31,377
edits
(+1) |
No edit summary |

| Line 16: | Line 16: | ||
તેથી જ કહું છું કે ‘સંધ્યારાગ’ કથા મને યશોધર ઘરાણાની બહુ નથી લાગતી. તમારી બધી જ નવલકથાઓ વાંચી હોવાનો દાવો હું નથી કરતો છતાં એટલું તો કહીશ કે ‘સંધ્યારાગ’ તમારી વધુમાં વધુ અ–યશોધરીય રચના હશે. આ કથામાં માઈકલ ‘મહાત્મા’ને તો તમે છેવટ જતાં ‘રસાત્મા’ બનાવી દીધો છે; પણ એ સુભગ પરિવર્તન એના સર્જકમાં પણ આવી શક્યું હોત તો! મહાત્માઓ કે મરજાદીઓ કદીય મોટા કલાકાર નથી બની શકતા એ હકીકતની જાણ તમારા જેવા ચતુરસુજાણને કરવાની જરૂર ન જ હોય. તેથી જ તમને એક વિનંતિ કરવાનું મન થાય છે : તમારું અગમનિગમ જ્ઞાન તમારા અંગત વ્યાસંગ તરીકે તમને મુબારક હો. વાર્તાલેખનમાં ભલા થઈને એ જ્ઞાનને વચ્ચે ન લાવો. અને લાવો તો પણ એને કલાદૃષ્ટિએ પ્રતીતિકર બનાવો. બાકી, પૂર્વજન્મની પ્રીતની વાતો ઘણીવાર બજારુ પ્રેતકથાઓથી આંગળ વા જ આઘી રહેતી હોય છે, એમ કહું તો મને ત્રીજી વાર માફ કરશો? | તેથી જ કહું છું કે ‘સંધ્યારાગ’ કથા મને યશોધર ઘરાણાની બહુ નથી લાગતી. તમારી બધી જ નવલકથાઓ વાંચી હોવાનો દાવો હું નથી કરતો છતાં એટલું તો કહીશ કે ‘સંધ્યારાગ’ તમારી વધુમાં વધુ અ–યશોધરીય રચના હશે. આ કથામાં માઈકલ ‘મહાત્મા’ને તો તમે છેવટ જતાં ‘રસાત્મા’ બનાવી દીધો છે; પણ એ સુભગ પરિવર્તન એના સર્જકમાં પણ આવી શક્યું હોત તો! મહાત્માઓ કે મરજાદીઓ કદીય મોટા કલાકાર નથી બની શકતા એ હકીકતની જાણ તમારા જેવા ચતુરસુજાણને કરવાની જરૂર ન જ હોય. તેથી જ તમને એક વિનંતિ કરવાનું મન થાય છે : તમારું અગમનિગમ જ્ઞાન તમારા અંગત વ્યાસંગ તરીકે તમને મુબારક હો. વાર્તાલેખનમાં ભલા થઈને એ જ્ઞાનને વચ્ચે ન લાવો. અને લાવો તો પણ એને કલાદૃષ્ટિએ પ્રતીતિકર બનાવો. બાકી, પૂર્વજન્મની પ્રીતની વાતો ઘણીવાર બજારુ પ્રેતકથાઓથી આંગળ વા જ આઘી રહેતી હોય છે, એમ કહું તો મને ત્રીજી વાર માફ કરશો? | ||
‘સંધ્યારાગ’માં ઇતિહાસ અને પ્રેમ બેઉ તત્ત્વોનો ભરપેટ આસ્વાદ મળશે એવી આશાએ મેં એનું વાચન કરેલું. અને એ બેઉ બાબતમાં મને અતૃપ્તિ રહી ગયાની આ ફરિયાદ નોંધાવતાં મને દુઃખ થાય છે. પણ એનું કારણ કદાચ એ જ છે કે ‘સંધ્યારાગ’ તમારી વધુમાં વધુ અ–યશોધરીય સરજત બની છે. આમ શાથી થયું, યશોધરભાઈ? ફિલમવાળાઓ પેલા ‘એ’ સર્ટિફિકેટથી ગભરાઈ જાય છે, એમ તમે પણ ગભરાઈ ગયેલા કે શું? કે પછી કોઈ વિવેચક તરફથી ‘લાંપટ્યરસ’નું લેબલ મળી જશે એવી બીક લાગી ગયેલી? પણ હવે તો ગુજરાતી સાહિત્યમાં નવોદિત બીટનિક લેખકો તો ‘કંચૂકીબંધ’થીય આગળ નીકળીને ક્યાંયના ક્યાંય જઈ પહોંચ્યા છે એ તમે જાણો છો કે નહિ? એમની કેટલીક કૃતિઓની સરખામણીમાં તમારી ‘સર જતી રેતી’ તો ‘સતીચરિત્ર’ જેવી સદ્ગુણી લાગવાનો સંભવ છે. અલબત્ત, હું તમને બીટનિક બનવાનું નથી સૂચવતો. માત્ર, માઈકેલની પેઠે ફરી પાછા રસાત્મા બની રહેવાનું જ વિનવું છું. આવો એક ‘વન્સમોર’ થવા દો એટલી જ અભ્યર્થના. | ‘સંધ્યારાગ’માં ઇતિહાસ અને પ્રેમ બેઉ તત્ત્વોનો ભરપેટ આસ્વાદ મળશે એવી આશાએ મેં એનું વાચન કરેલું. અને એ બેઉ બાબતમાં મને અતૃપ્તિ રહી ગયાની આ ફરિયાદ નોંધાવતાં મને દુઃખ થાય છે. પણ એનું કારણ કદાચ એ જ છે કે ‘સંધ્યારાગ’ તમારી વધુમાં વધુ અ–યશોધરીય સરજત બની છે. આમ શાથી થયું, યશોધરભાઈ? ફિલમવાળાઓ પેલા ‘એ’ સર્ટિફિકેટથી ગભરાઈ જાય છે, એમ તમે પણ ગભરાઈ ગયેલા કે શું? કે પછી કોઈ વિવેચક તરફથી ‘લાંપટ્યરસ’નું લેબલ મળી જશે એવી બીક લાગી ગયેલી? પણ હવે તો ગુજરાતી સાહિત્યમાં નવોદિત બીટનિક લેખકો તો ‘કંચૂકીબંધ’થીય આગળ નીકળીને ક્યાંયના ક્યાંય જઈ પહોંચ્યા છે એ તમે જાણો છો કે નહિ? એમની કેટલીક કૃતિઓની સરખામણીમાં તમારી ‘સર જતી રેતી’ તો ‘સતીચરિત્ર’ જેવી સદ્ગુણી લાગવાનો સંભવ છે. અલબત્ત, હું તમને બીટનિક બનવાનું નથી સૂચવતો. માત્ર, માઈકેલની પેઠે ફરી પાછા રસાત્મા બની રહેવાનું જ વિનવું છું. આવો એક ‘વન્સમોર’ થવા દો એટલી જ અભ્યર્થના. | ||
{{right|લિ. તમારો
ચુનીલાલ મડિયા
જાન્યુઆરી, ૧૯૬૪}}

| {{right|લિ. તમારો
ચુનીલાલ મડિયા
જાન્યુઆરી, ૧૯૬૪}}

{{Poem2Close}} | {{Poem2Close}} | ||