કવિલોકમાં/અધ્યાત્મભાવના છત્ર નીચે: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| અધ્યાત્મભાવના છત્ર નીચે | }} {{Poem2Open}} <poem> વરદા, સુન્દરમ્, પ્રકા. આર. આર. શેઠ, અમદાવાદ-મુંબઈ, ૧૯૯૦ </poem> ૧૯૫૧માં 'યાત્રા' પછી છેક ૧૯૯૦માં 'વરદા'. ઓગણચાલીસ વર્ષ સુધી સુન્દરમના કાવ્યસંગ્ર...")
 
No edit summary
Line 21: Line 21:
* સુરના તરુથી વેડી લાવું છું કલ્પનું ફલ,  
* સુરના તરુથી વેડી લાવું છું કલ્પનું ફલ,  
   ગૂંથું છું સૃષ્ટિને કેશે સિદ્ધિનું રક્તઉત્પલ.
   ગૂંથું છું સૃષ્ટિને કેશે સિદ્ધિનું રક્તઉત્પલ.
</poem>
આમાં ઉમેરાય છે અનુષ્ટુપની પ્રભાવકતા. કાવ્યમયતાની આ તાજગીભરી આબોહવામાં ધુમ્રસેરની જેમ આમતેમ ફંટાતો વિચારદોર પણ જાણે અબાધક બની જાય છે. ‘ઈશ-આવાસ'ના ઉપજાતિમાં પણ કવિની વિચારગતિ હળવી ને અભિવ્યક્તિ સ્ફૂર્તિમંત રહી છે.
પણ ગીતપ્રકારની અને પરંપરિત લયની રચનાઓનું આકર્ષણ જુદું જ છે. એમાં અધ્યાત્મવિષય વિવિધ અને ચમત્કાર અભિવ્યક્તિ-તરાહથી રજૂઆત પામ્યો છે. 'આવ ધરા' છે તો પરમ તત્ત્વ તરફની ગતિના ઉદ્બોધનનું કાવ્ય. પણ પરમ તત્ત્વ પોતે જ ધરાને પોતાની પાસે આવવા નિમંત્રણ આપી રહેલ છે ને એ તો છે પાછી એની પ્રિયતમા- આ જાતની કલ્પનાએ તદનુરૂપ વર્ણનછટા તથા ઉક્તિછટાને અવકાશ આપી ઉદ્બોધનના કાવ્યને એક નવીન સૌંદર્યથી રસી દીધું છે, પરંપરિત લયના નિયોજને ઉદ્ગારને મોકળાશ અને સ્વાભાવિકતા અર્પી છે. 'આવોજી, આવોજી’ અને ‘વસંતરાજ’ જેવાં ગીતોમાં ન્હાનાલાલીય છટા સાર્થક બની છે. પહેલા ગીતમાં ભજનકાવ્યની સરળ ભાવમયતા અને પ્રસાદમધુર શબ્દરચના છે, તો બીજા ગીતમાં એક દોરમાં જુદાંજુદાં મોતીઓ પરોવતા જવાની લોકગીત-શૈલીનો સર્જકતાભર્યો વિનિયોગ છે. એની છેલ્લી એક કડીની અદ્ભુત ચોટ જુઓ :
<poem>
ઝલકે મલકે છે તારાં નેણલાં, હો માણારાજ,
આપે તો એક મીટ આપજે,
મારે તો એક મીટ ઝાઝી, હો માણારાજ,
સૌને સોહાગ તારા આપજે.
</poem>
અહીં ‘માણારાજ' છે તે આગલી કડીઓમાં ‘વસંતરાજ' 'ગગનરાજ' 'પવનરાજ’ ને ‘સાગરરાજ' છે ને બધે કવિએ ચાવીરૂપ શબ્દોના ફરકથી એને અનુરૂપ સામગ્રી આણી છે અને વિશિષ્ટ ઝંખનાચિત્ર ઉપસાવ્યું છે. 'આવશે'માં અતીન્દ્રિય અનુભવની વાતને અદ્ભુત રમણીય ઇન્દ્રિયગોચર ચિત્રોમાં બાંધી છે :
<poem>
* ઊગશે આકાશે કૈંક હેમલા પોયણિયું ને
છૂટશે દિશાના કૈંક રૂંધાયેલા કંઠ,
* આદિની વિજોગણ કેરા ટળશે વિયોગ, એના
સેંથલે સિંદુર આવી ભરશે ભરથાર,
</poem>
'ગૂંથ રે, માલણિયા'નાં ચિત્રોમાં ભાષાનો વ્યવસ્થાભંગ આપણને વિસ્મયાનંદની હેલીમાં નવડાવે એવો છે :
<poem>
સૂતી રે દિશાનાં કીધાં મખમલ ઓશીકાં, માલણ,
જાગતાં ગગનિયાંની સેજ રે,
પિયુનાં તળાંસું હું તો કમલચરણિયાં ને
ઢોળું મારા પાલવડે હેજ રે.
</poem>
‘મીરાંની રીત'માં મીરાંની વાતને છાજે એવો જ સરળતા સાથે માર્મિકતાનો યોગ છે, તો 'ચલ, પવનની પાવડી' જેવા ગીતમાં હિંદી-ગુજરાતી ભાષાની ગૂંથણીનો કૌતુકભર્યો પ્રયોગ છે.
સંગ્રહનાં પ્રકૃતિનાં કહેવાય એવાં કાવ્યો કેવળ પ્રકૃતિનું વર્ણન કરવા તો ભાગ્યે જ તકાયેલાં છે. “ગિરિ ગિરનાર,' 'કોડાઈકૅનાલ’ 'દક્ષિણા દિક્' વગેરે સ્થળવિશેષનાં કાવ્યોમાં પણ એમ જ બન્યું છે. 'ગિરિ ગિરનાર'ની સૉનેટમાળામાં માત્ર ભૌતિક ઊર્ધ્વ-આરોહણની નહીં, ચૈતસિક ઊર્ધ્વ-આરોહણની પણ કથા છે; માત્ર પ્રકૃતિલોકના ઉઘાડનું વર્ણન નથી, ભાવનાલોકનો ઉઘાડ પણ એની સાથે વણાયેલો છે. 'કોડાઈકૅનાલ' વિશેના બે કાવ્યપ્રયોગોમાં એ સ્થળની એક નિજી વિશિષ્ટ સંવેદનસ્મૃતિ જ કેન્દ્રમાં છે. 'દક્ષિણ દિફ'માં દક્ષિણ પ્રદેશની ગિરિમાળાઓ, વૃક્ષરાજિઓ, ધરાતલ અને ખેતરો વગેરેનું વર્ણન છે. પણ વસ્તુતઃ એ મનોરમ અલંકારારોપણોથી થયેલું લાક્ષણિક સૌન્દર્ય-દર્શન છે અને અંતે પાંચાલીનાં ચીર પૂરનાર કૃષ્ણની શોધનો તંતુ ગૂંથી કાવ્યને આધ્યાત્મિક વળાંક આપ્યો છે. ‘આ હવા’માં સજીવારોપણ વ્યાપારથી હવાની ગતિલીલાને વર્ણવી છે એમ પ્રથમ દૃષ્ટિએ લાગે. પણ ખરેખર તો એક નારીપાત્ર સંદર્ભે જ હવાની ગતિલીલા વર્ણવાઈ છે ને તેથી કાવ્ય પરિણમે છે જાણે માનવભાવલીલાના નિરૂપણમાં. 'અગાધ ભરતી' જેવા સૉનેટમાં પ્રાકૃતિક ઘટનાના સાદૃશ્યથી અંગત લાગણીને આલેખવાની ચિરપરિચિત કાવ્યરીતિ જોવા મળે છે. ‘ત્રિ—વલ્લી'નાં 'સ્વપ્ન' 'અપ્સરા' ને 'ધરણી' એ ત્રણે કાવ્યો સુંદર પ્રકૃતિચિત્રો આલેખે છે પણ એ પ્રકૃતિચિત્રો કવિની કલ્પકતાનાં ફરજંદ છે, એક સ્વપ્નિલ આભાથી એ રસાયેલાં છે.
સુંદરમનાં સર્વ પ્રકૃતિચિત્રો છેવટે તો એક યા બીજા પ્રકારનાં ભાવચિત્રો બનવા કરે છે. કવિની કલ્પના, ભાવના, વિસ્મય, ઉલ્લાસ, ઝંખનાનો રંગ એને લાગેલો હોય છે. પ્રકૃતિદર્શન એ સૌંદર્યદર્શન, ભાવનાદર્શન, રહસ્યદર્શન હોય છે. આવા અનન્ય દર્શનને અવતારવા મથતી કવિની ભાષાભિવ્યક્તિ પણ વિલક્ષણ બને છે. ઉત્પ્રેક્ષા, રૂપક. અતિશયોક્તિ આદિ અલંકારોનો તો એ આશ્રય લે જ છે. પણ તે ઉપરાંત પદાર્થોની ઘણી તોડ-જોડ કરે છે, વાગ્મિતાનાં ઘણાં ઓજારોને કામે લગાડે છે, શબ્દ-વાક્યના અનેક પ્રકારના લય સર્જે છે. 'ડુંગરિયો પીર' રહસ્યાવૃત પ્રકૃતિદર્શનનો એક ઉત્કટ નમૂનો છે.
માનવી ચંદ્ર પર પહોંચ્યો એ ઘટનાને અનુલક્ષીને રચાયેલાં ત્રણ કાવ્યો છે એની નોંધ અહીં ખાસ લેવી જોઈએ. માણસ ચંદ્ર પર પહોંચ્યો તે ઘટનાએ રંગદર્શી વૃત્તિથી આપણે ચંદ્ર પર જે લપેડા લગાવેલા તે ઉખાડી નાખીને એની સ્થૂળ ભૌતિક વાસ્તવિકતા છતી કરી આપી. ‘ચંદ્ર' શીર્ષક નીચે મુકાયેલાં બે કાવ્યોમાંથી એક ‘દર્શન'માં કવિએ એ નીરસ વાસ્તવિકતાનું ચિત્રણ કરી પૃથ્વીપ્રેમને ઉઠાવ આપ્યો છે. પરંતુ સુન્દરમ્-દર્શન આ વાસ્તવદર્શનની નોંધ લે, પણ એમાં સીમિત ન રહી શકે. એ ‘દર્શન’ની સાથે જ 'આરાધના' નામક તિથિકાવ્ય મૂકે છે. પ્રસંગોપાત્ત વિનોદનો સૂર લઈને આવતું આ કાવ્ય અંતે તો સૌંદર્યમૂર્તિ — રસમૂર્તિની આરાધનાનું. એની સાથેની અદ્વૈતસાધનાનું કાવ્ય બને છે. પ્રતિપદાથી પૂર્ણિમા સુધીનો દર્શનવિકાસ એમાં લાક્ષણિક રીતે આલેખાયો છે. આ બીજું કાવ્ય મૂકીને પહેલા કાવ્યના વાસ્તવદર્શનની સીમિતતા કવિએ સૂચવી દીધી છે.
‘ચંદ્રમિલન'માં તો ચંદ્ર વિશેની આપણી પરંપરાગત કલ્પનાને અળગી કર્યા વિના જ મિલનનું ચિત્ર આપ્યું છે?
<poem>
એ કામિનીના સ્તબ્ધ હૃદય પર ધબકત આ દિલ ધાર્યું.
એના કર્ણ વિષે જઈ શાશ્વત ગુંજન અમ ઉચ્ચાર્યું.
</poem>
</poem>
{{Poem2Close}}
{{Poem2Close}}
19,010

edits