31,395
edits
(+1) |
(+1) |
||
| Line 3: | Line 3: | ||
{{Heading|૧. લેડી વીથ અ ડૉટ}} | {{Heading|૧. લેડી વીથ અ ડૉટ}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
રાજીવ અને અલ્પા હંમેશની જેમ બે ગાડી લઈને શનિવારની પાર્ટીમાં ગયાં હતાં. રાજીવ જમીને વહેલો નીકળી જાય. અલ્પા છેલ્લે સુધી મદદ કરાવીને નીકળે. | રાજીવ અને અલ્પા હંમેશની જેમ બે ગાડી લઈને શનિવારની પાર્ટીમાં ગયાં હતાં. રાજીવ જમીને વહેલો નીકળી જાય. અલ્પા છેલ્લે સુધી મદદ કરાવીને નીકળે. | ||
પાછા ફરતાં અલ્પાને યાદ આવ્યું કે ઘરમાં દૂધ ખલાસ થઈ ગયું છે. રાતના સાડા અગિયાર થયેલા. એણે ચોવીસ કલાક ખુલ્લા રહેતા ‘શોપ રાઇટ’ સુપરમાર્કેટના પાર્કિંગ લૉટમાં ગાડી પાર્ક કરી. અલ્પાએ જોયું કે સુપરમાર્કેટની બહાર થોડા છોકરાઓ ઊભા ઊભા ગપ્પાં મારતા હતા. કોઈ સિગારેટ પીતું હતું, કોઈના હાથમાં બીયરનું કૅન હતું. પાર્ટીમાં જ કોઈએ વાત કરી હતી કે અમેરિકન ટીન-એજર્સ ભારતીય સ્ત્રીઓને કપાળે ચાંલ્લો જોઈને ભડકે છે. અલ્પાએ ચાંલ્લો ઉખેડીને સ્ટિયરિંગ વ્હીલ પર ચિટકાવ્યો. ડાબે ખભે સાડીને સેફ્ટી પિન મારી હતી એ કાઢીને પર્સમાં મૂકી. સાડીનો પાલવ આગળ લાવી ગળાનાં ઘરેણાં ઢાંકી દીધાં. ગાડી લૉક કરી સુપરમાર્કેટના બારણા પાસે આવી. છોકરાઓનું ટોળું સહેજ ખસ્યું. | પાછા ફરતાં અલ્પાને યાદ આવ્યું કે ઘરમાં દૂધ ખલાસ થઈ ગયું છે. રાતના સાડા અગિયાર થયેલા. એણે ચોવીસ કલાક ખુલ્લા રહેતા ‘શોપ રાઇટ’ સુપરમાર્કેટના પાર્કિંગ લૉટમાં ગાડી પાર્ક કરી. અલ્પાએ જોયું કે સુપરમાર્કેટની બહાર થોડા છોકરાઓ ઊભા ઊભા ગપ્પાં મારતા હતા. કોઈ સિગારેટ પીતું હતું, કોઈના હાથમાં બીયરનું કૅન હતું. પાર્ટીમાં જ કોઈએ વાત કરી હતી કે અમેરિકન ટીન-એજર્સ ભારતીય સ્ત્રીઓને કપાળે ચાંલ્લો જોઈને ભડકે છે. અલ્પાએ ચાંલ્લો ઉખેડીને સ્ટિયરિંગ વ્હીલ પર ચિટકાવ્યો. ડાબે ખભે સાડીને સેફ્ટી પિન મારી હતી એ કાઢીને પર્સમાં મૂકી. સાડીનો પાલવ આગળ લાવી ગળાનાં ઘરેણાં ઢાંકી દીધાં. ગાડી લૉક કરી સુપરમાર્કેટના બારણા પાસે આવી. છોકરાઓનું ટોળું સહેજ ખસ્યું. | ||
| Line 67: | Line 67: | ||
‘મરચું? શેનું મરચું?’ કહી અલ્પાએ એક સ્લાઇઝ પોતાના માટે લીધી. | ‘મરચું? શેનું મરચું?’ કહી અલ્પાએ એક સ્લાઇઝ પોતાના માટે લીધી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||