ભજનરસ/મુગત સે પરમાણ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 45: Line 45:
આવા નિર્મલ ચિત્તના નિર્માણ અને અહંને નામશેષ કરવા માટે કઈ વસ્તુઓ જરૂરની? ભજન કહે છે : નૂરતા અને સુરતા. નૂરતા એ નિઃરતિ, વૈરાગ્યની સૂચક છે. સુરતા એ પ્રભુપ્રેમ અને તલ્લીનતા બતાવે છે. વાસનાની નિવૃત્તિ અને પરમાત્મ-પ્રેમની પ્રવૃત્તિ એ એકબીજાનાં પૂરક છે. આ બંને પાંખો દ્વારા જ માણસ આંતરિક મુક્તિના આકાશમાં ઊંચે ચડે છે. પણ આ મુક્તિ સહેલાઈથી નથી મળતી. તીવ્ર ઝંખનાની આગથી ઇન્દ્રિય-મનનું પિંજર જલાવ્યા વિના કોઈ ગગનમાં ઘર કરી શકતું નથી. ત્રિગુણમયી પ્રકૃતિનાં સર્વ અવલંબનોને દૂર કર્યા પછી જ નિરાલંબ સ્થિતિ પ્રાપ્ત થાય છે.  

{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''શૂરા માથે પૂરા આવ્યા'''}}
{{Poem2Open}}
ઇન્દ્રિયો અને મન મહા બળવાન છે. પણ આ ‘શૂરવીર' ઇન્દ્રિયોને વશ કરી શકે એવો ‘પૂરો’ પૂર્ણ સમર્થ આત્મા પણ મનુષ્યના શરીરમાં જ રહ્યો છે. જ્યારે પોતાની પૂરી તાકાતથી આત્મા મેદાનમાં આવે છે ત્યારે ઇન્દ્રિયોનું તેની પાસે કાંઈ ચાલતું નથી. જ્ઞાનના ગોળા વછૂટે છે અને જડતાના કિલ્લા જમીનદોસ્ત થતા જાય છે. અને ખૂબી તો એ છે કે આ શૂરા અને પૂરાની લડાઈમાંથી ભંગાર હાથ લાગતો નથી પણ 'રનિયાં વેરાય,' અત્યંત મૂલ્યવાન અનુભૂતિઓના ચમકારા મળે છે. પોતાની અંદર જ આત્માની વિવિધ વિભૂતિનાં દર્શન થતાં, મનુષ્ય આનંદ માટે બાર ભટકતો નથી પણ અંતરમાં જ આત્યંતિક સુખનો અનુભવ કરે છે.
{{Poem2Close}}
{{center|'''તીન શોધો, પાંચ બાંધો'''}}
{{Poem2Open}}
આ માર્ગ અંદરની ખોજનો છે. અંદરના વિજયનો છે અને નાશવંત પ્રકૃતિના ઠાઠમાઠ નિહાળી તેમાંથી અવિનાશીને પામવાનો છે. સત્ત્વ-૨જ-તમ એ ત્રણે ગુણો આપણા ૫ર કેવી રીતે પોતાનો પ્રભાવ પાથરે છે, અને તેનું પરિણામ શું આવે છે, તેના પર વિચાર કરો, પાંચ જ્ઞાનેન્દ્રિયોને વશ કરો અને અષ્ટધા પ્રકૃતિનો આ બધો આડંબર કેવો પરિવર્તન- શીલ છે તેને બરાબર તપાસી જુઓ. આવા આંતર-નિરીક્ષણથી વિશુદ્ધ થયેલી તમારી વિવેકશક્તિ વડે પછી નિર્મળ આનંદનું પાન કરો. ત્રિવેણીનો ઘાટ' એ યૌગિક પરિભાષામાં જ્યાં ઇડા, પિંગળા અને સુષુમણા નાડી મળે છે તે ભૂમધ્યનું સ્થાન છે. તેને ત્રિકૂટિ પણ કહે છે. ત્યાં મન, બુદ્ધિ અને અહંકારના પ્રદેશની હદ છે. વિચાર, વાણી, વર્તનની ત્યાં એકતા સધાય છે અને તે શુદ્ધ જ્ઞાનનું કેન્દ્ર મનાય છે. ‘આવો હંસા, પીઓ પાણી'. આપણો આતમહંસ ત્યાં નિર્ભેળ આનંદ પામે છે ને તેને પછી કશી તૃષા સતાવતી નથી.
{{Poem2Close}}
{{center|'''મેલ માયા, મેલ મમતા'''}}
{{Poem2Open}}
મછંદરનો ચેલો ગોરખ કહે છે કે માયાને પરહરો, મમતાને મૂકી દો અને ચૈતભાવનો સદંતર ત્યાગ કરો. યોગ તો એવો હોય જ્યાં પોતાની અસલ જાતથી જ વિખૂટો પડેલો મનુષ્ય પોતાને સાચી રીતે પામે. પોતાની જાતનું સંશોધન, પોતાની ક્રિયાઓનું નિરીક્ષણ અને અંતે આત્માનું શુદ્ધ દર્શન તે ગોરખનાથના ભજનનો સાર છે. સંત દરિયાસાહેબે આ સત્ય એક સાખીમાં જ કહી દીધું છે :
{{Poem2Close}}
{{Block center|<poem>'''જીવ જાત સે બિછુડ઼ા ધર પંચતત કા ભેખ,'''
'''દરિયા નિજ ઘર આઈયા, પાયા બ્રહ્મ અલેખ.'''
</poem>}}
19,010

edits