અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નિરંજન ભગત/મુંબઈનગરી: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> ચલ મન મુંબઈનગરી, જોવા પુચ્છ વિનાની મગરી! જ્યાં માનવ સૌ ચિત્રો જે...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|મુંબઈનગરી|નિરંજન ભગત}} | |||
<poem> | <poem> | ||
ચલ મન મુંબઈનગરી, | ચલ મન મુંબઈનગરી, |
Revision as of 08:14, 12 July 2021
મુંબઈનગરી
નિરંજન ભગત
ચલ મન મુંબઈનગરી,
જોવા પુચ્છ વિનાની મગરી!
જ્યાં માનવ સૌ ચિત્રો જેવાં,
વગર પિછાને મિત્રો જેવાં;
નહીં પેટી, નહીં બિસ્ત્રો લેવાં,
આ તીરથની જાત્રા છે ના અઘરી!
સિમેન્ટ, કૉંક્રીટ, કાચ, શિલા,
તાર, બોલ્ટ, રિવેટ, સ્ક્રૂ, ખીલા;
ઇન્દ્રજાલની ભૂલવે લીલા
એવી આ શું હોય સ્વર્ગની સામગ્રી!
રસ્તે રસ્તે ઊગે ઘાસ
કે પરવાળાં બાંધે વાસ
તે પ્હેલાં જોવાની આશ
હોય તને તો કાળ રહ્યો છે કગરી!
(છંદોલય, પૃ. ૨૦૧)