અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાભશંકર ઠાકર/આપણે પ્રવાસી પારાવારના: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આપણે પ્રવાસી પારાવારના|લાભશંકર ઠાકર}} <poem> આપણે પ્રવાસી પા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
આપણે પ્રવાસી પારાવારના. | આપણે પ્રવાસી પારાવારના. | ||
અટકાતા | અટકાતા | ||
:: બટકાતા | |||
સંધાતા સમૂહોમાં | સંધાતા સમૂહોમાં | ||
:: પરસ્પરથી સૂંઘાતા | |||
આપણે પ્રવાસી પારાવારના. | આપણે પ્રવાસી પારાવારના. | ||
ખભા વગરના હાથ વગરના પગ વગરના | ખભા વગરના હાથ વગરના પગ વગરના | ||
Line 24: | Line 24: | ||
સંતોના – ભદંતોના – હંતોના – મહંતોના | સંતોના – ભદંતોના – હંતોના – મહંતોના | ||
મનમાં મનોવાતા | મનમાં મનોવાતા | ||
:: પંથાતા | |||
::: આપણે પ્રવાસી પારાવારના. | |||
આપણે તો દેશ કેવા ગાતા ગાતા દેશાતા | આપણે તો દેશ કેવા ગાતા ગાતા દેશાતા | ||
વિદેશાતા | વિદેશાતા |
Revision as of 09:03, 13 July 2021
આપણે પ્રવાસી પારાવારના
લાભશંકર ઠાકર
આપણે પ્રવાસી પારાવારના
ઠેબાતા પછડાતા
આપણે પ્રવાસી પારાવારના.
અકબંધ કોચલા જેવા
ક્હોવાયેલા
આપણે પ્રવાસી પારાવારના.
અટકાતા
બટકાતા
સંધાતા સમૂહોમાં
પરસ્પરથી સૂંઘાતા
આપણે પ્રવાસી પારાવારના.
ખભા વગરના હાથ વગરના પગ વગરના
પાછળથી ધક્કાતા
અતીતાતા
આપણે પ્રવાસી પારાવારના.
ઉચ્ચારાતા – સંભળાવાતા – સંગ્રહાતા
ભૂંસાતા – ભુલાઈ જવાતા – ઉકેલાતા
આપણે પ્રવાસી પારાવારના.
સંતોના – ભદંતોના – હંતોના – મહંતોના
મનમાં મનોવાતા
પંથાતા
આપણે પ્રવાસી પારાવારના.
આપણે તો દેશ કેવા ગાતા ગાતા દેશાતા
વિદેશાતા
વેશાતા
કાવ્યપુરુષની કિચૂડ કિચૂડ નીકમાં
દિગમ્બરાતા
ભાષાતા
આપણે પ્રવાસી પારાવારના.
૧૭-૬-૧૯૯૮