અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નિરંજન ભગત/હરી ગયો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> {{space}}{{space}}{{space}}હરિવર મુજને હરી ગયો! મેં તો વ્હાલ કીધું ન્હોતું ને તો...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|હરી ગયો|નિરંજન ભગત}}
<poem>
<poem>
{{space}}{{space}}{{space}}હરિવર મુજને હરી ગયો!
{{space}}{{space}}{{space}}હરિવર મુજને હરી ગયો!

Revision as of 08:13, 12 July 2021

હરી ગયો

નિરંજન ભગત

                           હરિવર મુજને હરી ગયો!
મેં તો વ્હાલ કીધું ન્હોતું ને તોયે મુજને વરી ગયો!

અબુધ અંતરની હું નારી,
         હું શું જાણું પ્રીતિ!
હું શું જાણું કામણગારી
         મુજ હૈયે છે ગીતિ!

એ તો મુજ કંઠે નિજ કરથી વરમાળા રે ધરી ગયો!

સપનામાંયે જે ના દીઠું,
         એ જાગીને જોવું!
આ તે સુખ છે કે દુ :ખ
મીઠું?
         રે હસવું કે રોવું?

ના સમજું તોયે સ્હેવાતું એવું કંઈ એ કરી ગયો!
                           હરિવર મુજને હરી ગયો!

(છંદોલય, પૃ. ૯૨)