અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નલિન રાવળ/કહીં જશે ?: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> પતંગિયાની પાંખ મહીંથી પ્રગટી પેલી સવાર ક્યાં ગઈ? કૂકડાની કલગીન...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|કહીં જશે ?| નલિન રાવળ}} | |||
<poem> | <poem> | ||
પતંગિયાની પાંખ મહીંથી પ્રગટી | પતંગિયાની પાંખ મહીંથી પ્રગટી |
Revision as of 10:11, 12 July 2021
કહીં જશે ?
નલિન રાવળ
પતંગિયાની પાંખ મહીંથી પ્રગટી
પેલી સવાર
ક્યાં ગઈ?
કૂકડાની કલગીના જેવી તોરભરી ને મોહક
પેલી બપોર
ક્યાં ગઈ?
ધણ-ધેનુની ખરી મહીંથી ઊડી રહી
રે મ્હેકભરી એ સાંજ
ગઈ ક્યાં?
કહીં જશે
આ ફૂલ સરીખા ફૂટ્યા તારા
કહીં જશે?
આ આભે ખીલી રાત, અને આ રાત મહીં જે ખીલ્યાં
શમણાં મારાં?