32,370
edits
(+૧) |
(+૧) |
||
| Line 5: | Line 5: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જળનોયે એક કેફ હોય છે. આદિમતાનો એમાં એક સ્વાદ હોય છે. જાણનારા એ જાણે છે ને માણનારા એ માણેય છે! મેઘ તો બાળપણથી જ મારો દોસ્ત, પણ મેઘદૂત મને મોડો મળ્યો, કિશોરવયમાં, ગૌરીના ગયા કેડે! ને એ મળ્યો ત્યારથી મારો કંઈક જન્મોનો જૂનો દોસ્ત હોય એવો બની રહ્યો. આષાઢ આવે ને ‘आषाढस्य प्रथमदिवसे’ નો ભાવ-લય મને ઘેરી વળે. ક્યાંક કોઈ અલકામાં, સપ્તતલ પ્રાસાદના ગવાક્ષે ઊભીને મારી પ્રતીક્ષા કરતી પેલી ગૌરી પ્રત્યક્ષ થાય, વીજળીને વાદળમાંથી કંડારેલી! મોતીની ઝાંયે ૨સેલી! એની સ્વચ્છ દૃષ્ટિ જ્યાં ઠરતી ત્યાં મઘમઘતાં પારિજાતની ઢગલીઓ જાણે રચી દેતી! જળથી લથબથ ધરતીની મીઠી સોડમમાં ગૌરીના મનનું કપૂર પણ મહેકતું વરતાય. ગૌરી કોઈ જૂઈની વેલની જેમ મારા મનના માંડવડે ઝૂમતી હોય. એની આંખોમાંથી હેતનાં આંસુની કળીઓ ગરતી જાય. મારી માટીમાં એના સ્પર્શે કોઈ સિતાર રણઝણી ઊઠે. મને બધું એવું તો મીઠું મીઠું ને મંજુલમધુર લાગે...! પણ આવો અનુભવ ચોક્કસ ક્યારથી થતો રહ્યો એની તિથિ હું તમને નહીં આપું! | જળનોયે એક કેફ હોય છે. આદિમતાનો એમાં એક સ્વાદ હોય છે. જાણનારા એ જાણે છે ને માણનારા એ માણેય છે! મેઘ તો બાળપણથી જ મારો દોસ્ત, પણ મેઘદૂત મને મોડો મળ્યો, કિશોરવયમાં, ગૌરીના ગયા કેડે! ને એ મળ્યો ત્યારથી મારો કંઈક જન્મોનો જૂનો દોસ્ત હોય એવો બની રહ્યો. આષાઢ આવે ને ‘आषाढस्य प्रथमदिवसे’ નો ભાવ-લય મને ઘેરી વળે. ક્યાંક કોઈ અલકામાં, સપ્તતલ પ્રાસાદના ગવાક્ષે ઊભીને મારી પ્રતીક્ષા કરતી પેલી ગૌરી પ્રત્યક્ષ થાય, વીજળીને વાદળમાંથી કંડારેલી! મોતીની ઝાંયે ૨સેલી! એની સ્વચ્છ દૃષ્ટિ જ્યાં ઠરતી ત્યાં મઘમઘતાં પારિજાતની ઢગલીઓ જાણે રચી દેતી! જળથી લથબથ ધરતીની મીઠી સોડમમાં ગૌરીના મનનું કપૂર પણ મહેકતું વરતાય. ગૌરી કોઈ જૂઈની વેલની જેમ મારા મનના માંડવડે ઝૂમતી હોય. એની આંખોમાંથી હેતનાં આંસુની કળીઓ ગરતી જાય. મારી માટીમાં એના સ્પર્શે કોઈ સિતાર રણઝણી ઊઠે. મને બધું એવું તો મીઠું મીઠું ને મંજુલમધુર લાગે...! પણ આવો અનુભવ ચોક્કસ ક્યારથી થતો રહ્યો એની તિથિ હું તમને નહીં આપું! | ||
મને | મને કોઈ વર્ષાઋતુને માણવા માટે બે જ ઇન્દ્રિયો પસંદ કરવાની કહે તો હું ઘ્રાણેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય પહેલી પસંદ કરું. વર્ષાની અમૃતધાર ઝીલતાં ઝીલતાં દૂર દૂરના અસ્પર્શ્ય એવા આકાશનેય હું જાણે મારી હથેળીમાં સ્પર્શતું અનુભવતો. જળનાં ટીપાં આકાશના પેલા તારાઓને મળીને આવ્યાં હોય એવાં ખુશનસીબ મને લાગતાં. હું કેટલીકવાર મેઘધનુષની ચઢતી કમાન પર થઈને ગૌરીના ગવાક્ષે પહોંચવાની રંગીન કલ્પનાયે કરી રહેતો. કિશોરવયે મેઘદૂતની મૈત્રી પછી અનેકવાર હું અશરીરિણી ગૌરીને કોઈ શ્વેત-શ્યામ વાદળના ગોટામાંથી શોધી કાઢવા -પકડવા પ્રયત્ન કરતો. અનેકવાર હું કાલિદાસની કાવ્યપંક્તિઓ બોલીને મરૂત અને મેઘ દ્વારા ગૌરીના મનોલોકમાં પહોંચવાને મથતો; પરંતુ ગૌરી કોઈ દૈવી પ્રકાશમૂર્તિ-શી નજીક છતાં દૂર દેખાતી. મુક્ત વેણી ધારણ કરેલી શ્વેત વસ્ત્રાવૃતા ગૌરી કોઈ પ્રતીક્ષાદીપની નિર્મળ જ્યોતિ-શી સ્થિરતયા ચમકતી મને દેખાતી; પરંતુ હું એની કિસલય-શી કોમળ કરાંગુલિને ગ્રહી શકતો ન હતો. હું અવારનવાર દૂર દૂરના ચંદ્રને જોઈને ખડકે ખડકે પછડાટો લેતા સમુદ્ર જેમ મારા ચેતન - ઉછાળને પ્રતીત કરતો. કાંઠો મંજૂર નથી ને કાંઠો ઉલ્લંઘાતોયે નથી! | ||
ગૌરી ક્યારેક અધરાતે મધરાતે, આષાઢી કે શ્રાવણી આકાશમાં ચંદ્ર જ્યારે શ્યામ અભ્રો આડે ઢંકાયેલો હશે, વૃક્ષવેલીઓ જ્યારે રહી ગયેલ વરસાદની મીઠી સ્મૃતિનાં મોતી ટપ ટપ ખેરવતી હશે ત્યારે મેઘના મદીલ લાવણ્યરસની સુડોળ પ્રતિમારૂપે અવતરીને કરકમલમાં સ્વર્ણિમ દીપથાળ લઈને મારા કાજે થઈને અભિસારે પધારતી હશે. એમ ન હોય તો શા માટે એ મારી નિકટતર આવતી હોય એવી સંવેદના મને થાય? શા માટે ગૌરીના અભિસારના ખ્યાલ માત્રે મારા આંતરમહેલની સૌ રજતઘંટડીઓ એકસામટી રણકી ઊઠે? શા માટે મારામાંનાં પાંચેય તત્વો – પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ – ઘૂંટાઈને પંચામૃતનો અપૂર્વ સ્વાદ આપતાં ઉલ્લસિત થાય? મને અનેકવાર એવું થતું રહ્યું છે કે કોઈ જાણે ગૌરીની ચેતનાની કલમ મારી ચેતનામાં રોપીને-બાંધીને જાદુઈ જળના ઇલમે કોઈ નિત્યનૂતન સાયુજ્યરસે એકાકાર કરીને જાણે કોળાવવાને મથે છે ને તેય આ વર્ષાની સર્જનાત્મક ઋતુમાં જ. ગૌરીની લોકોત્તર હયાતી અનેક રૂપે આ વર્ષામાં મને પ્રતીત થતી હોય છે : ગૌરી ક્યારેક નવસ્નાત મોગરાનાં લીલા પર્ણના ઉજાસમાં લાવણ્યની ટશરે પ્રગટતી હોય છે. ક્યારેક મેઘધનુષ્યની કમનીય કમાનમાં એની દૃષ્ટિની બંકિમ ભંગિમા મને વરતાય છે. ક્યારેક ઝરણાની રણઝણમાં ગૌરીનાં જ ઝાંઝરની ઝંકૃતિ વહી આવતી મને પમાય છે. ગૌરી મારી અંતઃશ્રુતિને, મારા અંતશ્ચક્ષુને પ્રત્યક્ષ થતી મારી સમગ્ર ચેતનામાં પુલકી ઊઠે છે, માટીમાંથી તૃણ પુલકી ઊઠે એમ. વર્ષા આવે છે અને ગૌરીની સ્મૃતિ બે કાંઠે ઊછળે છે. એનો અભાવ મારામાં ભરાઈ આવે છે, મારી આંખમાંથી એ ઊભરાઈ રહે છે. | |||
વર્ષાના સ્મરણ સાથે જ હોડીનું ને તેય કાગળની હોડીનું સ્મરણ ઊઘડી આવે છે. જાતભાતના, રંગબેરંગી નાનામોટા કાગળો એકઠાં કરી, તેમાંથી હોડીઓ તૈયાર કરી અમે વર્ષાનાં પાણી જ્યાં ભરાયાં હોય કે વહેતાં હેાય ત્યાં તે સર્વને તરતી મૂકતા. ક્યારેક આ રીતે હોડીઓ તરાવવામાં ગૌરી સામેલ થતી. આ તો કાગળની હોડીઓ, ગૌરી ને હું એમાં ઓછાં જ બેસી શકવાનાં હતાં? તેમ છતાં સદેહે નહીં તો અમારા પ્રતિનિધિઓ તરીકે ચણોઠી અને કચૂકાને અમે હોડીમાં હળવે હાથે પધરાવતાં. ચણોઠી જો ગૌરીની તો કચૂકો મારો! અમે પાણીમાં તરતી મૂકેલી હોડીને એકીટસે નીરખી રહેતાં. ક્યારેક તે આડીઅવળી ફંટાય, ક્યારેક તે અધવચ અટવાય તો ક્યારેક ફોગાઈને આપોઆપ ફસકી જાય ને એવું થતું ત્યારે અમે ચણોઠી ને કચૂકાને પાણીમાં ખેંચાઈ કે ખોવાઈ જતાં બચાવી લેવામાં મરણિયા સજાગતા દાખવતાં. પરંતુ અંગત રીતે કહું તો મારી સજાગતા અધકચરી નીકળી! ચણોઠી રહી ને ગૌરી ગઈ... મને જોકે આકંઠ ખાતરી છે કે ગૌરીના નાજુક હાથની સંકલ્પસુદઢ મુઠ્ઠીમાં મારો કચૂકો આજેય સ્વચ્છ સ્વચ્છ ચમકતો હશે! | વર્ષાના સ્મરણ સાથે જ હોડીનું ને તેય કાગળની હોડીનું સ્મરણ ઊઘડી આવે છે. જાતભાતના, રંગબેરંગી નાનામોટા કાગળો એકઠાં કરી, તેમાંથી હોડીઓ તૈયાર કરી અમે વર્ષાનાં પાણી જ્યાં ભરાયાં હોય કે વહેતાં હેાય ત્યાં તે સર્વને તરતી મૂકતા. ક્યારેક આ રીતે હોડીઓ તરાવવામાં ગૌરી સામેલ થતી. આ તો કાગળની હોડીઓ, ગૌરી ને હું એમાં ઓછાં જ બેસી શકવાનાં હતાં? તેમ છતાં સદેહે નહીં તો અમારા પ્રતિનિધિઓ તરીકે ચણોઠી અને કચૂકાને અમે હોડીમાં હળવે હાથે પધરાવતાં. ચણોઠી જો ગૌરીની તો કચૂકો મારો! અમે પાણીમાં તરતી મૂકેલી હોડીને એકીટસે નીરખી રહેતાં. ક્યારેક તે આડીઅવળી ફંટાય, ક્યારેક તે અધવચ અટવાય તો ક્યારેક ફોગાઈને આપોઆપ ફસકી જાય ને એવું થતું ત્યારે અમે ચણોઠી ને કચૂકાને પાણીમાં ખેંચાઈ કે ખોવાઈ જતાં બચાવી લેવામાં મરણિયા સજાગતા દાખવતાં. પરંતુ અંગત રીતે કહું તો મારી સજાગતા અધકચરી નીકળી! ચણોઠી રહી ને ગૌરી ગઈ... મને જોકે આકંઠ ખાતરી છે કે ગૌરીના નાજુક હાથની સંકલ્પસુદઢ મુઠ્ઠીમાં મારો કચૂકો આજેય સ્વચ્છ સ્વચ્છ ચમકતો હશે! | ||
વર્ષાઋતુમાં સૌથી ભવ્ય કાર્યક્રમ તે જળક્રીડાનો, આકાશી સ્નાનલીલાનો! પ્રથમ વરસાદ આવું આવું થાય, ધૂળમાં ચકલીઓ નાહતી થાય ને અમને આખા શરીરે અળાઈઓની સખત ખંજવાળ ઊપડે. માને દર વખતની જેમ કહીએ, આ વખતે તો વરસાદમાં બરોબર નાહવું પડશે, તો જ અળાઈનું જોર ઘટશે ને તે મટશે. માયે અમારી ખંજવાળની પીડા જોઈ સકરુણ ચિત્તે હા ભણતી. આમ આગોતરા જામીન-શી આગોતરી મંજૂરી લઈ અમે વળી વળીને આકાશમાં ઘેરાતાં વાદળાંની વણજારને અવલોક્યા કરતા. ક્યારે વાદળાંની પોઠ અહીં ઠલવાય ને ક્યારે અમે એના પાણીમાં તનમનથી તરબોળ થઈએ! | વર્ષાઋતુમાં સૌથી ભવ્ય કાર્યક્રમ તે જળક્રીડાનો, આકાશી સ્નાનલીલાનો! પ્રથમ વરસાદ આવું આવું થાય, ધૂળમાં ચકલીઓ નાહતી થાય ને અમને આખા શરીરે અળાઈઓની સખત ખંજવાળ ઊપડે. માને દર વખતની જેમ કહીએ, આ વખતે તો વરસાદમાં બરોબર નાહવું પડશે, તો જ અળાઈનું જોર ઘટશે ને તે મટશે. માયે અમારી ખંજવાળની પીડા જોઈ સકરુણ ચિત્તે હા ભણતી. આમ આગોતરા જામીન-શી આગોતરી મંજૂરી લઈ અમે વળી વળીને આકાશમાં ઘેરાતાં વાદળાંની વણજારને અવલોક્યા કરતા. ક્યારે વાદળાંની પોઠ અહીં ઠલવાય ને ક્યારે અમે એના પાણીમાં તનમનથી તરબોળ થઈએ! | ||