અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/ગોરસ: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> કૃષ્ણ: ગોપી ઉતારો ગોરસની આ મટકી, {{space}}શીદ લગાડી ચિતને એની ચટકી? — ગ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|ગોરસ|પ્રિયકાન્ત મણિયાર}} | |||
<poem> | <poem> | ||
કૃષ્ણ: ગોપી ઉતારો ગોરસની આ મટકી, | કૃષ્ણ: ગોપી ઉતારો ગોરસની આ મટકી, |
Revision as of 08:27, 12 July 2021
ગોરસ
પ્રિયકાન્ત મણિયાર
કૃષ્ણ: ગોપી ઉતારો ગોરસની આ મટકી,
શીદ લગાડી ચિતને એની ચટકી? — ગોપીo
અમે તમારી વૃંદાવનમાં દીધી ધેનુ ચરાવી,
મઢી દીધી શિંગડીઓ સોને, સેશમ ઝૂલ ભરાવી;
અણમૂલાં મહી મથુરા વેચો — વાત બધી તે ખટકી. — ગોપીo
ગોપી: જાવ જાદવા, જુઠ્ઠા! આવી રીતે દીપ સંકોરી,
હૈડે રાખ્યાં અમ ગોરસને તમે ગયા તો ચોરી,
મન માન્યું એ મહી લીધું ને છેલ ગયા છો છટકી. — ગોપીo
કૃષ્ણ: મૂલ શું માગો એવું અરે આ લઈ લો મનની માલા,
અમે ન લઈએ દાણ પછી તો શીદ વૃંદાવન વ્હાલાં!
બહુ બોલો તો અમ સંગાથે આજ થકી અમ કટકી. — ગોપીo
ગોપી: અરે સાંવરા! મનની મૂરત, તું જ અમારો રાગ;
આવનજાવન જમુના જલમાં નાથ્યો ઝેરી નાગ,
મથુરા જાઉં? કે ગોકુલ રહું? આ અધવચ હું તો અટકી. — ગોપીo