19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| કોઈ સુનતા હે | }} {{Block center|<poem> '''કોઈ સુનતા હે ગુરુ જ્ઞાની,''' '''ગગન મેં અવાજ હોતી ઝીની ઝીની.''' '''પહેલી ઉત્પતિ નાદબિંદુકી, પીછે માયા પાની,''' '''પૂરણ બ્રહ્મ તો પૂર રહ્યા છે, અલખ પુરુષ નિરબાની...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 50: | Line 50: | ||
નાદબિંદુ પછી, ‘પીછે જમાયા પાની'. તે સાધારણ પાણી નથી, પણ જેમાં જીવનનાં અનેકવિધ બીજ રહ્યાં છે તે આપ, અંભ, સલિલ, એકાર્ણવ નામથી ઓળખાતું આદિ કારણ છે. પૂર્ણ બ્રહ્મ નાદબિંદુથી માંડી આ જલસૃષ્ટિ, જીવસૃષ્ટિમાં પણ સચરાચર સભર છે. અને સઘળે વ્યાપ્ત હોવા છતાં તે ‘અલખ પુરુષ નિરબાની' — અલક્ષ્ય છે, નિર્લેપ છે, ઉપાધિરહિત છે અને, ‘ન્યારા મિલા સદા હી' — સદાયે નિરાળું છતાં સર્વનિવાસી છે. અલખ પુરુષ સઘળે ખેલે છે છતાં ક્યાંયે અળપાતો નથી. | નાદબિંદુ પછી, ‘પીછે જમાયા પાની'. તે સાધારણ પાણી નથી, પણ જેમાં જીવનનાં અનેકવિધ બીજ રહ્યાં છે તે આપ, અંભ, સલિલ, એકાર્ણવ નામથી ઓળખાતું આદિ કારણ છે. પૂર્ણ બ્રહ્મ નાદબિંદુથી માંડી આ જલસૃષ્ટિ, જીવસૃષ્ટિમાં પણ સચરાચર સભર છે. અને સઘળે વ્યાપ્ત હોવા છતાં તે ‘અલખ પુરુષ નિરબાની' — અલક્ષ્ય છે, નિર્લેપ છે, ઉપાધિરહિત છે અને, ‘ન્યારા મિલા સદા હી' — સદાયે નિરાળું છતાં સર્વનિવાસી છે. અલખ પુરુષ સઘળે ખેલે છે છતાં ક્યાંયે અળપાતો નથી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|સતગુરુ પાયા... પિછાની}} | {{center|'''સતગુરુ પાયા... પિછાની'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કબીર પોતાનો અનુભવ જણાવે છે કે આ દર્શનનો અધિકાર તેને સતગુરુની કૃપાથી પ્રાપ્ત થયો છે. ‘પટા લિખાયા' — ગુરુમુખ જ્ઞાનની મહોર પડી ગઈ. તેની સાબિતી એ કે વાસનાતૃષ્ણા નાશ પામી. ઇન્દ્રિયોનો વિષય૨સ છોડીને મન આત્માનો અમૃતરસ પી તૃપ્ત બની ગયું. ક્ષુદ્ર, ખંડિત અને નાશવંત આનંદને સ્થાને અનંત, અખંડ અને અમર રસ વહેવા માંડ્યો. આ રસની પ્રાપ્તિ માટે ઊલટી રાહ પિછાની'-પ્રકૃતિનો પ્રવાહ જ મૂળમાંથી પલટાવી નાખ્યો. સુષુમણામાં પ્રાણના ઊર્ધ્વ પ્રવાહને ઊલટી ગંગા, ઊલટી ધારા, ઊલટી વીળ, ને તેની સાધનાને ઉજાન પથ, ઊલટા પથ કે ઊલટ સાધના કહે છે. સુષુમણાનો મધ્યપ્રવાહ જ મૂર્ધા ભણી જાય છે ને એ વિના પરમ પદની પ્રતીતિ થતી નથી. કબીરે કહ્યું છે : | કબીર પોતાનો અનુભવ જણાવે છે કે આ દર્શનનો અધિકાર તેને સતગુરુની કૃપાથી પ્રાપ્ત થયો છે. ‘પટા લિખાયા' — ગુરુમુખ જ્ઞાનની મહોર પડી ગઈ. તેની સાબિતી એ કે વાસનાતૃષ્ણા નાશ પામી. ઇન્દ્રિયોનો વિષય૨સ છોડીને મન આત્માનો અમૃતરસ પી તૃપ્ત બની ગયું. ક્ષુદ્ર, ખંડિત અને નાશવંત આનંદને સ્થાને અનંત, અખંડ અને અમર રસ વહેવા માંડ્યો. આ રસની પ્રાપ્તિ માટે ઊલટી રાહ પિછાની'-પ્રકૃતિનો પ્રવાહ જ મૂળમાંથી પલટાવી નાખ્યો. સુષુમણામાં પ્રાણના ઊર્ધ્વ પ્રવાહને ઊલટી ગંગા, ઊલટી ધારા, ઊલટી વીળ, ને તેની સાધનાને ઉજાન પથ, ઊલટા પથ કે ઊલટ સાધના કહે છે. સુષુમણાનો મધ્યપ્રવાહ જ મૂર્ધા ભણી જાય છે ને એ વિના પરમ પદની પ્રતીતિ થતી નથી. કબીરે કહ્યું છે : | ||
| Line 72: | Line 72: | ||
ઓહં - જીવ, સોહં - શિવ. જીવ અને શિવની એકતાનાં મંગલ વાજાં વાગી ઊઠ્યાં. ભૂમધ્યે મન-બુદ્ધિ-અહંકારનું થાણું ઊખડી ગયું ને ધ્યાતા-ધ્યાન-ધ્યેય એક જ સ્વરૂપમાં લીન બની ગયાં. સગુણી માયાનો પ્રભાવ પૂરો થયો. ઇડા, પિંગળા, સુષુમણા એ ત્રણે નાડીનો સંગમ થયો અને પ્રકાશનું ધામ પ્રયાગરાજ ઊભું થયું. બધા ભેદિવભેદ, રાગ-દ્વેષ ઓગળી ગયા. સર્વત્ર શાંતિની શ્વેત ધજા ફરકી ઊઠી. ભરી બજારમાં કબીરે આ ગાંઠછૂટી વાત પુકારીને કહી છે : | ઓહં - જીવ, સોહં - શિવ. જીવ અને શિવની એકતાનાં મંગલ વાજાં વાગી ઊઠ્યાં. ભૂમધ્યે મન-બુદ્ધિ-અહંકારનું થાણું ઊખડી ગયું ને ધ્યાતા-ધ્યાન-ધ્યેય એક જ સ્વરૂપમાં લીન બની ગયાં. સગુણી માયાનો પ્રભાવ પૂરો થયો. ઇડા, પિંગળા, સુષુમણા એ ત્રણે નાડીનો સંગમ થયો અને પ્રકાશનું ધામ પ્રયાગરાજ ઊભું થયું. બધા ભેદિવભેદ, રાગ-દ્વેષ ઓગળી ગયા. સર્વત્ર શાંતિની શ્વેત ધજા ફરકી ઊઠી. ભરી બજારમાં કબીરે આ ગાંઠછૂટી વાત પુકારીને કહી છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> | |||
'''‘કબીરા ખડા બજાર મેં, સબ કી માંગત ખેર,''' | |||
'''ના કાહુ સે દોસ્તી, ના કાહુ સે વેર'''. | |||
</poem>}} | |||
{{Poem2Open}} | |||
સંસારમાં જ રહીને સર્વના કલ્યાણની ભાવના સાથે અસંગતા અને નિર્વેર સેવે તે સંત. | |||
'''કહે કબીર... અમર નિશાની!''' | |||
કબીર કહે છે કે આ વાણી એવી છે કે તેમાં બુદ્ધિની ચાંચ બૂડી શકે એમ નથી. આ કાંઈ કલ્પનાની કે મનઘડંત કથા નથી, આ પરમ તત્ત્વને મેં દિલ ભરીભરીને અપાર પ્રેમથી ભીતરની આંખે નીરખ્યું છે. આ જીર્ણશીર્ણ થતા ને અંતે મૃત્યુના અંધકારમાં ઢળી પડતા જગતમાં મને આ તત્ત્વની અજર-અમર નિશાની મળી છે. સ્વાનુભવ વિના એની સાબિતી ક્યાંથી મળે? | |||
{{Poem2Close}} | |||
{{Block center|<poem> | |||
'''નામ નૈન મેં રમ રહ્યા, જાનેગા જન કોઈ,''' | |||
'''જા કું સતગુરુ પૂર મિલ્યા તા કું માલિમ હોઈ.''' | |||
</poem>}} | |||
{{HeaderNav2 | |||
|previous = જ્ઞાન ગરીબી સાચી | |||
|next = અગમ ભૂમિ દરશાયા | |||
}} | |||
edits