અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/વરસતાં જઈએ: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઈએ, ઝાંઝવાં હો કે હો દરિયાવ, તરસતાં...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|વરસતાં જઈએ|હરીન્દ્ર દવે}} | |||
<poem> | <poem> | ||
ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઈએ, | ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઈએ, |
Revision as of 09:40, 12 July 2021
વરસતાં જઈએ
હરીન્દ્ર દવે
ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઈએ,
ઝાંઝવાં હો કે હો દરિયાવ, તરસતાં જઈએ.
મોતના દેશથી કહે છે કે બધાં ભડકે છે,
કૈં નથી કામ, છતાં ચાલ, અમસ્તાં જઈએ.
આપણે ક્યાં છે મમત એક જગાએ રહીએ,
માર્ગ માગે છે ઘણાં, ચાલ ને, ખસતાં જઈએ.
સાવ નિર્જન છે આ વેરાન, બીજું શું કરીએ,
બાંધીએ એક નગર, ને જરા વસતાં જઈએ.
તાલ દેનારને પળ એક મૂંઝવવાની મઝા,
રાગ છેડ્યો છે રુદનનો, છતાં હસતાં જઈએ.
(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૪૫૩)