અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/છેલછબીલે: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> છેલછબીલે છાંટી મુજને છેલછબીલે છાંટી, જમુના જલમાં રંગ ગુલાબી વા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|છેલછબીલે| પ્રિયકાન્ત મણિયાર}} | |||
<poem> | <poem> | ||
છેલછબીલે છાંટી મુજને છેલછબીલે છાંટી, | છેલછબીલે છાંટી મુજને છેલછબીલે છાંટી, |
Revision as of 08:46, 12 July 2021
છેલછબીલે
પ્રિયકાન્ત મણિયાર
છેલછબીલે છાંટી મુજને છેલછબીલે છાંટી,
જમુના જલમાં રંગ ગુલાબી વાટી...
છેલછબીલે છાંટી!
અણજાણ અકેલી વહી રહી હું મૂકી મારગ ધોરી,
કહીં થકી તે એક જડી ગઈ હું જ રહેલી કોરી;
પાલવ સાથે ભાત પડી ગઈ ઘટને માથે ઘાટી!
છેલછબીલે છાંટી!
શ્રાવણનાં સોનેરી વાદળ વરસ્યાં ફાગણ માસે,
આજ નીસરી બ્હાર બાવરી એ જ ભૂલ થૈ ભાસે;
સળવળ સળવળ થાય ઉરે જ્યમ પ્હેલી પ્હેરી હો કાંટી!
છેલછબીલે છાંટી!
તરબોળ ભીંજાણી થથરી રહી હું કેમ કરીને છટકું,
માધવને ત્યાં મનવી લેવા કરીને લોચન-લટકું,
જવા કરું ત્યાં એની નજરની અંતર પડતી આંટી!
છેલછબીલે છાંટી!