31,386
edits
(+1) |
No edit summary |
||
| Line 15: | Line 15: | ||
આટલી ભૂમિકા સ્પષ્ટ કર્યા પછી આપણે એમ નોંધીશું કે કવિતાની પદ્યરચના, પદબંધ, અને લયવિધાનના પ્રશ્ને આપણા અનેક તરુણ કવિઓ એટલા જાગૃત રહ્યા દેખાતા નથી. અછાંદસ રીતિની તેમની અસંખ્ય રચનાઓ સજીવ અને સક્ષમ લયના અભાવમાં વત્તેઓછે અંશે વણસી જવા પામી છે. અછાંદસ બંધમાં લખવા પ્રેરાતા કવિ સામે મૂળથિ એક જોખમ રહ્યું છે. તેની રચના પાછળ લયતત્ત્વ સાવ ક્ષીણ અને નિર્બળ હોય તો તેની ભાષાભિવ્યક્તિમાં જોડાતાં ભાષાતત્ત્વો પરસ્પરથી વિચ્છિન્ન બની જાય એવો મોટો ભય છે. વાસ્તવમાં લયનાં વિભિન્ન આવર્તનો કૃતિના સંયોજનમાં વિભિન્ન સ્તરોએથી સંયોજક બળ તરીકે મહત્ત્વનો ભાગ ભજવે છે. કૃતિના વાક્યખંડો કે શબ્દસમૂહોને આત્મસંવાદી બનાવવામાં અને તેને એકતા અર્પવામાં, અમુક શબ્દ/ અર્થ પર ભાર યોજીને તેને સમુચિત ઉપસાવવામાં, વિભિન્ન કલ્પનોના અર્થસંકુલનો ઉપચય કરાવી આપવામાં, અને પંક્તિઓ/ કંડિકાઓના સંયોજનમાં લયતત્ત્વ એક યા બીજી રીતે ચોક્કસ સમર્પક બને છે. | આટલી ભૂમિકા સ્પષ્ટ કર્યા પછી આપણે એમ નોંધીશું કે કવિતાની પદ્યરચના, પદબંધ, અને લયવિધાનના પ્રશ્ને આપણા અનેક તરુણ કવિઓ એટલા જાગૃત રહ્યા દેખાતા નથી. અછાંદસ રીતિની તેમની અસંખ્ય રચનાઓ સજીવ અને સક્ષમ લયના અભાવમાં વત્તેઓછે અંશે વણસી જવા પામી છે. અછાંદસ બંધમાં લખવા પ્રેરાતા કવિ સામે મૂળથિ એક જોખમ રહ્યું છે. તેની રચના પાછળ લયતત્ત્વ સાવ ક્ષીણ અને નિર્બળ હોય તો તેની ભાષાભિવ્યક્તિમાં જોડાતાં ભાષાતત્ત્વો પરસ્પરથી વિચ્છિન્ન બની જાય એવો મોટો ભય છે. વાસ્તવમાં લયનાં વિભિન્ન આવર્તનો કૃતિના સંયોજનમાં વિભિન્ન સ્તરોએથી સંયોજક બળ તરીકે મહત્ત્વનો ભાગ ભજવે છે. કૃતિના વાક્યખંડો કે શબ્દસમૂહોને આત્મસંવાદી બનાવવામાં અને તેને એકતા અર્પવામાં, અમુક શબ્દ/ અર્થ પર ભાર યોજીને તેને સમુચિત ઉપસાવવામાં, વિભિન્ન કલ્પનોના અર્થસંકુલનો ઉપચય કરાવી આપવામાં, અને પંક્તિઓ/ કંડિકાઓના સંયોજનમાં લયતત્ત્વ એક યા બીજી રીતે ચોક્કસ સમર્પક બને છે. | ||
પણ લયનાં આવર્તનો કાવ્યભાષાનાં લાંબાટૂંકાં રૂપો નિર્માણ કરવામાં જે રીતે ભારે નિર્ણાયક ભાગ ભજવે છે, તે હકીકત આપણે માટે અહીં એટલી જ બલકે સવિશેષ મહત્ત્વની છે. વાસ્તવમાં લયવિધાનના પ્રશ્નોને કૃતિના ભાષાભિવ્યક્તિ, પદબંધ અને સંરચનાના પ્રશ્નોથી અલગ નિરપેક્ષપણે વિચારી શકાય જ નહિ. કેમ કે લયનું પ્રવર્તન કે આવર્તન કવિતાની ભાષામાં સાદ્યત વિધાયક બળ બને છે. જરા વધુ સ્પષ્ટ થઈએ તો, રચનાબંધમાં જોડાઈને આવતાં વાક્યો/વાક્યાંશોના અન્વય અને પદક્રમ પર, તેમ જ શબ્દોની morphology પર, લયતત્ત્વની સીધી અસર પડે છે. પરંપરિત ઝૂલણા કે પરંપરિત હરિગીતમાં રચાતી કવિતા અને સર્વથા અછાંદસમાં રચાતી કવિતા – એ બેના ભાષાસંવિધાનમાં ઘણી ભિન્નતા સંભવી શકે છે. અલબત્ત, લયના સંવિધાયક તત્ત્વના અભાવમાં કાવ્યભાષા સ્થગિત થઈ જાય અને કાવ્યતત્ત્વ રુંધાઈ જાય એ જેમ સાચું છે તેમ એ ય સાચું છે કે લયનો પ્રબળ અન્વય ધરાવતી પંક્તિઓ એમાંની કલ્પનશ્રેણિઓની સંગતિ અને સુગ્રથિતતાના અભાવે પણ વણસી જાય એમ બનતું હોય છે. | પણ લયનાં આવર્તનો કાવ્યભાષાનાં લાંબાટૂંકાં રૂપો નિર્માણ કરવામાં જે રીતે ભારે નિર્ણાયક ભાગ ભજવે છે, તે હકીકત આપણે માટે અહીં એટલી જ બલકે સવિશેષ મહત્ત્વની છે. વાસ્તવમાં લયવિધાનના પ્રશ્નોને કૃતિના ભાષાભિવ્યક્તિ, પદબંધ અને સંરચનાના પ્રશ્નોથી અલગ નિરપેક્ષપણે વિચારી શકાય જ નહિ. કેમ કે લયનું પ્રવર્તન કે આવર્તન કવિતાની ભાષામાં સાદ્યત વિધાયક બળ બને છે. જરા વધુ સ્પષ્ટ થઈએ તો, રચનાબંધમાં જોડાઈને આવતાં વાક્યો/વાક્યાંશોના અન્વય અને પદક્રમ પર, તેમ જ શબ્દોની morphology પર, લયતત્ત્વની સીધી અસર પડે છે. પરંપરિત ઝૂલણા કે પરંપરિત હરિગીતમાં રચાતી કવિતા અને સર્વથા અછાંદસમાં રચાતી કવિતા – એ બેના ભાષાસંવિધાનમાં ઘણી ભિન્નતા સંભવી શકે છે. અલબત્ત, લયના સંવિધાયક તત્ત્વના અભાવમાં કાવ્યભાષા સ્થગિત થઈ જાય અને કાવ્યતત્ત્વ રુંધાઈ જાય એ જેમ સાચું છે તેમ એ ય સાચું છે કે લયનો પ્રબળ અન્વય ધરાવતી પંક્તિઓ એમાંની કલ્પનશ્રેણિઓની સંગતિ અને સુગ્રથિતતાના અભાવે પણ વણસી જાય એમ બનતું હોય છે. | ||
આ રીતે આપણા કવિઓ સામે પદ્યબંધ અને લયસંયોજનના પ્રશ્નો પડકાર બનીને આવે છે. અક્ષરમેળ, માત્રામેળ, સંખ્યામેળ અને અછાંદસ – એ દરેક રચનાબંધીની અમુક આંતરિક ક્ષમતાઓ છે, તોએ દરેકને એનાં ભયસ્થાનો પણ છે. એટલે આજે આધુનિક સંવિદને પ્રગટ કરવા ચાહતા તરુણ કવિએ વિભિન્ન રચનાબંધની ક્ષમતા-અક્ષમતાઓને, તેની સબળતા-નિર્બળતાઓને, સમજી લેવાનું અનિવાર્ય બને છે. અછાંદસ રચનારીતિની મર્યાદાઓ અને મુશ્કેલીઓનો તેને ખ્યાલ આવીજાય તો તેણે જુદા જ લયબંધ તરફ વળવું પડે, પણ અક્ષરમેળનો આશ્રય લઈને ચાલતાં તેનો પ્રશ્ન ઉકલી જ જશે એમ માનવું વધારે પડતું છે. કેમ કે ખરો પ્રશ્ન કવિના ભાવસંવેદનને અનુરૂપ રચનાપ્રક્રિયાનો છે, સર્જકતાની નિજી એવી ભૂમિકાનો છે, અને કાવ્યની પોતીકી વિભાવનાનો છે, વર્ણ્યવસ્તુના સ્વરૂપબોધ અને રહસ્યબોધને લગતો આ નિર્ણાયક પ્રશ્ન છે. કવિને ખરેખર પોતાના ચિત્તમાં જન્મેલા સંકુલ અનુભવને એની સજીવ રેખાઓમાં ઝીલવો છે, અને જો એ અનુભવને એની સમગ્ર સંકુલતામાં પ્રસ્તુત કરવો છે, તો અક્ષરમેળ છંદોનાં ચુસ્ત માળખાં તેને ક્યાં સુધી ઉપયોગી કે અનુકૂળ બેન તે વિચારણીય પ્રશ્ન લાગે | આ રીતે આપણા કવિઓ સામે પદ્યબંધ અને લયસંયોજનના પ્રશ્નો પડકાર બનીને આવે છે. અક્ષરમેળ, માત્રામેળ, સંખ્યામેળ અને અછાંદસ – એ દરેક રચનાબંધીની અમુક આંતરિક ક્ષમતાઓ છે, તોએ દરેકને એનાં ભયસ્થાનો પણ છે. એટલે આજે આધુનિક સંવિદને પ્રગટ કરવા ચાહતા તરુણ કવિએ વિભિન્ન રચનાબંધની ક્ષમતા-અક્ષમતાઓને, તેની સબળતા-નિર્બળતાઓને, સમજી લેવાનું અનિવાર્ય બને છે. અછાંદસ રચનારીતિની મર્યાદાઓ અને મુશ્કેલીઓનો તેને ખ્યાલ આવીજાય તો તેણે જુદા જ લયબંધ તરફ વળવું પડે, પણ અક્ષરમેળનો આશ્રય લઈને ચાલતાં તેનો પ્રશ્ન ઉકલી જ જશે એમ માનવું વધારે પડતું છે. કેમ કે ખરો પ્રશ્ન કવિના ભાવસંવેદનને અનુરૂપ રચનાપ્રક્રિયાનો છે, સર્જકતાની નિજી એવી ભૂમિકાનો છે, અને કાવ્યની પોતીકી વિભાવનાનો છે, વર્ણ્યવસ્તુના સ્વરૂપબોધ અને રહસ્યબોધને લગતો આ નિર્ણાયક પ્રશ્ન છે. કવિને ખરેખર પોતાના ચિત્તમાં જન્મેલા સંકુલ અનુભવને એની સજીવ રેખાઓમાં ઝીલવો છે, અને જો એ અનુભવને એની સમગ્ર સંકુલતામાં પ્રસ્તુત કરવો છે, તો અક્ષરમેળ છંદોનાં ચુસ્ત માળખાં તેને ક્યાં સુધી ઉપયોગી કે અનુકૂળ બેન તે વિચારણીય પ્રશ્ન લાગે છે. અને, વળી એમ પણ સ્પષ્ટ કરવું જોઈએ કે, કાવ્યરચના માટે કોઈ ઐતિહાસિક/પૌરાણિક પાત્ર કે ઘટના કે એવી કોઈ વસ્તુનો સંદર્ભ મળ્યો હોય તેથી એના આલેખનમાં એવો અક્ષરમેળનો બંધ ઉપકારક બની જ જશે એમ પણ ન કહી શકાય. કેમ કે એવા કોઈ પાત્ર કે ઘટનાનો સંદર્ભ પણ કવિના આત્મલક્ષી સંવેદનને રજૂ કરવા Objective correlativeના રૂપમાં આવી મળ્યો હોય તો તેવા પ્રસંગમાં પણ આંતરિક સંચલનોના ગતિલયને અનુરૂપ એવા અનુનેય પદ્યબંધની અપેક્ષા રહે છે. તાત્પર્ય કે કાવ્યરચનામાં પદ્યબંધ અને લયવિધાનના પ્રશ્નોનો તેની વર્ણ્યસામગ્રી અને અભિવ્યક્તિની રીતિથિ અલગ અને નિરપેક્ષપણે ખ્યાલ કરી શકાય નહિ. એટલે પ્રશ્નોનો પ્રશ્ન તરુણ કવિ સર્જકતાની કોઈ ભૂમિકાએથી કામ કરવા માગે છે તેને લગતો છે. આપણા તરુણ કવિઓએ આછાંદસની મુશ્કેલીઓનો આજે સામનો કરવાનો છે, પણ એ માટે આપણી આખી કાવ્યપરંપરામાં ઉપસ્થિત થયેલા પદ્યબંધના પ્રશ્નોની ઊંડી સૂઝસમજ તેને આવશ્યક છે. | ||
આપણી આધુનિક લેખાતી કવિતા, આમ જુઓ તો, પ્રતીકાત્મક રીતિનો વિનિયોગ કરવા ચાહે છે. અજ્ઞાત ચિત્તનાં સંકુલ સંવેદનોને તરુણ કવિઓ કલ્પનો પ્રતીકો કે મિથનાં તત્ત્વોને આશ્રયે વ્યક્ત કરવા મથ્યા છે. વારંવાર તરુણ કવિના સંવેદનમાં કશુંક કપોલકલ્પિત કે મિથિકલ કે એબ્સર્ડનું તત્ત્વ અસંપ્રજ્ઞાત સ્તરે સંકળાતું રહ્યું છે. સર્જકનો ક્રિયેટિવ સેલ્ફ સંવેદનની અંતર્ગત આવાં તત્ત્વોનો ઉપચય કરતો રહે છે. આથી આદુનિક રચનામાં વર્તુળના વ્યાસની જેમ કૃતિનેએક છેડેથી બીજે છેડે વ્યાપી લેતો નક્કર વિચાર શોધી કાઢવાનું મુશ્કેલ છે. કૃતિના વિકાસમાં દરેક તબક્કે સર્જકચેતના જ નિર્ણાયક બનીને પ્રવર્તે છે. કૃતિના સંયોજનની આ ભિન્ન પદ્ધતિ છે. અને તમે મેટાફરની નહિ મિટોનિમીની રચનારીતિ કહી શકો. પણ રચનાના સંવિધાનની આ રીતિ કવિ સામે એટલો જ મોટો પડકાર બની રહે છે. તેની કાવ્યચેતનાનો સ્રોત જો છીછરો અને ક્ષીણ હશે, તો રચનાના કોઈ તબક્કે ઇચ્છા કે આયાસપૂર્વક કૃતિનો સ્વીકાર કરવા તે પ્રેરાશે, અને એવી ક્ષણોમાં કશુંક કેવળ બૌદ્ધિક સ્તરે ઉદ્ભવેલું, અને તેથી સાવ આગંતુક તત્ત્વ એમાં ભળી જશે. દીર્ઘ વિસ્તારી કાવ્યરચનાઓમાં આવા આગંતુક અંશો પ્રવેશી જવાની ભીતિ વિશેષ રહે. વળી રચનાપ્રક્રિયા દરમ્યાન કવિ સ્વૈરપને ભાષાનો વિસ્તાર કરવા પ્રેરાય અને અમુક ભાષારૂપ પોતે જ સ્વસંચલિત થઈને અન્ય ભાષારૂપને જન્માવે, અને એ રીતના ભાષાકીય વિસ્તારમાં તેની નિયામક સર્જકચેતનાનું અનુસંધાન છૂટી જાય, તો એ તબક્કે રચના કેવળ જલ્પન બની બેસે એવો ભય છે. અલબત્ત, કૃતિમાં ગૂંથાઈ આવતું એકેએક વાક્ય કે વાક્યાંશ કે શબ્દરૂપ કૃતિના રહસ્યમાં ખરેખર સમર્પક (અને એ રીતે સાર્થક) બને છે કે કેમ તેનો નિર્ણય કરવાનું સહેલું નથી. | આપણી આધુનિક લેખાતી કવિતા, આમ જુઓ તો, પ્રતીકાત્મક રીતિનો વિનિયોગ કરવા ચાહે છે. અજ્ઞાત ચિત્તનાં સંકુલ સંવેદનોને તરુણ કવિઓ કલ્પનો પ્રતીકો કે મિથનાં તત્ત્વોને આશ્રયે વ્યક્ત કરવા મથ્યા છે. વારંવાર તરુણ કવિના સંવેદનમાં કશુંક કપોલકલ્પિત કે મિથિકલ કે એબ્સર્ડનું તત્ત્વ અસંપ્રજ્ઞાત સ્તરે સંકળાતું રહ્યું છે. સર્જકનો ક્રિયેટિવ સેલ્ફ સંવેદનની અંતર્ગત આવાં તત્ત્વોનો ઉપચય કરતો રહે છે. આથી આદુનિક રચનામાં વર્તુળના વ્યાસની જેમ કૃતિનેએક છેડેથી બીજે છેડે વ્યાપી લેતો નક્કર વિચાર શોધી કાઢવાનું મુશ્કેલ છે. કૃતિના વિકાસમાં દરેક તબક્કે સર્જકચેતના જ નિર્ણાયક બનીને પ્રવર્તે છે. કૃતિના સંયોજનની આ ભિન્ન પદ્ધતિ છે. અને તમે મેટાફરની નહિ મિટોનિમીની રચનારીતિ કહી શકો. પણ રચનાના સંવિધાનની આ રીતિ કવિ સામે એટલો જ મોટો પડકાર બની રહે છે. તેની કાવ્યચેતનાનો સ્રોત જો છીછરો અને ક્ષીણ હશે, તો રચનાના કોઈ તબક્કે ઇચ્છા કે આયાસપૂર્વક કૃતિનો સ્વીકાર કરવા તે પ્રેરાશે, અને એવી ક્ષણોમાં કશુંક કેવળ બૌદ્ધિક સ્તરે ઉદ્ભવેલું, અને તેથી સાવ આગંતુક તત્ત્વ એમાં ભળી જશે. દીર્ઘ વિસ્તારી કાવ્યરચનાઓમાં આવા આગંતુક અંશો પ્રવેશી જવાની ભીતિ વિશેષ રહે. વળી રચનાપ્રક્રિયા દરમ્યાન કવિ સ્વૈરપને ભાષાનો વિસ્તાર કરવા પ્રેરાય અને અમુક ભાષારૂપ પોતે જ સ્વસંચલિત થઈને અન્ય ભાષારૂપને જન્માવે, અને એ રીતના ભાષાકીય વિસ્તારમાં તેની નિયામક સર્જકચેતનાનું અનુસંધાન છૂટી જાય, તો એ તબક્કે રચના કેવળ જલ્પન બની બેસે એવો ભય છે. અલબત્ત, કૃતિમાં ગૂંથાઈ આવતું એકેએક વાક્ય કે વાક્યાંશ કે શબ્દરૂપ કૃતિના રહસ્યમાં ખરેખર સમર્પક (અને એ રીતે સાર્થક) બને છે કે કેમ તેનો નિર્ણય કરવાનું સહેલું નથી. | ||
કવિતાના રૂપનિર્માણના સંદર્ભે આમ પદ્યબંધ, લયવિધાન, અભિવ્યક્તિની રીતિ અને પદબંધના છેક પાયાના પ્રશ્નો પડેલા છે, અને એની સાથે સંકળાઈને કવિતાનો ‘અર્થ’, કવિસ્વર (poets voice)અથવા નેરેટરનો સ્વર (narrator’s voice), ટોન, પર્સન (persona), કવિવૃત્તિ (attitude) વગેરે મુદ્દાઓ પણ કાવ્યવિવેચનમાં સ્થાન લે છે. કૃતિમાં કવિના અર્થબોધ અને મૂલ્યબોધની ભૂમિકા અહીં આપણને મળે છે. કમનસીબે કાવ્યવિવેચનમાં આ ઓજારોનું આપણે ત્યાં ઝાઝું મહત્ત્વ દેખાતું નથી. પણ આપણે અહીં નોંધવું જોઈએ કે કાવ્યરચનામાં સ્વતંત્ર અને નિરપેક્ષ સર્જકચેતનાના વ્યાપારનો માત્ર સૈદ્ધાંતિક ભૂમિકાએથી સ્વીકાર કરીએ તેટલા માત્રથી કૃતિના વર્ણનવિશ્લેષણના જટિલ પ્રશ્નો ઊકલી જતા નથી. રચનામાં સિદ્ધ થતાં આવતાં સૂક્ષ્મતમ અર્થો અને અર્થચ્છાયાઓ અને સંવેદનનાં મૂલ્યોની ઓળખ માટે verbal text જ આપણે માટે સાચો આધાર બની રહે છે. કલ્પન પ્રતીક મિથ કે મેટાફર – એ સર્વ રચનાપ્રયુક્તિઓ આપણી સામે એક યા બીજી રીતની ભાષાકીય સંરચના રૂપે આવે છે. એટલે કવિની ભાષામાં સંયોજિત થતાં સ્થૂળસૂક્ષ્મ મૂર્તઅમૂર્ત સમવિષમ એવાં તત્ત્વો વચ્ચે આંતરિક સંગતિ, સમસંવાદ અને એકાત્મતા સિદ્ધ થયાં છે કે કેમ એ કાવ્યસમીક્ષાનો એક મહત્ત્વનો મુદ્દો બને છે. અને આપણે અહીં નોંધવું જોઈએ કે અછાંદસ રીતિમાં લખાતી રહેલી આપણી અસંખ્ય રચનાઓ આ કસોટી પરત્વે ઘણી ઊણી ઊતરે છે. પદબંધના સ્તરેથી એવી રચનાઓનું અવલોકન કરતાં તરત સ્પષ્ટ થશે કે એમાં વારંવાર અભિવ્યક્તિ કથળતી રહી છે. સશક્ત લયના નિયમના અભાવમાં ભાષાનો સ્વૈર વિસ્તાર થયો હોત ત્યાં ભાષાની શિથિલતા કે વ્યસ્તતા તરત ચાડી ખાય. પણ પોતનું ઝીણવટભર્યું અવલોકન કરતાં વળી તેમાંની અભિવ્યક્તિના સ્તરે રહી ગયેલી વિસંગતિઓ કે વિસંવાદિતાઓ તરત જડી આવશે. કમનસીબે આપણું કાવ્યવિવેચન ભાષાની પ્રક્રિયાના સ્તરોએથી આ જાતની તપાસ કરવા હજી ખાસ સક્રિય બન્યું નથી. | કવિતાના રૂપનિર્માણના સંદર્ભે આમ પદ્યબંધ, લયવિધાન, અભિવ્યક્તિની રીતિ અને પદબંધના છેક પાયાના પ્રશ્નો પડેલા છે, અને એની સાથે સંકળાઈને કવિતાનો ‘અર્થ’, કવિસ્વર (poets voice)અથવા નેરેટરનો સ્વર (narrator’s voice), ટોન, પર્સન (persona), કવિવૃત્તિ (attitude) વગેરે મુદ્દાઓ પણ કાવ્યવિવેચનમાં સ્થાન લે છે. કૃતિમાં કવિના અર્થબોધ અને મૂલ્યબોધની ભૂમિકા અહીં આપણને મળે છે. કમનસીબે કાવ્યવિવેચનમાં આ ઓજારોનું આપણે ત્યાં ઝાઝું મહત્ત્વ દેખાતું નથી. પણ આપણે અહીં નોંધવું જોઈએ કે કાવ્યરચનામાં સ્વતંત્ર અને નિરપેક્ષ સર્જકચેતનાના વ્યાપારનો માત્ર સૈદ્ધાંતિક ભૂમિકાએથી સ્વીકાર કરીએ તેટલા માત્રથી કૃતિના વર્ણનવિશ્લેષણના જટિલ પ્રશ્નો ઊકલી જતા નથી. રચનામાં સિદ્ધ થતાં આવતાં સૂક્ષ્મતમ અર્થો અને અર્થચ્છાયાઓ અને સંવેદનનાં મૂલ્યોની ઓળખ માટે verbal text જ આપણે માટે સાચો આધાર બની રહે છે. કલ્પન પ્રતીક મિથ કે મેટાફર – એ સર્વ રચનાપ્રયુક્તિઓ આપણી સામે એક યા બીજી રીતની ભાષાકીય સંરચના રૂપે આવે છે. એટલે કવિની ભાષામાં સંયોજિત થતાં સ્થૂળસૂક્ષ્મ મૂર્તઅમૂર્ત સમવિષમ એવાં તત્ત્વો વચ્ચે આંતરિક સંગતિ, સમસંવાદ અને એકાત્મતા સિદ્ધ થયાં છે કે કેમ એ કાવ્યસમીક્ષાનો એક મહત્ત્વનો મુદ્દો બને છે. અને આપણે અહીં નોંધવું જોઈએ કે અછાંદસ રીતિમાં લખાતી રહેલી આપણી અસંખ્ય રચનાઓ આ કસોટી પરત્વે ઘણી ઊણી ઊતરે છે. પદબંધના સ્તરેથી એવી રચનાઓનું અવલોકન કરતાં તરત સ્પષ્ટ થશે કે એમાં વારંવાર અભિવ્યક્તિ કથળતી રહી છે. સશક્ત લયના નિયમના અભાવમાં ભાષાનો સ્વૈર વિસ્તાર થયો હોત ત્યાં ભાષાની શિથિલતા કે વ્યસ્તતા તરત ચાડી ખાય. પણ પોતનું ઝીણવટભર્યું અવલોકન કરતાં વળી તેમાંની અભિવ્યક્તિના સ્તરે રહી ગયેલી વિસંગતિઓ કે વિસંવાદિતાઓ તરત જડી આવશે. કમનસીબે આપણું કાવ્યવિવેચન ભાષાની પ્રક્રિયાના સ્તરોએથી આ જાતની તપાસ કરવા હજી ખાસ સક્રિય બન્યું નથી. | ||