19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| અચવ્યો રસ ચાખો! | }} {{Block center|<poem> સંતો રે અચવ્યો રસ ચાખો, ચવ્યો ચિત્તમાંહે નવ ધરો, વિચારીને નાખો, {{right|સંતો રે અચવ્યો રસ ચાખો.}} જે વણસે તે ઊપજે, ઊપજે તે વણસે, પંચ વિષેથી જે રહે પરો, તેમ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 115: | Line 115: | ||
આ આખું જ પદ સંત ફ્રાન્સિસ ઑફ આસીસીના કેન્ટિકલ્સની યાદ અપાવે એવું છે. શાનની વાતમાં અક્બડ થઈ જતો અખો પ્રેમની વાત આવતાં ગળી ગળી જાય છે. કહેવતરૂપ થઈ પડે એવી વાણીમાં તે કથે છેઃ | આ આખું જ પદ સંત ફ્રાન્સિસ ઑફ આસીસીના કેન્ટિકલ્સની યાદ અપાવે એવું છે. શાનની વાતમાં અક્બડ થઈ જતો અખો પ્રેમની વાત આવતાં ગળી ગળી જાય છે. કહેવતરૂપ થઈ પડે એવી વાણીમાં તે કથે છેઃ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> | |||
આ પ્રભુ પૂર્ણ સદોદિત સ્વામી, | |||
ઘટ ઘટ વ્યાપક અંતરજામી. | |||
<nowiki>*</nowiki> | |||
પૂરણ બ્રહ્મ પૂરી રહ્યો પોતે, | |||
ભોગ્યો ભર્મ સ્વતંતર જોતે. | |||
</poem>}} | |||
{{Poem2Open}} | |||
આમ અણઆસે પરમાત્મા સામે જ આવીને ભેટે છતા એને જોવાનું ચૂકે એવા ભા યને શું કહેવું? | |||
પહેલો થા... ધ્યેય ધ્યાતા જાયે | |||
અખો સંબંધનું સાદું ગણિત સમજાવતાં કહે છે કે જો હું છું તો તું છો. અહીં ‘બલાકા'માંનું રવીન્દ્રનાથનું ૨૯મું કાવ્ય યાદ આવી જાય. તેની પંક્તિઓ : ‘આમિ એલેમ, તાઈ તો તુમિ એલે' ‘હું આવ્યો એટલે જ તું આવ્યો ને!' એ વિશ્વનાટકના પ્રથમ ઉદ્ગાર સમી છે. અને 'આમાર પરશ પેલે, આપન પરશ પેલે' 'મારો સ્પર્શ પામીને તું તારો સ્પર્શ પામ્યો' એ અંતિમ ઘટના છે. હું નથી તો તું પણ નથી. અને હુંનો તાગ લેતાં તો એ ઓગળી જાય છે. ત્યારે એનું શું થાય છે? એ તુંમાં જ લય પામે છે. ધ્યાતા ધ્યાન કરતો કરતો ધ્યેયમાં લીન થઈ ગયો ત્યારે હું-તુંનો સવાલ જ ક્યાં રહ્યો? અખાએ અન્ય સ્થળે કહ્યું છે : | |||
{{Poem2Close}} | |||
{{Block center|<poem> | |||
જ્યારે હું થઈને તાહરું, કાઢવા જાઉં છેક | |||
ત્યારે વિલય થાઉં વિચારતાં, તોણ કોણ કહે બે એક? | |||
આવું આરોપણ અણછતું, અને વસ્તુગતે તું રામ | |||
એમ જોતાં હું તું તેમ થયું, સહેજ સાધ્યું કામ. | |||
</poem>}} | |||
{{Poem2Open}} | |||
અને પછી ધ્યેયાકાર થયેલા આતમની આ આનંદમસ્તી! | |||
{{Poem2Close}} | |||
{{Block center|<poem> | |||
ધ્યેય ધ્યાતા એક ધામમાં, કરે બ્રહ્મ ક્લોલ, | |||
આત્મસિંધુમાં હે અખા! કરો ઝાકમઝોલ. | |||
</poem>}} | |||
{{Poem2Open}} | |||
જે આંખોમાં આત્મતેજ પ્રગટ્યું એની જ કથા આગળની પંક્તિમાં કહી છેઃ | |||
{{Poem2Close}} | |||
{{Block center|<poem> | |||
તિજ ત્રલોકી... ટૂંક–ભૂપ.’ | |||
‘દેવદર્શીનું દેખવું... ભૂચરને દોહલી.' | |||
</poem>}} | |||
{{Poem2Open}} | |||
ત્રણે લોકમાં જે તેજ રમે છે, જે તેજ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણને ભેદી પરમતત્ત્વનો પરિચય કરાવે છે તે આપણી આંખોમાં પ્રવેશ્યું નથી. | |||
આ રાજા આ રંક, આ મોટો આ નાનો, આ ઊંચો આ નીચો, આ કામનો આ નકામો, એવા ભેદ પાડી આપણે મનુષ્યને જોઈએ છીએ. કારણ કે આપણી દૃષ્ટિમાં લોભ, મોહ, લાલચ કે બીક પેસી ગયાં છે. આપણાં નેત્રો નિર્મળ નથી. ચક્ષુ નિર્મળ હોય તે મનુષ્યના દેહને, દેહના શણગારને અને તેના દુન્યવી માન-સ્થાનને નહીં પણ તેની અંદર રહેલા દેવત્વને જુએ. દેહદર્શી અને દેવ-દર્શી એવા બે પ્રકાર છે ષ્ટિ કરનારના. અખાએ દેવદર્શીની નજરે પડદા હટાવીને જોયું છે, એટલું જ નહીં ખોલીને બતાવ્યું છે. પણ એ તો નિર્મળ ને નિર્લેપ દૃષ્ટિવાળાને સમજાશે. જેના પગ ધૂળ ઉડાડતા ચાલે છે તેને માટે એ સમજવું મુશ્કેલ છે. અખો અન્ય સ્થળે કહે છે : | |||
{{Poem2Close}} | |||
{{Block center|<poem> | |||
નામ રૂપ નરને વિષે, જેમ ધાતુ ઉપર મોહોર, | |||
ધાતુઠામે બ્રહ્મ જાણો, માંહે નાના નામ અંકોર, | |||
તેને દેવદૃષ્ટ નીરખતાં, તે અધિક ન્યૂન ન થાય, | |||
ગુણવાદી ગામ નામઠામે તે દ્વૈત જોઈ ડે’કાય. | |||
<nowiki>*</nowiki> | |||
એમ દેહદર્શી ને દેવદર્શી દેહ ન હોય, | |||
કથણી કુસકા ફૂટતાં, તે ભાવ ભરોસો ખોય. | |||
</poem>}} | |||
{{Poem2Open}} | |||
નામરૂપ તો મનુષ્યને માથે વળેલાં કુસકાં છે. એનું સત્ત્વ છે એના મહદ્ આત્મામાં. મનુષ્ય પર સાચો ભાવ આવશે, ખરો ભરોસો બેસશે ક્યારે? ખેચરગત' થયા વિના આત્માનું તેજ નહીં વધે અને પ્રેમનો વિસ્તાર પણ નહીં થાય. અખો કહે છે તેમ ‘દેવચક્ષુ થઈ દોજણી' દેવચક્ષુ દૂઝણી થાય તો જ આવું અમૃતપાન થઈ શકે. વિશ્વામિત્રે કહેલું ધૃતં મે ચક્ષુઃ’ મારી આંખો ઘી જેવી સ્નિગ્ધ અને પવિત્ર છે. એવો દૃષ્ટિવંત જ અચવ્યા — નિત્ય નવા, નિત્ય તાજા જીવનરસનું પાન કરી શકે છે. | |||
{{Poem2Close}} | |||
{{HeaderNav2 | |||
|previous = નઘરો એક નિરંજન નાથ | |||
|next = વહેતાનાં નવ વહીએ | |||
}} | |||
edits