્યાદિના. આ નવ્ય કાવ્યોમાં જે મણિ- કેન્દ્રની ચોમેર, ભવ્ય શાસ્ત્રના સ્ફટિક- સંદર્ભ બંધાય છે તે તો ઉ ૫૨ વાસ ન્યુયોર્ક કે બાલ્ટીમો ૨ કે કેલિફોર્નિયાના તટની પર્વતમાળામાંયે ઉપસ્થિત છે. એક પ્રત્યક્ષ વેદાન્તીની જેમ કવિ પોતાને શોધની એવી પ્રક્રિયામાં સતત અનાવૃત કરે છે, કે જે સર્વત્ર છે તે સહજપણે ન્યુ જર્સીમાં પણ જડે છે. અમેરિકન હાઈ- વે પર વળાંક લેતા કવિને એમનાં કાવ્યોમાં અનુસરતાં આપણને જાણવા મળે છે કે એ તો હિમાલયની દિશાચિહ્નોનાં જાણે બોર્ડ વાંચી રહ્યા છે. | |||
શાશ્વત પ્રેમનાં બીજ' માં પૌરાણિક અને બ્રહ્માંડનો સમય‘ આજ આજ ભાઈ, અત્યારે' છે. કવિની અમેરિકન યાત્રાના સહપ્રવાસી વાચકને અહીં શાશ્વત પ્રતીકો | |||
સર્વત્ર ઓતપ્રોત અનુભવાશે. દુનિયાના કાળની યાત્રા સાથે જ આ કાવ્યોમાં સનાતન કાળના સતત વિસ્ફોટ આલેખાયેલ છે. કવિ આ ગહનગંભીર સત્ને આ ક્ષણમાં આત્કૃષ્ટ કરે છે અને પ્રાકટ્ય જ એમને ચિરંતન નક્ષત્રોમાં ખેંચી જાય છે, જે રોજિંદા પરિવર્તનશીલ વિશ્વની આધારભૂમિ છે. ઉદાહરણ તરીકે‘ યોસેમિતી' કાવ્યમાં કવિ પ્રત્યક્ષ સૃષ્ટિસૌંદર્ય નિહાળે છે, પરંતુ આત્મદૃષ્ટિથી ખીણના આદિ નિવાસીની ગેરહાજરી એવી તીવ્રતાથી અનુભવે છે કે વાચક ચિરંતન, પવિત્ર અને પ્રજ્ઞાવાન સૂમહની અપ્રત્યક્ષ હાજરી સઘનપણે અનુભવે છે, યોસેમિતીના નક્કર પથ્થર પણ ક્ષણિક ભૌતિક દિવાસ્વપ્ન બની રહે છે. જે શાશ્વત, અગત્યનું અને વાસ્તવિક છે તેની વ્યાખ્યામાં જ રહેલ વિધિની વક્રતા પર આ કાવ્ય રચાયેલ છે. અમેરિકા અને ભારત આ કાવ્યોમાં એક બની રહે છે તે કવિ બહુસંસ્કૃતિવાદના હિમાયતી છે તેથી નહીં, પરંતુ બન્ને સ્થાન એક જ આકાશનાં વાદળ છે, તેથી. આ કાવ્યોમાં કાળ અને સ્થળને ઓગાળતી ૨ સક્રિયા છે. અહીં કાલાતીત અને કાલ એકરૂપ બને છે. | |||
દિવ્ય સત્ત્વો સાથેના મિલનમાં કવિ સઘનતાના વિધવિધ સ્તર સૂક્ષ્મતાથી ગૂથે છે અને કોઈ વાર તો દેવો અને સંતોનું અચાનક આગમન કવિ માટે રમૂજનું વિચિત્ર ઉગમસ્થાન બની રહે છે. ઉદાહરણ તરીકે જ્યારે સાન ફ્રાન્સિસ્કો અને લોસ એન્જેલસ વચ્ચે સાગર પર કવિ દૃષ્ટિપાત કરે છે ત્યારે ધરતીને પીડતો દાનવ એમની નજરે ચડે છે; આ પૃથ્વીના દાનવકુળોના‘ મહાઘોર, પડછંદ વિકરાળ વારસ’ અને‘ ભૂખ્યા કપાલી’ એ કવિના પોતાના જ અજંપાનાં તિર્યક દૃષ્ટિ ધરાવતાં રૂપકો છે. પોતાના જીવન અને સામે રહેલા ભૂદ્રશ્યને અવતારની ઉપસ્થિતિમાં નવી રીતે ન નિહાળે ત્યાં સુધી કવિ પોતાના દર્શન સાથે કાવ્યાત્મક ક્રીડા કરે છે; એ અવતાર, *... અવધૂત એવો અસલી..' જે આપણને અજ્ઞાતનો સ્પર્શ કરાવી શકે. અહીં સ્વપ્નમય અનુભૂતિ આપણા સામાન્ય જીવનને ઉદ્બાંધ કરતા અનંત પ્રકાશથી આલોકિત કરે છે. પોતાની વેદનાને છુપાવી‘ ઘેલા સ્વપન' પર હસી લેતા કવિ કાવ્યને બાલવત્ ક્રીડાનો ભાવ અર્પે છે. | |||
ઘણે સ્થળે આ કાવ્યો સઘન અનુભૂતિ દ્વારા આપણને મંત્રમુગ્ધ કરે છે; એ લેખકની‘ જાણે કે’ની ભૂમિકાને ઓળંગી જાય છે. કવિનો જહોન મ્યુર સાથેનો સંબંધ સાહિત્યિકથી વધુ છેઃ | |||
‘ સૂર, બંધુ!... સાથે જ માંડે પગલાં, નિહાળું જ્યાં જ્યાં હું રશ્ચિમ તરુ, તુજને જ ભાળું' | |||
ચૈતસિક સત્ય ભૌતિક વાસ્તવિકતાથી વધુ શક્તિવાન છે.‘ અમેરિકાનો ચિરંતન ચહેરો'ની કવિતા આપણને પારગામી સત્યો માટે કેવળ નિમંત્રતી નથી, એમને મૂર્તિમંત કરે છે અને આશ્ચર્ય અને પરિચિતતાના વિલક્ષણ સંમિશ્રણથી આપણને એમની મધ્યે વિહાર કરવા શક્તિ અર્પે છે. મકરન્દભાઈની કવિતા વાચકોને રહસ્ય, રૂપક કે નક્કર અનુભવની પાર ગતિ કરવા પ્રેરે છે, કારણ, માનવીય અને દિવ્ય અવસ્થાઓ વચ્ચે રચાયા કરતાં આ મિલન અને વિદાય --- | |||
“ પરિણમી શકે , પરાકાષ્ટાએ પરમ સિધ્ધિની પ્રાપ્તિમાં | |||
સામાન્યતઃ કવિતા અભિવ્યક્તિ પામવા, કલાત્મકતા કે ઊર્મિતત્ત્વોને આલેખવા તાગે છે, પણ આ સંગ્રહમાં આધ્યાત્મિક ઝંખના, પૌરાણિક પ્રતિઘોષ, રહસ્યોની સઘનતા તેમ જ દેહ- મન- આત્માની સીમાઓનું અતિક્રમણ છે, જેથી તેમાં પ્રશિષ્ટ સાહિત્યનો ધબકાર અનુભવાય છે. વાચકની ચેતનાને અંગત સ્પર્શ કરી એના જીવનને આમૂલ પલટાવવાનો એમાં કીમિયો છે. કાવ્યોનો આ સંગ્રહ સૂર્યના પ્રકાશપંથે ચમકતી, ઉર્ણનાભની ગૂંથણી સમાન છે, જે જીવનનું રૂપાંતર કરતી શક્તિને ઝડપી લઈને, તેને સુંદર ભાષામાં વણી લે છે. અરે, અનૂદિત કાવ્યોમાં પણ આપણને કવિની નિકટ લઈ જવાની એક શક્તિ છે; જાણે કે આપણે એની સમીપ જ હોઇએ, જ્યાં આપણે પોતાની જાત તથા અસ્તિત્વ પ્રત્યેની સભાનતા વિસ્તારી શકીએ. | |||
પૉલ આર. ફ્લેશમાન, એમ. ડી. એમહર્સ્ટ, મૅસેચ્યુસેટ્સ જુલાઈ ૧૯૯૮ | |||
ભાષાંતરઃ અશોક બા. વૈદ્ય, એમ.ડી. | |||
{{center|{{Color|blue|<big>ન્યુયોર્કની મધ્યમાં સંત પેટ્રીકનું દેવળ જોતાં</big>}}}} | |||
આ મહાનગરનાં રંગ- ડહોળાં, | |||
રૂપ- બહોળાં | |||
સદા ઘૂઘવતાં પૂર વચ્ચે | |||
ગગનભેદી મકાનો ખડાં ગર્વ- કચૂર વચ્ચે, | |||
ચમકતા- દમકતા વસ્તુ- ભંડાર મશહૂર વચ્ચે | |||
શાંતિનો નમ્ર આ બેટ ક્યાંથી? | |||
ભગવન્, તમારી અહીં ભેટ ક્યાંથી? | |||
મેં નિહાળી ગલી આજ એકાવની | |||
વીથિકા પંચમી, ત્યાં જ આ સૂર પંચમ તણી રાગિણી | |||
સર્વ કોલાહલો ભેદતી ચિર- વસંતે સુણી, | |||
સંતની સ્મરણ- કુંજે, એ હવે રોજ ગુંજે. | |||
ના, હવે ભય નથી, | |||
કોઇ સંશય નથી. પ્રલયના ભૈરવી ધોર ભયદૂત છો ઊછળે | |||
સર્વનાશી પવન- ઝાપટે આ મકાનો ઢળે; તે છતાં | |||
વિજય લહેરાવતાં પ્રેમનાં અમૃત- બીજ આ રહ્યાં, આ સ્થળે. | |||
નયન મારાં, નમો! હૃદય- ઉત્તાપ સર્વે, શમો એક વટપત્ર પર પ્રલયજળમાં તરે જે શિશુ | |||
એ નવે રૂપ, નયને વસ્યું. | |||
મીટ માંડી રહું, | |||
શું કહું? આ મહાનગરના કર્ણભેદી અવાજો પરે, | |||
પ્રીતિનું કમલ- મુખ પાંગરે. | |||
સપ્ટેમ્બર ૯,'૮૯ | |||
ફિલાડેલ્ફિયા | |||
{{center|{{Color|blue|<big>અશોકના આંગણે વન - હરણ</big>}}}} | |||
આંગણે સાશંક, ભીરુ હરણ થોડાં છતાં, થોડાં છુપાતાં સંચરે | |||
લીલ- વરણી ટેકરીઓ નજરમાંથી | |||
ક્ષિતિજ લગ આળોટતી આ વિસ્તરે. | |||
સૂર્ય કેરું લાલ બિંબ સરે જોગીના ઘેરા અમલ- ઘૂંટ્યા | |||
છતાં સાવધ સદા | |||
નયનો સમું શાતા ધરે. ને આ બધું અવલોકતો | |||
વાગોળતો આદિમ મનુજ વડવો વનેચર | |||
બંધવો ક્યાંથી અચાનક આજ મારા પંડમાંથી નીસરે, | |||
ને હાથ લંબાવે, કંઇ એવું ભણે | |||
કે આ, પણે ચરતાં હરણ શું ઠેકતાં આવે નિકટ, | |||
કણ્વના કરતલ સમેત શકુંતલાની આંગળી કે | |||
ભરતની છેલ્લી નજર જેવાં પ્રગટ, | |||
મારા પ્રસારેલા કરે નીવાર લઈ નિરભે ચરે, | |||
ને સૂર્યમાંથી મધુરવા મંત્રો ઝરે. | |||
આંગણે સાશંક, ભીરુ હરણ | |||
થોડાં છતાં, થોડાં છુપાતાં સંચરે | |||
લીલ- વરણી ટેકરીઓ નજરમાંથી | |||
ક્ષિતિજ લગ આળોટતી આ વિસ્તરે. | |||
સૂર્ય કેરું લાલ બિંબ સરે જોગીના ઘેરા | |||
અમલ- ઘૂંટ્યા છતાં સાવધ સદા નયનો સમું શાતા ધરે. | |||
ને આ બધું અવલોકતો | |||
વાગોળતો | |||
આદિમ મનુજ વડવો | |||
વનેચર બંધવો ક્યાંથી અચાનક આજ મારા પંડમાંથી નીસરે, | |||
ને હાથ લંબાવે, કંઇ એવું ભણે | |||
કે આ, પણે ચરતાં હરણ શું ઠેકતાં આવે નિકટ, | |||
કણ્વના કરતલ સમેત | |||
શકુંતલાની આંગળી કે ભરતની છેલ્લી નજર જેવાં પ્રગટ, | |||
મારા પ્રસારેલા કરે નીવાર લઈ નિરભે ચરે, | |||
ને સૂર્યમાંથી મધુ ૨ વા મંત્રો ઝરે. | |||
બાલ્ડવિન, મેરીલેન્ડ | |||
સપ્ટેમ્બર ૧૧,'૮૯ | |||
{{center|{{Color|blue|<big>ઇનર હાર્બર , મરીના , બાલ્ટીમોર</big>}}}} | |||
આંખને આંજતી ભભક, | |||
રંગીન મેળા તણી રોજ નવતર ઉજાણી | |||
આવ- જા લાખ લોકો તણી, | |||
લેણ- દે રોજ લખલૂટ, નગરની આમદાની તણી મોજ- નૌકા તરે! | |||
મોજ- નૌકા! લખલૂટ કેવી કમાણી? | |||
ગર્વભર આ મહા વૈભવી બંદરે | |||
સાવ ખોખું બની, ખાલી ઊભા પ્રદર્શન- જહાજે | |||
જોઉં હું; જંજીરો રણકતી ચીસ, ચિત્કાર, ચાબૂકના માર, માથાં પછાડી, | |||
અહીં લથડતી, લોહીમાં લથપથે કૈંક કાયા | |||
આખંમાં કકળતી કાળી ભયઘોર છાયા. | |||
મૂળમાં ઊઠતું દર્દ, ઊઠતી કોઈ કાળી અજાણી બળતરા | |||
સાવ મૂંગુ બની જાય મન. | |||
ત્યાં સુણ્યું: ગાન પર ગાન આ તાન પર તાન પલટા જગાડી જતા | |||
કંઠ ને વાદ્ય કાળાં જનોનાં ભોળી ભોળી આંખો મંહીથી ભભૂકી જતા | |||
વિસ્મૃતિના બધા પોપડા ખેરવી | |||
ભૂતના એ ભયાનક અનિર્દેશ ઓળા, | |||
કંઠમાં બધ્ધ સ્વરની અણી કંપતી, | |||
પાયમાં બધ્ધ ગતિ છૂટવા ઝંખતી, | |||
તેથી તો આજ નીગ્રો તણી સ્વર- લહર | |||
જાય નભને અડી, નૃત્યમાં વીજ વેગે ચડી, છૂ | |||
ટવા માગતી એ જ પીડા તોડવા માગતી | |||
હાડ- ઊંડા પડેલા ગુલામી તણા ગૂઢ ચીલા. ઝૂ | |||
મતા, ડોલતા, ધૂણતા લોક- સમુદાયમાં | |||
ક્યાંય વરતાય એના અણીદાર ખીલા? વૈભવી બંદરે | |||
ખાલીખમ જે જહાજે ભરેલી વ્યથા, | |||
આજ પણ હાડપિંજર સમી તાકતી, | |||
મદભર્યા મેદભર સર્વ ઘર પર થરોને હટાવી કોઈ | |||
એને શું મુક્તિ અહીં આપશે? કોણ? ક્યારે? | |||
મૂળમાં ઊઠતું દર્દ, ઊઠતી કોઈ કાળી અજાણી બળતરા | |||
સાવ મૂંગુ બની જાય મન. ત્યાં સુણું: ગાન પર ગાન આ | |||
તાન પર તાન પલટા જગાડી જતા | |||
કંઠ ને વાદ્ય કાળાં જનોનાં ભોળી ભોળી આંખો મંહીથી ભભૂકી જતા | |||
વિસ્મૃતિના બધા પોપડા ખેરવી | |||
ભૂતના એ ભયાનક અનિર્દેશ ઓળા, | |||
કંઠમાં બધ્ધ સ્વરની અણી કંપતી, | |||
પાયમાં બધ્ધ ગતિ છૂટવા ઝંખતી, | |||
તેથી તો આજ નીગ્રો તણી સ્વર- લહર | |||
જાય નભને અડી, નૃત્યમાં વીજ વેગે ચડી, છૂટવા માગતી એ જ પીડા તોડવા માગતી હાડ- ઊંડા પડેલા | |||
ગુલામી તણા ગૂઢ ચીલા. | |||
ઝૂમતા, ડોલતા, ધૂણતા લોક – સમુદાયમાં | |||
ક્યાંય વરતાય એના અણીદાર ખીલા? | |||
વૈભવી બંદરે જે ખાલીખમ જે જહાજે ભરેલી વ્યથા, | |||
આજ પણ હાડપિંજર સમી તાકતી, | |||
મદભર્યા મેદભર સર્વ થર પર થરોને હટાવી | |||
કોઈ એને શું મુક્તિ અહીં આપશે? | |||
બાલ્ડવીન, બાલ્ટીમોર | |||
{{center|{{Color|blue|<big>નાયગરા સમીપે</big>}}}} | |||
શ્વેત લીલમ જળ તણી અવિરામ | |||
ભીષણ શક્તિનો ઉદ્ઘોષ, ને ધરાતલ ભેટવા મથતા સતત | |||
ખૂંખાર જલ- તોખારનો આક્રોશ, | |||
ને અગણ જલકણ તણો | |||
હળવો હવામાં મુક્તિનો સંતોષ. | |||
ભવ્ય , ભીષણ , સૌમ્ય કેરા સંગમે રમણીયતા કેવી રમે ? | |||
સૂરજ- કિરણ પર | |||
જલ- શીકર શો સપ્તરંગી મેઘધનુ કેરો અમૃત- સેતુ કરે, | |||
મર્ત્ય પર અભિષેક | |||
મૃત્યુંજય ઝરે. | |||
પૃથ્વી ચહે પાતાળગામી શક્તિને | |||
ઊર્ધ્વમાં સ્થિર ધૂર્જટિ સંગે ફરી સંગોપવા, નયન નયને રોપવા, રુદ્ર કેરો લોયનાગ્નિ લોપવા. | |||
ઊછળી પડતા, પડીને ઊછળી | |||
પાછા ફરીને, ફીણપોળી આખરે પાંખો ધરીને ઊડી રહ્યાં મોજાં અહીં સીંગલ બની ગગને? ને મને શું થતું? શું શું થતું? | |||
પાતાળ ફોડી ત્રાડતો શત શત મુખે | |||
આ મુક્તકેશી ધોધ, ને મારી જ, આ મારી નસોમાં | |||
ધસમસે જનમો જનમની શોધ. ક્યાંક બંને આજ એકાકાર થઇ પામે અહીં નિજ શૂન્યનું | |||
એકાંત ગર્ભાગાર. | |||
સ્વપ્નમાં સરતું જતું | |||
સામે ધરે ધબકાર, સામે તરે સાકાર! | |||
આજ મારા પ્રાણને શી પાંખ ફૂટે! ક્યાંક | |||
શીર્ણ- વિશીર્ણ બિંદે બિંદ બનતા ધોધમાંથી | |||
સ્વાતિનાં મોતી વછૂટે. | |||
ઓકટોબર'૮૯ | |||
{{center|{{Color|blue|<big>એ ઝરણું</big>}}}} | |||
હજી એ ઝરણું વહ્યા કરે છે, | |||
કંઇક મનમાં કહ્યા કરે છે. | |||
હજી ય આડા પડેલ થડની | |||
અનેક ડાળી, કરાંગુલીને ઝબોળી જળમાં | |||
તમામ નિજની સુકાઈ ચાલી તરુણ ત્વચાને | |||
ફરીથી તાજપ ધર્યા કરે છે, | |||
ઝરણથી લીલપ ઝર્યા કરે છે, | |||
મરણમાં જીવન તર્યા કરે છે. | |||
થયું: આ કેવળ વહેતી વસ્તી? | |||
થયું: આ પ્રેમળ હલેતી હસ્તી? | |||
થયુંઃ હશે શું અહીં અમસ્તી? | |||
અહીં વળાંકે જતાં જે વાહન | |||
વહી રહ્યાં ક્યાં? ખબર નથી કંઇ, | |||
કોઈને ક્યાંયે સબર નથી કંઇ, | |||
પરંતુ પળભર નજર ન નાખી, | |||
ઝરણની થોડી અદબ ન રાખી. | |||
વહી જતી એ અવર- જવરને | |||
ઝરણ તો નિશદિન સહ્યા કરે છે, | |||
હજી એ ઝરણું વહ્યા કરે છે. | |||
ડાઉનર્સ ડ્રાઇવ, શિકાગો | |||
{{center|{{Color|blue|<big>બહાઈના સંગમતીર્થે</big>}}}} | |||
વર્ષોનાં વર્ષ ભેદીને જાગે ગુંજા ૨ કાળજે, | |||
ઝબૂકે ચેતના ઝીણી, ભાળું જ્યાં ભવ્ય ગુંબજે, | |||
હા, યાદ છે કાગળ કેસરી પરે | |||
કાચી વયે જે કવિતા સરી હતી, | |||
એ તો પછી ક્યાં પવને ચડી ગઇ | |||
આવી અહીં પ્રાણ ભરી પુકારતી! | |||
ઊડી રહ્યું હૃદય વ્યાકુલ તીવ્ર વેગે, | |||
તાઝા- બ- તાઝા નવા નવા નિત્ય ઇરાની ગુલશને | |||
સુણાય એ બુલબુલ – સૂર, હાય, ત્યાં | |||
ચિરાય છાતી, ભરપૂર યૌવને, | |||
તાહીરિહ તપસ્વિની આહુતિ આત્મયજ્ઞની. | |||
ઉદાસ આ સૃષ્ટિ, ઉદાસ દૃષ્ટિ | |||
ઉદાસ મારી સઘળી ગતિ- સ્થિતિ, | |||
ત્યાં તો મને ઘુમ્મટ ભેદી ઘેરતી | |||
જ્વલંત, જીવંત, અનંત પ્રીતિ! | |||
તાહીરિહ તપસ્વિની! | |||
મુક્તપ્રાણ મનસ્વિની | |||
તારી અમૃતવેલીના સદાબહાર સિંચને કોણ મારી શકે તને ? | |||
શી કાળરાત્રી ભયઘોર ભેદતી, | |||
પ્રકાશના પુંજ સમાન ગુંબજે | |||
તું મંત્ર મૃત્યુંજય આજ ગુંજતી, | |||
સદા નવા જીવનના જયધ્વજે! | |||
બહાઈનો સંગમતીર્થ નીરખું, તું દેશદેશે વહેતી સ્વદેશિની | |||
નિઃસીમ તાહીરિહ, ઓ તપસ્વિની! | |||
શિકાગો | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = Previous Chapter | |||
|next = Next Chapter | |||
}} | |||
Revision as of 06:12, 13 March 2025
અમેરિકાનો ચિરંતન ચહેરો
મકરન્દ દવે
ધરા પ્રકાશન
C / o સરસ્વતી પ્રિન્ટર્સ
જયંતી અપાર્ટમેન્ટ્સ, રૂમ નં. ૩, પહેલે માળે,
જટાશંકર ડોસા માર્ગ, મુલુન્ડ (પશ્ચિમ), મુંબઈ- ૪૦૦ ૦૮૦.
અમેરિકાનો ચિરંતન ચહેરો
© મકરન્દ દવે
મુખપૃષ્ઠ: ભાવેશ પઢીયાર કીરણ કૉમ્પ્યુટર ગ્રાફિક્સ (ફોન: ૫૧૪ ૩૬૯૦)
ટાઈપસેટીંગ: પંકજ પ્રતાપ શાહ કમ્પોઝિટર્સ (ફોન: ૫૬૮ ૩૨૬૯)
પ્રકાશક: ધરા પ્રકાશન મુલુન્ડ (પશ્ચિમ)
ફોન: ૫૬૯ ૦૪૫૭
મુદ્રક: સરસ્વતી પ્રિન્ટર્સ
મુલુન્ડ (પશ્ચિમ) ફોન: ૫૬૯ ૦૪૫૭ મુખ્ય વિક્રેતા: નવભારત સાહિત્ય મંદિર ૧૩૪, શામળદાસ ગાંધી માર્ગ (પ્રિન્સેસ સ્ટ્રીટ),
મુંબઈ- ૪૦૦ ૦૦૨ પતાસા પોળની સામે, ગાંધી રોડ, અમદાવાદ- ૩૮૦ ૦૦૧-
મુદ્રક ઃ સરસ્વતી પ્રિન્ટર્સ
મુલુન્ડ (પશ્ચિમ) ફોન: ૫૬૯ ૦૪૫૭
પોતીકાં ભાળ્યાં પરભોમમાં
‘ગુજરાતી લિટરરી અકાદમી ઑફ નોર્થ અમેરિકા’ તરફથી ઇશા- કુન્દનિકાને અને મને સને’૮૯ માં આમંત્રણ મળ્યું. એના ઉપક્રમે અમે કેટલાંક શહેરોમાં કાવ્ય- વાચન કર્યું અને વાર્તાલાપ આપ્યા. આ ગાળા દરમિયાન કોઈ કોઈ જગ્યાએ કવિતાનાં અમીછાંટણાં થયાં. આ સંગ્રહમાં એ કાવ્યો પ્રગટ કરવામાં આવ્યાં છે.
શરૂઆત વિચિત્ર રીતે થઇઃ
અમને મેનહટન નિહાળવા લઈ ગયેલા મિત્રની ગાડી ભૂલથી ફરી ફરીને એક જ જગ્યાએ થોભવા લાગી. મેં બારીમાંથી જોયું તો ગગનભેદી મકાનો વચ્ચે ગોથિક શૈલીનું દેવળ જોવા મળ્યું. મને દર્શન કરવાનું મન થયું. એ હતું સેન્ટ પેટ્રિક કેથેડ્રલ. અમે અંદર ગયાં. બહારની ધોધમાર ઊછળતી ધાંધલ- ધમાલ વચ્ચે જ જાણે નીરવ શાંતિનો બેટ મળ્યો; કાવ્ય- પંક્તિ ટપકી પડીઃ
શાંતિનો નમ્ર આ બેટ ક્યાંથી? ભગવન્, તમારી અહીં ભેટ ક્યાંથી? ”
એ પછી મુકામે પહોંચતાં તો આખું કાવ્ય જ વરસી પડયું. આવી ઘટના અવારનવાર બનવા લાગી. નવી ભૂમિએ આપેલી એ ભેટ અહીં ગુજરાતને ચરણે ધરું છું.
‘ અમેરિકાનો ચિરંતન ચહેરો’- એ વર્તમાનના વિવિધ મુખવટા પાછળ છુપાયેલો એક મહાપ્રજાનો ચહેરો છે. આ ભૂમિને માનવ- ગૌરવથી અંકિત અને નિસર્ગરમ્ય બનાવનાર મૂળ નિવાસીઓ તથા નૂતન મહાપુરુષોને અહીં વંદના છે, સાથે સાથે ભારતીય દર્શનને વિશાળ પરિપ્રેક્ષ્યમાં લઈ જવાનો પણ પ્રયત્ન છે.
આ કાવ્યનો અંગ્રેજી અનુવાદ આપણા જાણીતા ચિત્રકાર પ્રસન્ને કર્યો છે. સંગ્રહનું નામ છે:‘ ઇમ્મોર્ટલ ફેઇસ ઑફ અમેરિકા- ધ સીડ્સ ઑફ ઇટર્નલ લવ’. મારા મિત્ર પૉલ ફલેશમાને તેની પ્રસ્તાવના લખી છે. તે કહે છે: “ આ કાવ્યો ભારતીય- અમેરિકન જેવી હાઇફન વડે જોડતી કડી જેવાં નથી, પણ એમાં એક ભારતીય જને ભારતીય દૃષ્ટિથી અમેરિકાની ભૂમિમાં નિહાળેલા વૈશ્વિક ઐક્યનું નિરૂપણ છે. ” પૉલ ફ્લેશમાન વિપશ્યનાના આચાર્ય છે, માનસ- ચિકિત્સક છે, ભારતીય દર્શનના અભ્યાસી છે તેમ જ એ દર્શનનો પ્રાંજલ ભાષામાં અભિવ્યક્ત
કરનાર મનીષી જુઆન મસ્કેરોના મિત્ર છે. વિપશ્યનાની સાધનાને સમજાવતું પુસ્તક‘ વ્હાઈ આઈ સીટ’ તથા માનસ- ચિકિત્સાના અનુભવોને વર્ણવતું પુસ્તક‘ હીલિંગ ઝોન’ અને આંતરિક શંતિને પોતાની મનોભોમમાં વાવનારા મહાપુરુષોના અનુભવોને વણી લેતું પુસ્તક‘ કલ્ટીવેટિંગ ઇનર પીસ’ના તે લેખક છે.
અમેરિકામાં વસતાં ગુજરાતી કુટુંબોની નવી પેઢીને આ કાવ્યો પોતાનાં મૂળિયાં અને ત્યાંની વૃક્ષઘટાનો પરિચય કરાવશે, તેમ જ અમેરિકન વાચકોની ક્ષિતિજો વિસ્તારશે, તો મારે માટે‘ લેખે સોઈ ઘડી’ બની રહેશે.
આ સંગ્રહ તથા તેનો અંગ્રેજી અનુવાદ પ્રગટ કરવામાં ઘણાં સહયોગીઓનો ફાળો છે. તેમનાં સ્નેહભર્યાં કિરણો મારા અંતરમાં ચિરકાળ પ્રતિબિંબિત થતાં રહેશે.
આ સંગ્રહ તથા તેનો અંગ્રેજી અનુવાદ પ્રગટ કરવામાં ઘણાં સહયોગીઓનો ફાળો છે. તેમનાં સ્નેહભર્યાં કિરણો મારા અંતરમાં ચિરકાળ પ્રતિબિંબિત થતાં રહેશે. ૭ મે’૯૯ નંદિગ્રામ મકરન્દ દવે
પ્રેમનાં અમૃત - બીજ
(આ સંગ્રહના અંગ્રેજી અનુવાદ‘ ઇમ્પોર્ટલ ફેસ ઑફ અમેરિકા’ની પ્રસ્તાવના) આ કવિતાના પુસ્તકમાં, વાચકને સાંપડશે એક સાનંદ અને સમાદરનો સ્વર,‘... જ્યોતિર્મય સ્વપ્ન’
ગત અર્ધી સદીથી, સમભાષી ગુજરાતીઓના હૃદયમાં કવિ શ્રી મકરન્દ દવેની ગુલાલ- રંગી હસ્તી છે. પશ્ચિમ ભારતના ગુજરાતમાં એમનું નામ સર્વત્ર જાણીતું છે– એમનાં ઘણાં પુસ્તકો, કાવ્યસંગ્રહો અને પાશ્ચાત્ય સાહિત્યના શ્રેષ્ઠ ભાષાંતરોને અંગે. એમની ભારત બહારની પ્રથમ દીર્ઘ યાત્રા અને અમેરિકાની પ્રથમ મુલાકાત (૧૯૮૯) દરમિયાન આ પુસ્તકનાં કાવ્યો રચાયાં છે. ગુજરાતનાં લબ્ધપ્રતિષ્ઠ નવલકથાકાર અને સંપાદિકા ઇશા- કુન્દનિકા, મકરન્દભાઈનાં પત્ની, આ પ્રવાસમાં એમની સાથે હતાં. જાણે પ્રથમ વાર જ નેત્ર ઉન્મિલિત થતાં હોય તેવી તીવ્રતાથી કવિએ ચોમેરનું નવું વિશ્વ નિહાળ્યું છે. એમનાં પ્રવાસ, સ્વપ્ન અને અનુભૂતિની ફલશ્રુતિ આ કાવ્યસંગ્રહ છે. આ કાવ્યો એની યાતાયાતમાં એટલાં વિશ્વવ્યાપી અને પાર્શ્વભૂમાં એટલાં અમેરિકન છે કે આ સર્જન જાણે ભાષાંતર માટે તલસતું હતું. ચિત્રકાર અને કવિના પ્રિય મિત્ર પ્રસન્ને‘ મકરન્દભાઈ’નાં કાવ્યોનું આ પ્રથમ અંગ્રેજી ભાષાંતર કર્યું.
..‘ અમેરિકાનો ચિરંતન ચહેરો- પ્રેમનાં શાશ્વત બીજ’ – નાં આ કાવ્યો ભારતીય- અમેરિકન જેવી હાઇફન વડે જોડતી કડી જેવાં નથી પણ એમાં ભારત અને અમેરિકાનું અસાધારણ સંયોજન છે.
આ કાવ્યો ભારતીય વિશ્વ- દૃષ્ટિકોણથી તરબતર છે. કવિએ જે કાંઇ આસ્વાદ્યું
કે આલેખ્યું તે આ રસથી સીંચિત છે. પ્રથમ કાવ્યમાં જ સેન્ટ પેટ્રિકને, વિષ્ણુની
વિભૂતિની પંક્તિમાં સ્થાપ્યા છે. અહીં પાને- પાને, ભારતીય પુરાતન સાહિત્ય અને
પુરાણોના ઉદ્બોધક ઇંગિતો સતત જોવા મળશે. વાચકને નાયગરાના પ્રપાતમાં
શિવનાં અને દક્ષિણ કેલિફોર્નિયામાં હિમાલયની ખીણનાં દર્શન થશે. ભારતના શ્રેષ્ઠ
મહાકાવ્ય મહાભારતમાં ઉચ્ચારિત ઇંગિતો અહીં નજરે ચડેલી નક્કર ઘટનામાં
વણાઇ ગયાં છે. કવિ વિમાનમાંથી પ્રશાન્ત સાગરને જોતાં- ` milky ocean’ (દૂધનો
દરિયો) નિહાળે છે ત્યારે સ્વ- રચિત રૂપક નથી યોજતા, પરંતુ આદિજળનું મંથન
કરી સૃષ્ટિ રચતા વિશ્વસર્જનહાર વિષ્ણુના ક્ષીરસાગરના નિર્દેશથી કાવ્યાત્મક
ભારતીય કલ્પન સર્જે છે. કવિ અમેરિકાને અનુભવે છે, પરંતુ ભારતીય પૌરાણિક
સર્જનની આત્મસાત્ દૃષ્ટિથી.
આ કાવ્યોમાં જે ભારતીયતા ઉભરાય છે તે કેવળ નિશ્ચિત સંદર્ભોને અંગે જ નથી. એમની અભિવ્યક્તિના વૈશિષ્ટય અને ઘટનાઓ માટેની કરુણા પણ એમાં કારણભૂત છે. આ કાવ્યો આંશિક ભારતીય અને આંશિક અમેરિકન નથી. કાવ્યસંગ્રહ સંપૂર્ણ ભારતીય છેઃ એની દૃષ્ટિ અને ઊર્મિમાં.‘ અમેરિકાનો ચિરંતન ચહેરો – પ્રેમનાં શાશ્વત બીજ’ ભારતીય સંસ્કૃતિના શાસ્ત્રભંડારનું એક રત્ન છે.- પરંતુ આ સંગ્રહ અમેરિકન પણ છે. અમેરિકાની જૂની ૫ રં ૫ રા – પૂર્વથી પશ્ચિમની ભૂમિયાત્રા – ને એના આત્માની ખોજ માટે તે અનુસરે છે – જાણે વિમાનયુગનાં‘ હકલબેરી ફીન’ કે ધર્મ બમ્સ’. અહીં આલેખાયાં છેઃ આફ્રિકનોની ગુલામી, રેડ ઇન્ડિયનોની આધ્યાત્મિકતા અને ધોળાં માનવીઓને હાથે એમની કત્લેઆમ, કેલિફોર્નિયાની મરુભૂમિ, એટલાન્ટિક કિનારે શિશિરપર્ણોનો હોળી– ઉત્સવ. અહીં વાસ છે વિમાનોના ઘસાયેલા ઉડ્ડયનપથોની, પ્રદૂષિત ધુમ્મસની, હકડેઠઠ્ઠ મોટરોની અને નગરના પરિસરની તૃણાચ્છાદિત ધરતીની. અમારી‘ પૌરાણિક’ પરંપરામાં પણ અમેરિકન આત્મખોજ માટે સમગ્ર ખંડની પૂર્વ- પશ્ચિમ યાત્રા કરે છે. અમેરિકનોની જાત જ રખડુ અને શોધક છે. વોલ્ટ વ્હીટમેને ગાયું છે ને?’ I take the open road..’‘ હું તો ખુલ્લે મારગ નીકળી પડું...’ અમેરિકન સાહિત્યનું આગવું લક્ષણ- અમેરિકાનો પ્રકૃતિસૌંદર્ય સાથેનો રોમાંચક પ્રેમ- અહીં નીતરે છે. લેક તાહો પર કવિએ ગાયું છેઃ.
.- પરંતુ આ સંગ્રહ અમેરિકન પણ છે. અમેરિકાની જૂની પરંપરા- પૂર્વથી પશ્ચિમની ભૂમિયાત્રા- ને એના આત્માની ખોજ માટે તે અનુસરે છે – જાણે વિમાનયુગનાં‘ હકલબેરી ફીન’ કે ધર્મ બમ્સ’. અહીં આલેખાયાં છેઃ આફ્રિકનોની ગુલામી, રેડ ઇન્ડિયનોની આધ્યાત્મિકતા અને ધોળાં માનવીઓને હાથે એમની કત્લેઆમ, કેલિફોર્નિયાની મરુભૂમિ, એટલાન્ટિક કિનારે શિશિરપર્ણોનો હોળી– ઉત્સવ. અહીં વાસ છે વિમાનોના ઘસાયેલા ઉડ્ડયનપથોની, પ્રદૂષિત ધુમ્મસની, હકડેઠઠ્ઠ મોટરોની અને નગરના પરિસરની તૃણાચ્છાદિત ધરતીની. અમારી‘ પૌરાણિક’ પરંપરામાં પણ અમેરિકન આત્મખોજ માટે સમગ્ર ખંડની પૂર્વ- પશ્ચિમ યાત્રા કરે છે. અમેરિકનોની જાત જ રખડુ અને શોધક છે. વોલ્ટ વ્હીટમેને ગાયું છે ને?’ I take the open road..‘ હું તો ખુલ્લે મારગ નીકળી પડું...’ અમેરિકન સાહિત્યનું આગવું લક્ષણ- અમેરિકાનો પ્રકૃતિસૌંદર્ય સાથેનો રોમાંચક પ્રેમ – અહીં નીતરે છે. લેક તાહો પર કવિએ ગાયું છેઃ-
$ “ જ્યાં જ્યાં ફરે ત્યાં ત્યાં ઠરે વિસ્મય થકી વિસ્મય મહીં સરતી નિગાહો ↑
‘ અમેરિકાનો ચિરંતન ચહેરો’ એ નવી દુનિયાનું સાહિત્ય છે; એક વિશ્વસંસ્કૃતિનું તથા રાષ્ટ્રની જૂની સીમાઓ અને અસ્મિતા ભૂંસી નાખતી વિમાનયુગની પ્રક્રિયાનું દ્યોતક છે. પિછાણવાની કલાને અક્ષુણ્ણ રાખી તેનો નવી પરિસ્થિતિઓમાં કવિ વિનિયોગ કરે છે. એ સાંસ્કૃતિક સેળભેળની ઊપજ નથી પણ નૂતન માનવ- સર્જનની નિષ્પત્તિ છે. લોકપ્રિય ભારતીય પુસ્તકો, જે અંગ્રેજી ભાષાના વાચકો માટે અંગ્રેજીમાં લખાય છે, તેનાથી તદ્દન ભિન્ન આ કાવ્યસંગ્રહ ભારતની ભાષાના ગહન- ગભીર ધરાના નિર્મળ નીરમાંથી ઉગમ પામે છે અને એમાં નવા વિશ્વને આત્મસાત્ કરતી ઊંડી પરખથી નિત્યનવ્ય કાવ્યતત્ત્વ ફૂટી નીકળે છે. સમકાલીન વાચકોને અપરિચિત લાગે એવી રીતે એવી પૌરાણિક અને લયમય અભિવ્યક્તિ વચ્ચે આ કાવ્યોની સહજ આવન- જાવન થાય છે. કવિની વિશ્વ માટેની કાળજીભરી ચિંતા અને આગવી વાણીનું અહીં પ્રાધાન્ય છે.
આ કાવ્યસંગ્રહ આધુનિક એટલે કે કેવળ અંગત, વ્યક્તિ- વાદી કે સ્વ- રચ્યું- પચ્યું નથી. એ પરા- અર્વાચીન (post mortem) પણ નથી, અર્થાત્ અન્યોન્ય અંતર રચતું, આણવ કે ભીતરું નથી.‘ અમેરિકાનો ચિરંતન ચહેરો’ નાં કાવ્યો વર્ણનાત્મક અને લયમય છે અને પૌરાણિક ક્ષિતિજોમાં વિસ્તરે છે. જાણે કે કવિની વ્યષ્ટિ- ચેતના, ધસમસતી ગંગાની જેમ, એમની અને સમષ્ટિ- ચેતનાના મહદ્ સત્યો વચ્ચે ઉભય- દિશાનો પ્રવાહ બની રહે છે. આ કાવ્યો સતત ભક્તિના ભાવમાંથી ઊગે છે. આ ભાવ ધાર્મિક કે વિધિવિધાન પૂરતો સીમિત નથી, પરંતુ જગતને અસાંપ્રદાયિક અધ્યાત્મમાં યોજવા અને એને સુદ્રઢ કરવા જાણે પાંખો ફફડાવે છે. રૂપકો જો કે ભારતીય અને હિન્દુ છે પરંતુ અભિવ્યક્ત વસ્તુ વૈશ્વિક છે.
આ કાવ્યસંગ્રહ આધુનિક એટલે કે કેવળ અંગત, વ્યક્તિ- વાદી કે સ્વ- રચ્યું- પચ્યું નથી. એ પરા- અર્વાચીન (post mortem) પણ નથી, અર્થાત્ અન્યોન્ય અંતર રચતું, આણવ કે ભીતરું નથી.‘ અમેરિકાનો ચિરંતન ચહેરો’ નાં કાવ્યો વર્ણનાત્મક અને લયમય છે અને પૌરાણિક ક્ષિતિજોમાં વિસ્તરે છે. જાણે કે કવિની વ્યષ્ટિ- ચેતના, ધસમસતી ગંગાની જેમ, એમની અને સમષ્ટિ- ચેતનાના મહદ્ સત્યો વચ્ચે ઉભય- દિશાનો પ્રવાહ બની રહે છે. આ કાવ્યો સતત ભક્તિના ભાવમાંથી ઊગે છે. આ ભાવ ધાર્મિક કે વિધિવિધાન પૂરતો સીમિત નથી, પરંતુ જગતને અસાંપ્રદાયિક અધ્યાત્મમાં યોજવા અને એને સુદ્રઢ કરવા જાણે પાંખો ફફડાવે છે. રૂપકો જો કે ભારતીય અને હિન્દુ છે પરંતુ અભિવ્યક્ત વસ્તુ વૈશ્વિક છે. આ સંગ્રહનાં ઘણાં કાવ્યો અન્યોન્ય સંબંધ ધરાવતા વિષયોને આવરે છે– અદ્રશ્યની વાસ્તવિકતા, ઊર્મિ અને ભાવનું પ્રાધાન્ય, વિધાયક અભિગમ, તમસ અને વિનાશની હાજરીમાં બળૂકી‘ “ હા ” ઉચ્ચારતો મહાપ્રાણ અને વ્યક્તિગત જીવનનો વ્યાપક જીવન- પટ સાથે સંબંધ. આ એક અધ્યાત્મગ્રંથ છે, એ દૃષ્ટિએ કે આ સર્જનની પરકમ્મા એવી સતત અભીપ્સા છે, જે માનવનાં તમસ્ કર્મો – ગુલામી, માનવસંહા અને ભૌતિકતાને પડકારે છે અને એનો ઉત્તર સર્જન, આનંદ અને અમૃતમય જીવનના ઉદ્ઘોષમાં આપે છે.-
આ સંગ્રહનાં ઘણાં કાવ્યો અન્યોન્ય સંબંધ ધરાવતા વિષયોને આવરે છે— અદ્રશ્યની વાસ્તવિકતા, ઊર્મિ અને ભાવનું પ્રાધાન્ય, વિધાયક અભિગમ, તમસ અને વિનાશની હાજરીમાં બળૂકી‘ “ હા ” ઉચ્ચારતો મહાપ્રાણ અને વ્યક્તિગત જીવનનો વ્યાપક જીવન- પટ સાથે સંબંધ. આ એક અધ્યાત્મગ્રંથ છે, એ દૃષ્ટિએ કે આ સર્જનની પરકમ્મા એવી સતત અભીપ્સા છે, જે માનવનાં તમસ્ કર્મો- ગુલામી, માનવસંહાર અને ભૌતિકતાને પડકારે છે અને એનો ઉત્તર સર્જન, આનંદ અને અમૃતમય જીવનના ઉદ્ઘોષમાં આપે છે.
આ કાવ્યોમાં એવું સર્વાશ્લેષી દર્શન છે જે સ્થાનિક પરંપરા, સંપ્રદાયના દેવતાઓ- દેવીઓથી આરંભ કરી નવા જ પ્રદેશોમાં ત્વરાથી વિસ્તરે છે, નવી દૃષ્ટિના નિરીક્ષણથી સનાતન વિષયોને પુનઃ પ્રસ્થાપિત કરે છે.
પ્રગટ- વાસ્તવિક અને પૌરાણિક- સનાતન વચ્ચેની એની આવન- જાવનમાં દામિની- સમાં આ કાવ્યો ભારતીય શાસ્ત્રીય ગ્રંથનિધિની મેઘગર્જનાના પ્રતિઘોષ છે ઉપનિષદ્, ભગવદ્ગીતા, વેદાન્ત ઇત્યાદિના. આ નવ્ય કાવ્યોમાં જે મણિ- કેન્દ્રની ચોમેર, ભવ્ય શાસ્ત્રના સ્ફટિક- સંદર્ભ બંધાય છે તે તો ઉ ૫૨ વાસ ન્યુયોર્ક કે બાલ્ટીમો ૨ કે કેલિફોર્નિયાના તટની પર્વતમાળામાંયે ઉપસ્થિત છે. એક પ્રત્યક્ષ વેદાન્તીની જેમ કવિ પોતાને શોધની એવી પ્રક્રિયામાં સતત અનાવૃત કરે છે, કે જે સર્વત્ર છે તે સહજપણે ન્યુ જર્સીમાં પણ જડે છે. અમેરિકન હાઈ- વે પર વળાંક લેતા કવિને એમનાં કાવ્યોમાં અનુસરતાં આપણને જાણવા મળે છે કે એ તો હિમાલયની દિશાચિહ્નોનાં જાણે બોર્ડ વાંચી રહ્યા છે.
શાશ્વત પ્રેમનાં બીજ’ માં પૌરાણિક અને બ્રહ્માંડનો સમય‘ આજ આજ ભાઈ, અત્યારે’ છે. કવિની અમેરિકન યાત્રાના સહપ્રવાસી વાચકને અહીં શાશ્વત પ્રતીકો
સર્વત્ર ઓતપ્રોત અનુભવાશે. દુનિયાના કાળની યાત્રા સાથે જ આ કાવ્યોમાં સનાતન કાળના સતત વિસ્ફોટ આલેખાયેલ છે. કવિ આ ગહનગંભીર સત્ને આ ક્ષણમાં આત્કૃષ્ટ કરે છે અને પ્રાકટ્ય જ એમને ચિરંતન નક્ષત્રોમાં ખેંચી જાય છે, જે રોજિંદા પરિવર્તનશીલ વિશ્વની આધારભૂમિ છે. ઉદાહરણ તરીકે‘ યોસેમિતી’ કાવ્યમાં કવિ પ્રત્યક્ષ સૃષ્ટિસૌંદર્ય નિહાળે છે, પરંતુ આત્મદૃષ્ટિથી ખીણના આદિ નિવાસીની ગેરહાજરી એવી તીવ્રતાથી અનુભવે છે કે વાચક ચિરંતન, પવિત્ર અને પ્રજ્ઞાવાન સૂમહની અપ્રત્યક્ષ હાજરી સઘનપણે અનુભવે છે, યોસેમિતીના નક્કર પથ્થર પણ ક્ષણિક ભૌતિક દિવાસ્વપ્ન બની રહે છે. જે શાશ્વત, અગત્યનું અને વાસ્તવિક છે તેની વ્યાખ્યામાં જ રહેલ વિધિની વક્રતા પર આ કાવ્ય રચાયેલ છે. અમેરિકા અને ભારત આ કાવ્યોમાં એક બની રહે છે તે કવિ બહુસંસ્કૃતિવાદના હિમાયતી છે તેથી નહીં, પરંતુ બન્ને સ્થાન એક જ આકાશનાં વાદળ છે, તેથી. આ કાવ્યોમાં કાળ અને સ્થળને ઓગાળતી ૨ સક્રિયા છે. અહીં કાલાતીત અને કાલ એકરૂપ બને છે.
દિવ્ય સત્ત્વો સાથેના મિલનમાં કવિ સઘનતાના વિધવિધ સ્તર સૂક્ષ્મતાથી ગૂથે છે અને કોઈ વાર તો દેવો અને સંતોનું અચાનક આગમન કવિ માટે રમૂજનું વિચિત્ર ઉગમસ્થાન બની રહે છે. ઉદાહરણ તરીકે જ્યારે સાન ફ્રાન્સિસ્કો અને લોસ એન્જેલસ વચ્ચે સાગર પર કવિ દૃષ્ટિપાત કરે છે ત્યારે ધરતીને પીડતો દાનવ એમની નજરે ચડે છે; આ પૃથ્વીના દાનવકુળોના‘ મહાઘોર, પડછંદ વિકરાળ વારસ’ અને‘ ભૂખ્યા કપાલી’ એ કવિના પોતાના જ અજંપાનાં તિર્યક દૃષ્ટિ ધરાવતાં રૂપકો છે. પોતાના જીવન અને સામે રહેલા ભૂદ્રશ્યને અવતારની ઉપસ્થિતિમાં નવી રીતે ન નિહાળે ત્યાં સુધી કવિ પોતાના દર્શન સાથે કાવ્યાત્મક ક્રીડા કરે છે; એ અવતાર, *... અવધૂત એવો અસલી..’ જે આપણને અજ્ઞાતનો સ્પર્શ કરાવી શકે. અહીં સ્વપ્નમય અનુભૂતિ આપણા સામાન્ય જીવનને ઉદ્બાંધ કરતા અનંત પ્રકાશથી આલોકિત કરે છે. પોતાની વેદનાને છુપાવી‘ ઘેલા સ્વપન’ પર હસી લેતા કવિ કાવ્યને બાલવત્ ક્રીડાનો ભાવ અર્પે છે.
ઘણે સ્થળે આ કાવ્યો સઘન અનુભૂતિ દ્વારા આપણને મંત્રમુગ્ધ કરે છે; એ લેખકની‘ જાણે કે’ની ભૂમિકાને ઓળંગી જાય છે. કવિનો જહોન મ્યુર સાથેનો સંબંધ સાહિત્યિકથી વધુ છેઃ
‘ સૂર, બંધુ!... સાથે જ માંડે પગલાં, નિહાળું જ્યાં જ્યાં હું રશ્ચિમ તરુ, તુજને જ ભાળું’
ચૈતસિક સત્ય ભૌતિક વાસ્તવિકતાથી વધુ શક્તિવાન છે.‘ અમેરિકાનો ચિરંતન ચહેરો’ની કવિતા આપણને પારગામી સત્યો માટે કેવળ નિમંત્રતી નથી, એમને મૂર્તિમંત કરે છે અને આશ્ચર્ય અને પરિચિતતાના વિલક્ષણ સંમિશ્રણથી આપણને એમની મધ્યે વિહાર કરવા શક્તિ અર્પે છે. મકરન્દભાઈની કવિતા વાચકોને રહસ્ય, રૂપક કે નક્કર અનુભવની પાર ગતિ કરવા પ્રેરે છે, કારણ, માનવીય અને દિવ્ય અવસ્થાઓ વચ્ચે રચાયા કરતાં આ મિલન અને વિદાય ---
“ પરિણમી શકે , પરાકાષ્ટાએ પરમ સિધ્ધિની પ્રાપ્તિમાં
સામાન્યતઃ કવિતા અભિવ્યક્તિ પામવા, કલાત્મકતા કે ઊર્મિતત્ત્વોને આલેખવા તાગે છે, પણ આ સંગ્રહમાં આધ્યાત્મિક ઝંખના, પૌરાણિક પ્રતિઘોષ, રહસ્યોની સઘનતા તેમ જ દેહ- મન- આત્માની સીમાઓનું અતિક્રમણ છે, જેથી તેમાં પ્રશિષ્ટ સાહિત્યનો ધબકાર અનુભવાય છે. વાચકની ચેતનાને અંગત સ્પર્શ કરી એના જીવનને આમૂલ પલટાવવાનો એમાં કીમિયો છે. કાવ્યોનો આ સંગ્રહ સૂર્યના પ્રકાશપંથે ચમકતી, ઉર્ણનાભની ગૂંથણી સમાન છે, જે જીવનનું રૂપાંતર કરતી શક્તિને ઝડપી લઈને, તેને સુંદર ભાષામાં વણી લે છે. અરે, અનૂદિત કાવ્યોમાં પણ આપણને કવિની નિકટ લઈ જવાની એક શક્તિ છે; જાણે કે આપણે એની સમીપ જ હોઇએ, જ્યાં આપણે પોતાની જાત તથા અસ્તિત્વ પ્રત્યેની સભાનતા વિસ્તારી શકીએ.
પૉલ આર. ફ્લેશમાન, એમ. ડી. એમહર્સ્ટ, મૅસેચ્યુસેટ્સ જુલાઈ ૧૯૯૮
ભાષાંતરઃ અશોક બા. વૈદ્ય, એમ.ડી.
ન્યુયોર્કની મધ્યમાં સંત પેટ્રીકનું દેવળ જોતાં
આ મહાનગરનાં રંગ- ડહોળાં,
રૂપ- બહોળાં
સદા ઘૂઘવતાં પૂર વચ્ચે
ગગનભેદી મકાનો ખડાં ગર્વ- કચૂર વચ્ચે,
ચમકતા- દમકતા વસ્તુ- ભંડાર મશહૂર વચ્ચે
શાંતિનો નમ્ર આ બેટ ક્યાંથી?
ભગવન્, તમારી અહીં ભેટ ક્યાંથી?
મેં નિહાળી ગલી આજ એકાવની
વીથિકા પંચમી, ત્યાં જ આ સૂર પંચમ તણી રાગિણી
સર્વ કોલાહલો ભેદતી ચિર- વસંતે સુણી,
સંતની સ્મરણ- કુંજે, એ હવે રોજ ગુંજે.
ના, હવે ભય નથી,
કોઇ સંશય નથી. પ્રલયના ભૈરવી ધોર ભયદૂત છો ઊછળે
સર્વનાશી પવન- ઝાપટે આ મકાનો ઢળે; તે છતાં
વિજય લહેરાવતાં પ્રેમનાં અમૃત- બીજ આ રહ્યાં, આ સ્થળે.
નયન મારાં, નમો! હૃદય- ઉત્તાપ સર્વે, શમો એક વટપત્ર પર પ્રલયજળમાં તરે જે શિશુ
એ નવે રૂપ, નયને વસ્યું.
મીટ માંડી રહું,
શું કહું? આ મહાનગરના કર્ણભેદી અવાજો પરે,
પ્રીતિનું કમલ- મુખ પાંગરે.
સપ્ટેમ્બર ૯,’૮૯
ફિલાડેલ્ફિયા
અશોકના આંગણે વન - હરણ
આંગણે સાશંક, ભીરુ હરણ થોડાં છતાં, થોડાં છુપાતાં સંચરે
લીલ- વરણી ટેકરીઓ નજરમાંથી
ક્ષિતિજ લગ આળોટતી આ વિસ્તરે.
સૂર્ય કેરું લાલ બિંબ સરે જોગીના ઘેરા અમલ- ઘૂંટ્યા
છતાં સાવધ સદા
નયનો સમું શાતા ધરે. ને આ બધું અવલોકતો
વાગોળતો આદિમ મનુજ વડવો વનેચર
બંધવો ક્યાંથી અચાનક આજ મારા પંડમાંથી નીસરે,
ને હાથ લંબાવે, કંઇ એવું ભણે
કે આ, પણે ચરતાં હરણ શું ઠેકતાં આવે નિકટ,
કણ્વના કરતલ સમેત શકુંતલાની આંગળી કે
ભરતની છેલ્લી નજર જેવાં પ્રગટ,
મારા પ્રસારેલા કરે નીવાર લઈ નિરભે ચરે,
ને સૂર્યમાંથી મધુરવા મંત્રો ઝરે.
આંગણે સાશંક, ભીરુ હરણ
થોડાં છતાં, થોડાં છુપાતાં સંચરે
લીલ- વરણી ટેકરીઓ નજરમાંથી
ક્ષિતિજ લગ આળોટતી આ વિસ્તરે.
સૂર્ય કેરું લાલ બિંબ સરે જોગીના ઘેરા
અમલ- ઘૂંટ્યા છતાં સાવધ સદા નયનો સમું શાતા ધરે.
ને આ બધું અવલોકતો
વાગોળતો
આદિમ મનુજ વડવો
વનેચર બંધવો ક્યાંથી અચાનક આજ મારા પંડમાંથી નીસરે,
ને હાથ લંબાવે, કંઇ એવું ભણે
કે આ, પણે ચરતાં હરણ શું ઠેકતાં આવે નિકટ,
કણ્વના કરતલ સમેત
શકુંતલાની આંગળી કે ભરતની છેલ્લી નજર જેવાં પ્રગટ,
મારા પ્રસારેલા કરે નીવાર લઈ નિરભે ચરે,
ને સૂર્યમાંથી મધુ ૨ વા મંત્રો ઝરે.
બાલ્ડવિન, મેરીલેન્ડ
સપ્ટેમ્બર ૧૧,’૮૯
ઇનર હાર્બર , મરીના , બાલ્ટીમોર
આંખને આંજતી ભભક,
રંગીન મેળા તણી રોજ નવતર ઉજાણી
આવ- જા લાખ લોકો તણી,
લેણ- દે રોજ લખલૂટ, નગરની આમદાની તણી મોજ- નૌકા તરે!
મોજ- નૌકા! લખલૂટ કેવી કમાણી?
ગર્વભર આ મહા વૈભવી બંદરે
સાવ ખોખું બની, ખાલી ઊભા પ્રદર્શન- જહાજે
જોઉં હું; જંજીરો રણકતી ચીસ, ચિત્કાર, ચાબૂકના માર, માથાં પછાડી,
અહીં લથડતી, લોહીમાં લથપથે કૈંક કાયા
આખંમાં કકળતી કાળી ભયઘોર છાયા.
મૂળમાં ઊઠતું દર્દ, ઊઠતી કોઈ કાળી અજાણી બળતરા
સાવ મૂંગુ બની જાય મન.
ત્યાં સુણ્યું: ગાન પર ગાન આ તાન પર તાન પલટા જગાડી જતા
કંઠ ને વાદ્ય કાળાં જનોનાં ભોળી ભોળી આંખો મંહીથી ભભૂકી જતા
વિસ્મૃતિના બધા પોપડા ખેરવી
ભૂતના એ ભયાનક અનિર્દેશ ઓળા,
કંઠમાં બધ્ધ સ્વરની અણી કંપતી,
પાયમાં બધ્ધ ગતિ છૂટવા ઝંખતી,
તેથી તો આજ નીગ્રો તણી સ્વર- લહર
જાય નભને અડી, નૃત્યમાં વીજ વેગે ચડી, છૂ
ટવા માગતી એ જ પીડા તોડવા માગતી
હાડ- ઊંડા પડેલા ગુલામી તણા ગૂઢ ચીલા. ઝૂ
મતા, ડોલતા, ધૂણતા લોક- સમુદાયમાં
ક્યાંય વરતાય એના અણીદાર ખીલા? વૈભવી બંદરે
ખાલીખમ જે જહાજે ભરેલી વ્યથા,
આજ પણ હાડપિંજર સમી તાકતી,
મદભર્યા મેદભર સર્વ ઘર પર થરોને હટાવી કોઈ
એને શું મુક્તિ અહીં આપશે? કોણ? ક્યારે?
મૂળમાં ઊઠતું દર્દ, ઊઠતી કોઈ કાળી અજાણી બળતરા
સાવ મૂંગુ બની જાય મન. ત્યાં સુણું: ગાન પર ગાન આ
તાન પર તાન પલટા જગાડી જતા
કંઠ ને વાદ્ય કાળાં જનોનાં ભોળી ભોળી આંખો મંહીથી ભભૂકી જતા
વિસ્મૃતિના બધા પોપડા ખેરવી
ભૂતના એ ભયાનક અનિર્દેશ ઓળા,
કંઠમાં બધ્ધ સ્વરની અણી કંપતી,
પાયમાં બધ્ધ ગતિ છૂટવા ઝંખતી,
તેથી તો આજ નીગ્રો તણી સ્વર- લહર
જાય નભને અડી, નૃત્યમાં વીજ વેગે ચડી, છૂટવા માગતી એ જ પીડા તોડવા માગતી હાડ- ઊંડા પડેલા
ગુલામી તણા ગૂઢ ચીલા.
ઝૂમતા, ડોલતા, ધૂણતા લોક – સમુદાયમાં
ક્યાંય વરતાય એના અણીદાર ખીલા?
વૈભવી બંદરે જે ખાલીખમ જે જહાજે ભરેલી વ્યથા,
આજ પણ હાડપિંજર સમી તાકતી,
મદભર્યા મેદભર સર્વ થર પર થરોને હટાવી
કોઈ એને શું મુક્તિ અહીં આપશે?
બાલ્ડવીન, બાલ્ટીમોર
નાયગરા સમીપે
શ્વેત લીલમ જળ તણી અવિરામ
ભીષણ શક્તિનો ઉદ્ઘોષ, ને ધરાતલ ભેટવા મથતા સતત
ખૂંખાર જલ- તોખારનો આક્રોશ,
ને અગણ જલકણ તણો
હળવો હવામાં મુક્તિનો સંતોષ.
ભવ્ય , ભીષણ , સૌમ્ય કેરા સંગમે રમણીયતા કેવી રમે ?
સૂરજ- કિરણ પર
જલ- શીકર શો સપ્તરંગી મેઘધનુ કેરો અમૃત- સેતુ કરે,
મર્ત્ય પર અભિષેક
મૃત્યુંજય ઝરે.
પૃથ્વી ચહે પાતાળગામી શક્તિને
ઊર્ધ્વમાં સ્થિર ધૂર્જટિ સંગે ફરી સંગોપવા, નયન નયને રોપવા, રુદ્ર કેરો લોયનાગ્નિ લોપવા.
ઊછળી પડતા, પડીને ઊછળી
પાછા ફરીને, ફીણપોળી આખરે પાંખો ધરીને ઊડી રહ્યાં મોજાં અહીં સીંગલ બની ગગને? ને મને શું થતું? શું શું થતું?
પાતાળ ફોડી ત્રાડતો શત શત મુખે
આ મુક્તકેશી ધોધ, ને મારી જ, આ મારી નસોમાં
ધસમસે જનમો જનમની શોધ. ક્યાંક બંને આજ એકાકાર થઇ પામે અહીં નિજ શૂન્યનું
એકાંત ગર્ભાગાર.
સ્વપ્નમાં સરતું જતું
સામે ધરે ધબકાર, સામે તરે સાકાર!
આજ મારા પ્રાણને શી પાંખ ફૂટે! ક્યાંક
શીર્ણ- વિશીર્ણ બિંદે બિંદ બનતા ધોધમાંથી
સ્વાતિનાં મોતી વછૂટે.
ઓકટોબર’૮૯
એ ઝરણું
હજી એ ઝરણું વહ્યા કરે છે,
કંઇક મનમાં કહ્યા કરે છે.
હજી ય આડા પડેલ થડની
અનેક ડાળી, કરાંગુલીને ઝબોળી જળમાં
તમામ નિજની સુકાઈ ચાલી તરુણ ત્વચાને
ફરીથી તાજપ ધર્યા કરે છે,
ઝરણથી લીલપ ઝર્યા કરે છે,
મરણમાં જીવન તર્યા કરે છે.
થયું: આ કેવળ વહેતી વસ્તી?
થયું: આ પ્રેમળ હલેતી હસ્તી?
થયુંઃ હશે શું અહીં અમસ્તી?
અહીં વળાંકે જતાં જે વાહન
વહી રહ્યાં ક્યાં? ખબર નથી કંઇ,
કોઈને ક્યાંયે સબર નથી કંઇ,
પરંતુ પળભર નજર ન નાખી,
ઝરણની થોડી અદબ ન રાખી.
વહી જતી એ અવર- જવરને
ઝરણ તો નિશદિન સહ્યા કરે છે,
હજી એ ઝરણું વહ્યા કરે છે.
ડાઉનર્સ ડ્રાઇવ, શિકાગો
બહાઈના સંગમતીર્થે
વર્ષોનાં વર્ષ ભેદીને જાગે ગુંજા ૨ કાળજે,
ઝબૂકે ચેતના ઝીણી, ભાળું જ્યાં ભવ્ય ગુંબજે,
હા, યાદ છે કાગળ કેસરી પરે
કાચી વયે જે કવિતા સરી હતી,
એ તો પછી ક્યાં પવને ચડી ગઇ
આવી અહીં પ્રાણ ભરી પુકારતી!
ઊડી રહ્યું હૃદય વ્યાકુલ તીવ્ર વેગે,
તાઝા- બ- તાઝા નવા નવા નિત્ય ઇરાની ગુલશને
સુણાય એ બુલબુલ – સૂર, હાય, ત્યાં
ચિરાય છાતી, ભરપૂર યૌવને,
તાહીરિહ તપસ્વિની આહુતિ આત્મયજ્ઞની.
ઉદાસ આ સૃષ્ટિ, ઉદાસ દૃષ્ટિ
ઉદાસ મારી સઘળી ગતિ- સ્થિતિ,
ત્યાં તો મને ઘુમ્મટ ભેદી ઘેરતી
જ્વલંત, જીવંત, અનંત પ્રીતિ!
તાહીરિહ તપસ્વિની!
મુક્તપ્રાણ મનસ્વિની
તારી અમૃતવેલીના સદાબહાર સિંચને કોણ મારી શકે તને ?
શી કાળરાત્રી ભયઘોર ભેદતી,
પ્રકાશના પુંજ સમાન ગુંબજે
તું મંત્ર મૃત્યુંજય આજ ગુંજતી,
સદા નવા જીવનના જયધ્વજે!
બહાઈનો સંગમતીર્થ નીરખું, તું દેશદેશે વહેતી સ્વદેશિની
નિઃસીમ તાહીરિહ, ઓ તપસ્વિની!
શિકાગો