બાળ કાવ્ય સંપદા/શબ્દલોકમાં ‘અ': Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|શબ્દલોકમાં 'અ'|લેખક : ભાનુભાઈ પંડ્યા<br>(1923)}}
{{Heading|શબ્દલોકમાં ‘અ'|લેખક : ભાનુભાઈ પંડ્યા<br>(1923)}}


{{Block center|<poem>
{{Block center|<poem>

Revision as of 01:38, 19 April 2025

શબ્દલોકમાં ‘અ’

લેખક : ભાનુભાઈ પંડ્યા
(1923)

અડકો દડકો રમવા આવ્યા,
અડિયો દડિયો રમવા લાગ્યા.
થોડી વારે અટકીમટકી,
અકડાઅકડી, અખડાબખડી.
દડકો તો છે અડૂકદડૂકિયો,
રમવું એને અડિયોદડિયો,
તેને માથે અગલુંબગલું,
અગલાં પગલાં, અટકું લટકું,
અડકોદડકો અલ્લકદલ્લક
ફરતા બંને અક્કરચક્કર
અચકોમચકો કારેલી ને
અહલીપહલી આપો જી !
અડકોદડકો રમી રહ્યા ને
અરસપરસમાં હસી રહ્યા.
અલકમલકની વાતો કરતા
અધ્ધરપધ્ધર ઊભા રહ્યા.
અલપઝલપ ને અટકોમટકો,
અફરાતફરી જોઈ રહ્યા,
અગડંબગડં અક્કરચક્કર
અડદોપડદો પાડ્યો કો’કે.