અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાભશંકર ઠાકર/અંતિમ ઇચ્છા: ૧: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અંતિમ ઇચ્છા: ૧|લાભશંકર ઠાકર}} <poem> ને વૃદ્ધ હાથે પકડી બપોરના...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 12: | Line 12: | ||
પૃષ્ઠો પરે જીર્ણ; જરાક રમ્ય | પૃષ્ઠો પરે જીર્ણ; જરાક રમ્ય | ||
મોતી ઝઝૂમે ચખ વૃદ્ધમાં; | મોતી ઝઝૂમે ચખ વૃદ્ધમાં; | ||
::: કહું? | |||
ત્યારે અનુજ્ઞા લઈ ઇન્દ્રની સખી | ત્યારે અનુજ્ઞા લઈ ઇન્દ્રની સખી | ||
પતંગિયું એક બની સુવર્ણનું | પતંગિયું એક બની સુવર્ણનું | ||
આવીશ પૃષ્ઠો પર બેસવા ક્ષણ. | આવીશ પૃષ્ઠો પર બેસવા ક્ષણ. | ||
</poem> | </poem> |
Revision as of 07:14, 13 July 2021
અંતિમ ઇચ્છા: ૧
લાભશંકર ઠાકર
ને વૃદ્ધ હાથે પકડી બપોરના
તું હોય રામાયણ વાંચતી સખી
ઝીણાં કરી લોચન બે નમીને;
ને વિપ્રલંભે કૃશકાય આકુલા
કારુણ્યમૂર્તિ અહ દગ્ધ જાનકી
ઊભી રહી હો તુજ નેત્રની નીચે
પૃષ્ઠો પરે જીર્ણ; જરાક રમ્ય
મોતી ઝઝૂમે ચખ વૃદ્ધમાં;
કહું?
ત્યારે અનુજ્ઞા લઈ ઇન્દ્રની સખી
પતંગિયું એક બની સુવર્ણનું
આવીશ પૃષ્ઠો પર બેસવા ક્ષણ.