અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જગદીશ જોષી/અમે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> ખોબો ભરીને અમે એટલું હસ્યાં {{space}}કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં. ખટ...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|અમે|જગદીશ જોષી}}
<poem>
<poem>
ખોબો ભરીને અમે એટલું હસ્યાં
ખોબો ભરીને અમે એટલું હસ્યાં

Revision as of 10:04, 12 July 2021

અમે

જગદીશ જોષી

ખોબો ભરીને અમે એટલું હસ્યાં
         કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.
ખટમીઠાં સપનાંઓ ભૂરાં ભૂરાં
કુંવારાં સોળ વરસ તૂરાં તૂરાં
         અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં
         કે હોડી-ખડક થઈ અમને નડ્યાં.
ક્યાં છે વીંટી અને ક્યાં છે રૂમાલ?
ઝૂરવા કે જીવવાના ક્યાં છે સવાલ!
         કૂવો ભરીને અમે એટલું રડ્યાં
         કે ખોબો ભરીને અમે મોહી પડ્યાં.