31,377
edits
No edit summary |
No edit summary |
||
| Line 91: | Line 91: | ||
સંશોધનનું એક કાર્યક્ષેત્ર કર્તાએ પોતાની કૃતિનું ઘડતર કયા મૂળમાંથી કર્યું છે તેની તપાસ કરવાનું છે. સાહિત્યચોરી પકડવા માટે જ આ પ્રવૃત્તિ ચલાવવામાં એનું એટલું ગૌરવ નથી. ખરેખર તો આ પ્રવૃત્તિ દ્વારા આપણા કાવ્યભાવનને વધારે વાસ્તવિક, નક્કર અને સમૃદ્ધ બનાવી શકાય અને સર્જકતાનાં કેટલાંક રહસ્યો પણ અવગત કરી શકાય. મધ્યકાળમાં એક કવિ પોતાની આગળના કવિમાંથી કશુંક સીધું જ લઈ લે એનો કશો છોછ નહોતો. પણ કોઈ વાર કોણે કોનામાં લીધું છે એ પ્રશ્ન વિચારવાની આવશ્યકતા ઊભી થાય. નરસિંહ અને હરિદાસના ‘શામળદાસનો વિવાહ’ની કથાસામગ્રી અને ઉક્તિઓમાં એવું કેટલુંક સામ્ય છે કે એકને આધારે બીજાએ રચના કરી છે એવા નિર્ણય પર આવવામાં કશો બાધ નડતો નથી. નરસિંહ પહેલા થયા છે અને હરિદાસ પછી, એટલે નરસિંહને આધારે હરિદાસે રચના કરી છે એમ સામાન્ય રીતે માનવું જોઈએ, પરંતુ કોઈ સંશોધક ‘શામળદાસનો વિવાહ’ના નરસિંહના કર્તૃત્વને પડકારે (એમ કરવા માટે કેટલાંક કારણો મળી રહે તેમ છે) તો હરિદાસને આધારે કોઈએ નરસિંહને નામે રચના કરી છે એવા નિર્ણય પર પણ જઈ શકાય. બંને કૃતિઓની કથાસામગ્રી અને અભિવ્યક્તિના ઝીણવટભર્યા અભ્યાસની ભૂમિકા પર આવો નિર્ણય રચવાનો થાય. | સંશોધનનું એક કાર્યક્ષેત્ર કર્તાએ પોતાની કૃતિનું ઘડતર કયા મૂળમાંથી કર્યું છે તેની તપાસ કરવાનું છે. સાહિત્યચોરી પકડવા માટે જ આ પ્રવૃત્તિ ચલાવવામાં એનું એટલું ગૌરવ નથી. ખરેખર તો આ પ્રવૃત્તિ દ્વારા આપણા કાવ્યભાવનને વધારે વાસ્તવિક, નક્કર અને સમૃદ્ધ બનાવી શકાય અને સર્જકતાનાં કેટલાંક રહસ્યો પણ અવગત કરી શકાય. મધ્યકાળમાં એક કવિ પોતાની આગળના કવિમાંથી કશુંક સીધું જ લઈ લે એનો કશો છોછ નહોતો. પણ કોઈ વાર કોણે કોનામાં લીધું છે એ પ્રશ્ન વિચારવાની આવશ્યકતા ઊભી થાય. નરસિંહ અને હરિદાસના ‘શામળદાસનો વિવાહ’ની કથાસામગ્રી અને ઉક્તિઓમાં એવું કેટલુંક સામ્ય છે કે એકને આધારે બીજાએ રચના કરી છે એવા નિર્ણય પર આવવામાં કશો બાધ નડતો નથી. નરસિંહ પહેલા થયા છે અને હરિદાસ પછી, એટલે નરસિંહને આધારે હરિદાસે રચના કરી છે એમ સામાન્ય રીતે માનવું જોઈએ, પરંતુ કોઈ સંશોધક ‘શામળદાસનો વિવાહ’ના નરસિંહના કર્તૃત્વને પડકારે (એમ કરવા માટે કેટલાંક કારણો મળી રહે તેમ છે) તો હરિદાસને આધારે કોઈએ નરસિંહને નામે રચના કરી છે એવા નિર્ણય પર પણ જઈ શકાય. બંને કૃતિઓની કથાસામગ્રી અને અભિવ્યક્તિના ઝીણવટભર્યા અભ્યાસની ભૂમિકા પર આવો નિર્ણય રચવાનો થાય. | ||
પણ ઑલ્ટિક આપણને ચેતવે છે કે “આ આના જેવું છે માટે એમાંથી લીધેલું છે” એ એક સર્વસામાન્ય તર્કદોષ છે. (પૃ. ૯૪-૯૫) આનું કારણ એ છે કે સરખાપણાનું મૂળ બીજે ક્યાંક પણ પડેલું હોય. ઑલ્ટિક ચાર પ્રકારના સંયોગો તરફ લક્ષ ખેંચે છે : | પણ ઑલ્ટિક આપણને ચેતવે છે કે “આ આના જેવું છે માટે એમાંથી લીધેલું છે” એ એક સર્વસામાન્ય તર્કદોષ છે. (પૃ. ૯૪-૯૫) આનું કારણ એ છે કે સરખાપણાનું મૂળ બીજે ક્યાંક પણ પડેલું હોય. ઑલ્ટિક ચાર પ્રકારના સંયોગો તરફ લક્ષ ખેંચે છે : | ||
{{Poem2Close}} | |||
સીધો મૂળ સ્રોત | <center> | ||
(૧) | {|style="border-right:૦px #000 solid;width:80%;padding-right:0.5em;" | ||
ક જૂની ઉક્તિ ક | | colspan="2"|સીધો મૂળ સ્રોત | ||
| colspan="2"|મૂળ સ્રોત અનિશ્ચિત કે વીખરાયેલો | |||
ખ | |-{{ts|vtp}} | ||
|align="center"|(૧) | |||
|align="center"||(૨) | |||
|align="center"|(૩) | |||
|align="center"|(૪) | |||
|-{{ts|vtp}} | |||
|align="center"|ક | |||
|align="center"|જૂની ઉક્તિ | |||
|align="center"|ક | |||
|align="center"|જૂની ઉક્તિ | |||
|-{{ts|vtp}} | |||
|align="center"|⬇ | |||
|align="center"|⬇ | |||
|align="center"|⬇ | |||
|align="center"|⬇ | |||
|-{{ts|vtp}} | |||
|align="center"|ખ | |||
|align="center"|ક | |||
|align="center"|પ્રચલિત ઉક્તિ | |||
|align="center"|ક | |||
|-{{ts|vtp}} | |||
|align="center"| | |||
|align="center"|⬇ | |||
|align="center"|⬇ | |||
|align="center"| | |||
|-{{ts|vtp}} | |||
|align="center"| | |||
|align="center"|ખ | |||
|align="center"|ખ | |||
|align="center"| | |||
|} | |||
</center> | |||
{{Poem2Open}} | |||
એટલે કે ક અને ખ વચ્ચે સમાનતા જોવા મળે ત્યારે એની પાછળ જુદાંજુદાં કારણો હોઈ શકે : (૧) ખ-નો મૂળ સ્રોત ક હોય; (૨) ખ-નો મૂળ સ્રોત ક હોય પરંતુ પરંતુ ક નો મૂળ સ્રોત કોઈ જૂની ઉક્તિ હોય; એટલે કે ક-ની પણ એ મૌલિક ઉક્તિ ન હોય; (૩) ક-ની ઉક્તિ પ્રચલિત બની હોય એટલે કે ખ-એ સીધું ક-માંથી લીધું ન હોય; (૪) ક અને ખ બન્નેએ કોઈ પ્રચલિત ઉક્તિનો ઉપયોગ કર્યો હોય. માંડણ અને અખાજીની ઘણી ઉક્તિઓ સમાન મળે છે તેનું કારણ અખાજીએ માંડણમાંથી લીધું હોય એમ બની શકે તેમ પ્રચલિત રૂઢોક્તિઓનો બન્નેએ ઉપયોગ કર્યો હોય એમ પણ બની શકે. આ પ્રકારના સાહિત્યના વ્યાપક અભ્યાસ દ્વારા જ આ વિષય પર વિશેષ પ્રકાશ પડી શકે. ડૉ. રમેશ શુક્લે ‘કલાપી અને સંચિત્’માં કલાપીના ‘ગ્રામ્યમાતા’ કાવ્યના કથાપ્રસંગના મૂળ સ્રોતો વિશે ચર્ચા કરી છે ને બે ફારસી કથાઓ તથા ‘પ્રબંધચિંતામણિ’ની કથામાંથી કલાપીને સામગ્રી મળી હોવાનો તર્ક કર્યો છે. ‘ગ્રામ્યમાતા’નું કથાવસ્તુ ઘણા અંશોમાં ફારસી કથાઓ સાથે તો થોડાક અંશમાં ‘પ્રબંધચિંતામણિ’માંની કથા સાથે સામ્ય ધરાવે છે, પરંતુ આ બંને સાધનો સુધી કલાપી પહોંચ્યા હોય એમ પ્રમાણભૂત રીતે સાબિત કરવું મુશ્કેલ છે. આ પ્રકારની વાર્તાઓ વ્યાપક હોવાનું સમજાય છે. તો કલાપીએ પોતાના કાવ્યમાં કોઈ પ્રચલિત લોકકથાનું વસ્તુ પ્રયોજ્યું હોય એવો પણ સંભવ રહે છે. એટલે કે એમણે સીધો ફારસી કથાઓ કે ‘પ્રબંધ-ચિંતામણિ’ની કથાનો ઉપયોગ ન કર્યો હોય. | એટલે કે ક અને ખ વચ્ચે સમાનતા જોવા મળે ત્યારે એની પાછળ જુદાંજુદાં કારણો હોઈ શકે : (૧) ખ-નો મૂળ સ્રોત ક હોય; (૨) ખ-નો મૂળ સ્રોત ક હોય પરંતુ પરંતુ ક નો મૂળ સ્રોત કોઈ જૂની ઉક્તિ હોય; એટલે કે ક-ની પણ એ મૌલિક ઉક્તિ ન હોય; (૩) ક-ની ઉક્તિ પ્રચલિત બની હોય એટલે કે ખ-એ સીધું ક-માંથી લીધું ન હોય; (૪) ક અને ખ બન્નેએ કોઈ પ્રચલિત ઉક્તિનો ઉપયોગ કર્યો હોય. માંડણ અને અખાજીની ઘણી ઉક્તિઓ સમાન મળે છે તેનું કારણ અખાજીએ માંડણમાંથી લીધું હોય એમ બની શકે તેમ પ્રચલિત રૂઢોક્તિઓનો બન્નેએ ઉપયોગ કર્યો હોય એમ પણ બની શકે. આ પ્રકારના સાહિત્યના વ્યાપક અભ્યાસ દ્વારા જ આ વિષય પર વિશેષ પ્રકાશ પડી શકે. ડૉ. રમેશ શુક્લે ‘કલાપી અને સંચિત્’માં કલાપીના ‘ગ્રામ્યમાતા’ કાવ્યના કથાપ્રસંગના મૂળ સ્રોતો વિશે ચર્ચા કરી છે ને બે ફારસી કથાઓ તથા ‘પ્રબંધચિંતામણિ’ની કથામાંથી કલાપીને સામગ્રી મળી હોવાનો તર્ક કર્યો છે. ‘ગ્રામ્યમાતા’નું કથાવસ્તુ ઘણા અંશોમાં ફારસી કથાઓ સાથે તો થોડાક અંશમાં ‘પ્રબંધચિંતામણિ’માંની કથા સાથે સામ્ય ધરાવે છે, પરંતુ આ બંને સાધનો સુધી કલાપી પહોંચ્યા હોય એમ પ્રમાણભૂત રીતે સાબિત કરવું મુશ્કેલ છે. આ પ્રકારની વાર્તાઓ વ્યાપક હોવાનું સમજાય છે. તો કલાપીએ પોતાના કાવ્યમાં કોઈ પ્રચલિત લોકકથાનું વસ્તુ પ્રયોજ્યું હોય એવો પણ સંભવ રહે છે. એટલે કે એમણે સીધો ફારસી કથાઓ કે ‘પ્રબંધ-ચિંતામણિ’ની કથાનો ઉપયોગ ન કર્યો હોય. | ||
આપણે ત્યાં મૂળ સ્રોતના અભ્યાસો ઝાઝા થયા નથી એ સંદર્ભમાં ઑલ્ટિકે નોંધેલો એક કિસ્સો નમૂનારૂપ ને આંખ ઉઘાડનારો છે. (પૃ. ૧૦૦-૦૧) લોવેસે કૉલરિજના ‘ધ રાઇમ ઓવ્ એન્શન્ટ મૅરિનર’ અને ‘કુબ્લાખાન’ની એકેએક પંક્તિનાં મૂળ શોધી આપ્યાં ને લોવેસનું આ સંશોધન રહસ્યશોધનની એક મોટામાં મોટી સાચી કથા ગણાઈ પરંતુ શેલી પર કીટ્સનું ઋણ છે એમ બતાવતું લોવેસનું પ્રતિપાદન તરત જ ઊથલી પડ્યું. એમણે બતાવેલાં ૩૨ સ્થાનોમાંથી ત્રણ જ સ્થાને શેલી પર કીટ્સનું ઋણ હતું, બાકી બધે વસ્તુતઃ બીજી અસરોએ કામ કર્યું હતું. આધારસામગ્રીની તપાસ કેટલી ઝીણવટથી થઈ શકે અને એમાં કેટલીબધી સજાગતા જોઈએ એના આ અત્યંત નોંધપાત્ર દાખલાઓ છે. | આપણે ત્યાં મૂળ સ્રોતના અભ્યાસો ઝાઝા થયા નથી એ સંદર્ભમાં ઑલ્ટિકે નોંધેલો એક કિસ્સો નમૂનારૂપ ને આંખ ઉઘાડનારો છે. (પૃ. ૧૦૦-૦૧) લોવેસે કૉલરિજના ‘ધ રાઇમ ઓવ્ એન્શન્ટ મૅરિનર’ અને ‘કુબ્લાખાન’ની એકેએક પંક્તિનાં મૂળ શોધી આપ્યાં ને લોવેસનું આ સંશોધન રહસ્યશોધનની એક મોટામાં મોટી સાચી કથા ગણાઈ પરંતુ શેલી પર કીટ્સનું ઋણ છે એમ બતાવતું લોવેસનું પ્રતિપાદન તરત જ ઊથલી પડ્યું. એમણે બતાવેલાં ૩૨ સ્થાનોમાંથી ત્રણ જ સ્થાને શેલી પર કીટ્સનું ઋણ હતું, બાકી બધે વસ્તુતઃ બીજી અસરોએ કામ કર્યું હતું. આધારસામગ્રીની તપાસ કેટલી ઝીણવટથી થઈ શકે અને એમાં કેટલીબધી સજાગતા જોઈએ એના આ અત્યંત નોંધપાત્ર દાખલાઓ છે. | ||