અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/ચરણ રૂકે ત્યાં કાશી: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> {{space}}જ્યાં ચરણ રૂકે ત્યાં કાશી, {{space}}ઝાકળનાં બિંદુમાં જોયો {{space}}{{space}...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|ચરણ રૂકે ત્યાં કાશી|હરીન્દ્ર દવે}} | |||
<poem> | <poem> | ||
{{space}}જ્યાં ચરણ રૂકે ત્યાં કાશી, | {{space}}જ્યાં ચરણ રૂકે ત્યાં કાશી, |
Revision as of 09:34, 12 July 2021
ચરણ રૂકે ત્યાં કાશી
હરીન્દ્ર દવે
જ્યાં ચરણ રૂકે ત્યાં કાશી,
ઝાકળનાં બિંદુમાં જોયો
ગંગાનો જલરાશિ.
જ્યાં પાય ઊઠે ત્યાં રાજમાર્ગ, જ્યાં તરતો ત્યાં મહાસાગર,
જે ગમ ચાલું એ જ દિશા, મુજ ધ્રુવ વ્યાપે સચરાચર;
થીર રહું તો સરકે ધરતી
હું તો નિત્ય પ્રવાસી.
સ્પરશું તો સાકાર, ન સ્પરશું તો જે ગેબી માયા,
હું જ ઉકેલું, હું જ ગૂંચવું, એવા ભેદ છવાયા;
હું જ કદી લપટાઉં જાળમાં
હું જ રહું સંન્યાસી.
હું જ વિલાસે રમું, ધરી લઉં છું જ પરમનું ધ્યાન;
કદી અચાનક રહું, જાચી લઉં કદી દુષ્કર વરદાન;
મોત લઉં હું માગી, જે પળ,
લઉં સુધારસ પ્રાશી!