અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નલિન રાવળ/સખ્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 2: | Line 2: | ||
{{Heading|સખ્ય| નલિન રાવળ}} | {{Heading|સખ્ય| નલિન રાવળ}} | ||
<poem> | <poem> | ||
મળી ગયાં ટ્રેન મહીં અચિંત | |||
અમે પ્રવાસી અણજાણ એવાં | |||
એ | એ | ||
બારીની બ્હાર નીરખી રહી’તી | |||
છટા ભરી ખાલી રહી’તી ચાંદની | |||
ને | ને | ||
હુંય એના મુખપે છવાયલી | |||
નીરખી રહ્યો’તો રમણીય રાગિણી | |||
ત્યાં | ત્યાં | ||
સદ્ય કેવી ઘૂમવી ગ્રીવાને | |||
વ્હેતું મૂકી એ નમનીય હાસ્ય | |||
સાશ્ચર્ય નેત્રે નીરખી કહે : | |||
એ… | એ… ઓ જાય. | ||
કિલકારતી કૂંજડીઓની હાર… | |||
એ | એ | ||
વાત વીત્યે વર્ષો વહી ગયાં | |||
એ ક્યાં? | |||
હું ક્યાં? | |||
છતાંય આજે | |||
રમણીય રાત્રે | |||
નિહાળતો અંતર-આભ ઊંડે | |||
છવાયલી મંજુલ ચાંદનીમાં | |||
કિલકારતી જાય | |||
ઓ… જાય… | ઓ… જાય… | ||
કિલકારતી કૂંજડીઓની હાર. | |||
{{Right|(લયલીન, પૃ. ૯૫)}} | {{Right|(લયલીન, પૃ. ૯૫)}} | ||
</poem> | </poem> |
Revision as of 05:08, 13 July 2021
સખ્ય
નલિન રાવળ
મળી ગયાં ટ્રેન મહીં અચિંત
અમે પ્રવાસી અણજાણ એવાં
એ
બારીની બ્હાર નીરખી રહી’તી
છટા ભરી ખાલી રહી’તી ચાંદની
ને
હુંય એના મુખપે છવાયલી
નીરખી રહ્યો’તો રમણીય રાગિણી
ત્યાં
સદ્ય કેવી ઘૂમવી ગ્રીવાને
વ્હેતું મૂકી એ નમનીય હાસ્ય
સાશ્ચર્ય નેત્રે નીરખી કહે :
એ… ઓ જાય.
કિલકારતી કૂંજડીઓની હાર…
એ
વાત વીત્યે વર્ષો વહી ગયાં
એ ક્યાં?
હું ક્યાં?
છતાંય આજે
રમણીય રાત્રે
નિહાળતો અંતર-આભ ઊંડે
છવાયલી મંજુલ ચાંદનીમાં
કિલકારતી જાય
ઓ… જાય…
કિલકારતી કૂંજડીઓની હાર.
(લયલીન, પૃ. ૯૫)