ભજનરસ/સાંભળ સહિયર: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| સાંભળ સહિયર | }} {{Block center|<poem> '''સાંભળ સહિયર, સુરત ધરીને આજ અનોપમ દીઠો રે,''' '''જે દીઠો તે જોવા સરખો અમૃત અતિ મીઠો રે.-''' '''દૃષ્ટ ન આવે, નિગમ જ ગાવે, વાણીરહિત વિચારો રે,''' '''સત્ય અનંત જે કહાવ...")
 
No edit summary
Line 30: Line 30:
શી છે આ વાત?  
શી છે આ વાત?  
નરસિંહ કહે છે : સખી, સાંભળ, આજે મેં તે અનુપમ પુરુષને ... નિહાળ્યો. ના, એનું નામ નથી કહેવું, એના રૂપનું વર્ણન નથી કરતું, એના ગુણને નથી ગાવા. એનાથી શું વળે? હું તો કહું કે તું પોતે જ એને પળભર નજરે નિહાળને! આ કાંઈ વાંચી સાંભળીને ગાઈ બજાવીને બેસી હેવા જેવો નથી. આ સગી આંખે જોવા જેવો છે. મેં જે દીઠો તે દીઠા કૅવો છે. તું એને જો, નયનોથી એનો આસ્વાદ લે. એ તો અમૃત કરતાં પણ અતિ મીઠો છે. બ્રહ્મના અનુભવને જ્ઞાનીઓ અમૃત કહે છે. બ્રહોવ ઇદમ્ અમૃતમ્' પણ બ્રહ્મ જ્યારે પ્રિયતમ બનીને આંગણે ઊભો રહે છે ત્યારે તેની મીઠપ અમૃત કરતાંયે ચડી જાય છે.
નરસિંહ કહે છે : સખી, સાંભળ, આજે મેં તે અનુપમ પુરુષને ... નિહાળ્યો. ના, એનું નામ નથી કહેવું, એના રૂપનું વર્ણન નથી કરતું, એના ગુણને નથી ગાવા. એનાથી શું વળે? હું તો કહું કે તું પોતે જ એને પળભર નજરે નિહાળને! આ કાંઈ વાંચી સાંભળીને ગાઈ બજાવીને બેસી હેવા જેવો નથી. આ સગી આંખે જોવા જેવો છે. મેં જે દીઠો તે દીઠા કૅવો છે. તું એને જો, નયનોથી એનો આસ્વાદ લે. એ તો અમૃત કરતાં પણ અતિ મીઠો છે. બ્રહ્મના અનુભવને જ્ઞાનીઓ અમૃત કહે છે. બ્રહોવ ઇદમ્ અમૃતમ્' પણ બ્રહ્મ જ્યારે પ્રિયતમ બનીને આંગણે ઊભો રહે છે ત્યારે તેની મીઠપ અમૃત કરતાંયે ચડી જાય છે.
{{Poem2Close}}
{{center|'''નિગમ જ ગાવે'''}}
{{Poem2Open}}
વેદ જ કહે છે કે તેને આંખો જોઈ શકતી નથી, કાન સાંભળી શકતા નથી, વાણી કે વિચાર તેની પાસે પહોંચી શકતાં નથી. એ તો સત્ય અનંત અગોચર' કહેવાય છે. અને છતાં એને જ આંખને બારણે લાવવાનું કહું છું એની જ વાતને તારે કાને નાખું છું. કારણ? એ ભલે શ્રવણ-મનનના સાણસામાં નહીં આવે, પણ તારી સુરતા એનામાં લાગી જશેને, તો એ સુરતામાં મારો વહાલો સંધાઈ જશે. ભક્તિશાસ્ત્ર · નવ પ્રકારની-નવધા-ભક્તિ ગણાવે છે: શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, સખ્ય, અને આત્મનિવેદનનાં એમાં બહુ માપી માપીને પગલાં બતાવ્યાં છે. પણ કો-ને કહીએ, નારાયણ તો નવધાથી ન્યારો છે. નવધા-ભક્તિ કરતાં કરતાં પણ આરોવારો આવતો નથી. નવધામાં તો નહિ રે નીવેડો. ત્યારે? એનું દર્શન કેમ થાય? નરસિંહ કહે છે ઃ ‘દશધામાં દેખાશે રે’.
નવધા ભક્તિને કહે છે વૈધિ ભક્તિ. પોતાની પ્રકૃતિ અનુસાર તેમાંથી કોઈ એક રીતિ પ્રમાણે માણસ ભક્તિ કરે છે. પણ જ્યાં સુધી વિધિ-વિધાનના ચીલામાં ભક્તિ ચાલે ત્યાં સુધી પરમાત્માનાં દર્શન થતાં નથી. સભાન, સતર્ક, સહેતુક ક્રિયાનો આ પ્રદેશ છે. નેમનિયમની ખોદી રાખેલી નહેરમાં અહીં નીર વહે છે. પ્રેમ, સર્વ બંધનો તોડી નાખતો પ્રેમનો સમુદ્ર ઊછળી પડતો નથી. અને પ્રકૃતિનો નિઃશેષ લય થયા વિના પુરુષોત્તમનું મિલન કેમ થાય? નદી પોતાનું નામ-રૂ! રાખીને સમુદ્રને મળી શકશે કે? નવધા ભક્તિ એ નવધા પ્રકૃતિની હદ.આવી છે, ને તેથી જીવ, જીવ મટીને શિવમાં, પરમ પ્રિયતમમાં એકાકાર થઈ શકતો નથી. પણ એ અશક્ય તો નથી. માત્ર સુરતા ધરીને તદાકાર, તદ્રૂપ તન્મય થતા જાઓને! ચિત્રકૂટવાળા ગોમતીદાસજી એક પદ વારંવાર ગાતા :
{{Poem2Close}}
{{Block center|<poem>
'''નેમ જગાવે પ્રેમ કો, પ્રેમ જગાવે જીવ,'''
'''જીવ જગાવે સુરતિ કો, સુરતિ મિલાવે પીવ.'''
</poem>}}
{{Poem2Open}}
એટલા માટે તો પહેલેથી સુરતાની વાટે નરસિંહની વાણી આગળ વધે છે. નવધાથી ન્યારો' છે એને જોવા જતાં નવધાની સીમા નીરખી લઈએ. ગીતાએ આ ગણતરી કરી બતાવી છે. ભૂમિ, આપ, અનલ, વાયુ, ખં (આકાશ), મન, બુદ્ધિ અને અહંકાર એ અષ્ટધા જડ પ્રકૃતિ છે. તેથી ૫૨ જીવરૂપ ચેતન પ્રકૃતિ મળી નવા પ્રકૃતિ થાય. મનુષ્યમાં આ બંને એવી તો સજ્જડ જોડાયેલી છે કે ચેતન પણ જડને વશ બની વર્તે છે. ‘હું શરીર, હું મન' એ ભાવ મટતો નથી અને ‘સત્ય અનંત'ને પ્રવેશવાની જગ્યા મળતી નથી. ક્ષર અને અક્ષર, અપરા અને પરા, જડ અને ચેતનની આ ગ્રંથિ ભેદાઈ જાય તો ‘નવધાથી ન્યારો' છે તેનો અનુભવ થાય. એ પૂર્ણ પુરુષનું વર્ણન કરતાં મુંડક કહે છે : ‘અપ્રાણો હિ અમનાઃ શસ્રો હિ અક્ષરાત્ પરતઃ' ‘એ અમૂર્ત પુરુષ પ્રાણરહિત, મનરહિત, શુભ્ર અને જીવભાવથી અત્યંત ૫૨ છે.' જીવ એટલે જ કોઈ એક સ્થળ અને કાળનું
પ્રાણી, જ્યારે પ્રાણનું સ્પંદન, મનનું ચાંચલ્ય, ઇન્દ્રિયોની રંગીનતા હટી જાય ત્યારે કોઈ કાલાતીત અવસ્થામાં આ વિશુદ્ધ દર્શન થઈ શકે. એ જ તો ‘દશધામાં દેખાશે'નો ધન્ય અવસર. ભાણસાહેબે આ પરિપૂર્ણતાનો અનુભવ ગાતાં કહ્યું છે :
{{Poem2Close}}
{{Block center|<poem>
'''પંથ હતા સો થાય પરિપૂરણ, નવધા નામ મિટાયો,'''
'''દશમદશા આવી દિલ ભીતર, એકમેં અનેક સમાયો.'''
</poem>}}
{{Poem2Open}}
એક બીજી રીતે પણ દશમેં દ્વારે તાળી લાગી' કહી સંતો આ અનુભવને ગાય છે. શરીરને નવ દ્વાર — બે આંખ, બે કાન, બે નાસિકા, એક મુખ, ગુદા અને ઉપસ્થ મળી નવ દ્વારવાળી નગરી કહેવામાં આવે છે. ‘નવ દ્વારે પુરે દેહી' આવી નગરીમાં પુરાયેલો જીવ આનંદ માટે બહિર્મુખ બની ભટકે છે. પણ તે અંતર્મુખ બને તો તેના હાથમાં પરમ આનંદનો ખજાનો આવી જાય. મહામુક્તિનું દ્વાર ખૂલી જાય. એટલે સંતો વારંવાર ાદ પાડે છે : 'બાહિર કે પટ દેય કે, અંદર કે પટ ખોલ.' આ દ્વારને હેવાય છે બ્રહ્મરન્દ્ર. યોગવાણીમાં સુષુમણા અને બ્રહ્મરન્ધનું વર્ણન આવે છે તેની વિગતમાં અહીં નહીં પડીએ. એ જ દશમ દ્વાર છે. ડુંગરપુરીના
ભજનમાં આવે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
19,010

edits