અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બાલુભાઈ પટેલ/આવશે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 4: Line 4:


<poem>
<poem>
::::::::::એક રણકો ફોન ઉપર આવશે;
::::::::::::::એક રણકો ફોન ઉપર આવશે;
:::::લૈને સંદેશો કબૂતર આવશે.
:::::લૈને સંદેશો કબૂતર આવશે.
:::::આ સડકને જ્યાં તમે આપ્યો વળાંક;
:::::આ સડકને જ્યાં તમે આપ્યો વળાંક;

Revision as of 12:02, 13 July 2021


આવશે

બાલુભાઈ પટેલ

એક રણકો ફોન ઉપર આવશે;
લૈને સંદેશો કબૂતર આવશે.
આ સડકને જ્યાં તમે આપ્યો વળાંક;
ત્યાં જ એક વિધવાનું ખેતર આવશે.
આંગણે આંબાને આવી કેરીઓ,
રોજના બેચાર પથ્થર આવશે.
જૂના પત્રો સાચવીને રાખજે,
એક દિ’ એનોય અવસર આવશે.
આજ હું ઊભો છું એવી સરહદે;
બંને બાજુએથી લશ્કર આવશે.
જો હશે શ્રદ્ધા તો ‘બાલુ’ આજ પણ;
ઝેર સૌ પીવાને શંકર આવશે