અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયન્ત પાઠક/ઘેર પાછો ફરું છું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> ચાલું છું તો પડતી પગલી ધૂળમાં ન્હાનલી શી, બોલું છું તો પડત પડઘા બ...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|ઘેર પાછો ફરું છું|જયન્ત પાઠક}}
<poem>
<poem>
ચાલું છું તો પડતી પગલી ધૂળમાં ન્હાનલી શી,
ચાલું છું તો પડતી પગલી ધૂળમાં ન્હાનલી શી,

Revision as of 08:57, 12 July 2021

ઘેર પાછો ફરું છું

જયન્ત પાઠક

ચાલું છું તો પડતી પગલી ધૂળમાં ન્હાનલી શી,
બોલું છું તો પડત પડઘા બોલીના કાલી કાલી;
ચારે બાજુ નજર કરું છું : આંખમાં છાય લાલી
પ્હેલીવ્હેલી અચરજ તણી ઊઘડેલી ઉષાની!
લલ્‌કારું છું ગીત, ભીતરથી એક ઝીણી સિસોટી
વાગે, જાગે અલસ વનને છાંય સૂતી પરીઓ;
લંબાવું છું કર : લઘુક થૈ ચાટતા ભીની માટી
ચાલુ સડ્કે : દીસતી ધૂળમાં ઊપડેલી ખરીઓ!
આ તે કેવો અનુભવ! બધું બે જણાતું અહીં આ
ભોમે; જૂનું નવું અતીત ને આજનું એકસાથે!
થોડો જાણે સમય પથમાં ચાલી પાછો ફરે છે;
એકાવસ્થા થકી અવરમાં આવજાઓ કરે છે!
લાગે સાથે સમયની હુંયે આવજાઓ કરું છું :
ચાલું થોડે દૂર લગી, વળી ઘેર પાછો ફરું છું.

(બે અક્ષર આનન્દના, ૧૯૯૨, પૃ. ૩૮)