નાટક વિશે/એક અધૂરી સમીક્ષા: Difference between revisions
(+1) |
(+1) |
||
| Line 17: | Line 17: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = એક જ ઢંગે ઢંકાયેલા સપ્તરંગ | ||
|next = | |next = ચર્ચા | ||
}} | }} | ||
Latest revision as of 03:12, 2 June 2025
શ્રી રઘુવીર ચૌધરીનાં બે નાટક `અશોકવન’ અને `ઝૂલતા મિનારા’ (એક જિલ્દમાં) મને મળ્યાં અને મેં તરત જ એમાંનું `અશોકવન’ વાંચ્યું, કાંઈ ન સમજાયું ફરીથી વાંચ્યું. તોય રહસ્ય પામ્યો. હોઉં એવું ન થયું. એટલે મેં શ્રી રઘુવીરને મને સમજાવવા કહ્યું. એમણે કહ્યા પ્રમાણે એક તો એમણે નામસંકેત લીધો છે પણ રામાયણના અન્ય સર્વ સંદર્ભો કે ગતિવિધિથી પાત્રોને, પોતાને, અને નાટકમાં જે બને છે એ બધાંને સાવ અસ્પૃષ્ટ રાખ્યાં છે. બીજું એમને અભિપ્રેત છે મૌગ્ધ્યાવસ્થાથી જાગૃતાવસ્થાની સંક્રાંતિ. આ સંક્રાંતિમાં નિર્ભ્રમ થવાનું, disillusion થવાનું, શક્ય જ નહીં, કદાચ આવશ્યક. ખાસ તો વિશ્વાસના સ્તરે. પણ આપણે આ રીતે આગળ વધીએ એ પહેલાં નાટક શું છે એ જેટલું મને સમજાયું એટલું જાણી લઈએ. વિદ્યુત પાસે પૈસા છે. પૈસા મેળવી આપે એવી સત્તા છે. એ વિદ્યુત, જલધારાને પોતાના આ રળિયામણા એકલવાસમાં લાવે છે. જલધારા પોતાની રાજીખુશીથી એની સાથે આવી છે. આવી છે એ પહેલાં એને અનિલ સાથે સંબંધ બાંધવાની ઇચ્છા છે. અને આ કહેવાતા અશોકવનમાંય એમનો પત્રાલાપ અને ક્યારેક મિલન ચાલુ છે. વિદ્યુત પરિણીત છે. કામિની એની પત્ની. અને વિદ્યુતે જલધારા તથા અશોકવન એસ્ટેટ અને એનાં કારખાનાં વગેરેના રક્ષક તરીકે નીમેલો ગોવિન્દસિંહ. આ ગોવિન્દસિંહ ક્યારે શું કરશે, કેમ કરશે, શું બોલશે, કેમ બોલશે, એનો કશો તાગ આખા નાટકમાં મળતો નથી. વિદ્યુતની પિસ્તોલમાંથી એ ક્યારે અને શા કારણે ગોળી કાઢી લે છે એ કળાતું નથી, એટલું જ અકળ છે એનું વર્તન. એની ચબરાકિયાંમાં ખપે એવી ઉક્તિઓ સંવાદમાં plant કરેલી, ઊભડક આણેલી, લાગે છે. હેતુ કળાતો નથી. એનાં, તેમ જ અન્ય પત્રોનાં વાણી અને વર્તન એ સામાન્ય વાંચક, જે કારણકાર્ય વચ્ચે કશો સંબંધ જોવાને ટેવાયેલા હોય, જે સંવાદ અને અન્ય નાટ્યકર્મ દ્વારા બીજથી પરાકાષ્ઠા લગીના વિકાસની અપેક્ષા રાખતો હોય, તેના ધ્યાનમાં ઊતરી શકે એવાં નથી. પણ શ્રી રઘુવીર ચૌધરીનો લગભગ સમગ્ર મુદ્દો કલ્પનની કક્ષામાં રહે છે, બનવાની (નજર સામે અથવા તો વાંચકની સાક્ષીમાં બનવાની) કક્ષા લગી પહોંચતો નથી. આ વિષે મેં એમના આગળ આવા જ મૌગ્ધ્યાવસ્થાથી જાગૃતાવસ્થા લગીના, થોડા આઘાતક એવા પરિવર્તનનાં બે દાખલા મૂક્યા. એક છે મુનશીની ચૌલા. બીજી છે તોલ્સતોયની નાટાશા. મુનશીએ જ ચૌલાની પૂર્વ આવૃત્તિઓ ઘણી – નવલકથા દીઠ એકની સરેરાશે – આપી છે. જેવું મૌગ્ધ્યનું આલેખન હૈયાને સ્પર્શી જાય એવું કોમલ મધુર છે એવું જાગૃતાવસ્થાનું આલેખન નથી. મુનશી પણ એ પરિવર્તન સંભાળી શકતા નથી. તોલ્સ્તોયે તો પુત્રવતી બનેલી નાટાશાને લગભગ ફૂવડ બનાવી છે. આ દાખલા મેં તો આ પરિવર્તન ઠસાવવાનું કામ કેટલું કપરું છે એ મુદ્દો તારવવા જ આપેલા. પણ આ તો નાટક છે. રસળતા અને ક્યારેક રઝળતા સંવાદ દ્વારા જે સ્વરૂપ પાસે કામ લેવામાં આવ્યું છે એવું રૂપ. પણ નાટકની મર્યાદા કહો કે ઉત્તમતા કહો બન્ને એક વાતમાં સમાઈ છે. જેમ ન્યાય થાય એટલું પૂરતું નથી, પણ ન્યાય છે એમ સહુને દેખાવું, કળાવું, એ આવશ્યક હોય છે તેમ નાટકમાં આવું પરિવર્તન પ્રતીત થવું (ભાવ અને પ્રતિભાવ બન્ને દ્વારા) આવશ્યક છે. અને `અશોકવન’માં એવી કશી પ્રતીતિ થતી નથી. એવા કલ્પનની ઝાંખી પણ કર્તા કહે ત્યાર પછી થાય છે. અલબત્ત એમાં ભાવકના ચિત્તની સંવેદનક્ષમતાનો પ્રશ્ન પણ છે જ. પણ સાથે નાટક જેવા સ્વરૂપના આ ઉત્તમાંશનો લોપ અને નવલકથામાં કદાચ ચાલી જાય, જાય, વગેરેની સહાયથી નભી જાય, એવા juxtapositionથી વિશૃંખલ અને અક્કડ સાન્નિધ્યથી – કલ્પનને કાર્યમાં પૂરેપૂરું વાળ્યાનો સંતોષ લેવો એ ઘણી રીતે વિચાર કરતા કરી મૂકે છે. શ્રી રઘુવીરની સંવાદરચના પણ આ સંદર્ભમાં વિચારવા જેવી છે. સંવાદ અમુક મુદ્દાને સ્ફુટ કરવા ચાલતો હોય એવી સાહજિકતા તો ક્યાંક ક્યાંક જ દેખા દે છે. બાકી તો તેજને બદલે અકડાઈથી કામ ચલાવ્યાની છાપ પડે છે. Assertion – દાવો, અને Denial – વિરોધ – ઇન્કાર, એની ગૂંથણી એ જ તો સંવાદની સુઘડ રીત. પણ દાવો અને વિરોધ – ઇન્કાર બંને જે તે પાત્રનાં લક્ષણ કે તત્ક્ષણતા ચૈતસિક અભિગમનું જ વાચિક હોવું જોઈએ. નાટક જોનાર કે વાંચનારના વિશ્વાસની આ જડ છે. સંવાદ એ તો સાધન છે. અને શ્રોતાપ્રેક્ષકનો વિશ્વાસ એ સાધનના હેતુપુરઃસરના ઉપયોગ પર મંડાયેલો હોય છે. વિચાર કે વાણીની ઉગ્રતા, ઉદ્દંડતા–એને ઝાળ કહીએ તોય વાંધો નથી – એ પેલા ઉપયોગના જ ગુણદોષ બની શકે. પણ અહીં તો ગરમી છે, પ્રકાશ નથી. કલ્પન હોવાનો સંભવ છે પણ એનું મંચન નથી. ‘અશોકવન’ કદાચ નવલકથા બની શકત. narration નિવેદન, action કાર્ય કે reaction પ્રતિભાવ એ ત્રણ નાટકની જાણીતી રીતો છે. આખરે તો નાટક જ્યારથી પણ લખાતું થયું ત્યારથી નિવેદિતને નાટ્યાત્મક બનાવવું, dramatise કરવું એ જ તો પરમ પ્રયત્ન રહ્યો છે. અને માત્ર lyrical કક્ષાએ રાખવું કે રહેવા દેવું એને નાટ્યકર્મ કહેવામાં નાટકને અન્યાય છે. અહીં એક પ્રશ્ન વિભાજિત વ્યક્તિત્વનો split personalityનો આવે છે. પિસ્તોલનો ઘોડો દબાયો એ વખતે. [સ્વ. જયન્તિ દલાલે તા. ૨૨મી ઑગસ્ટે આ અધૂરી સમીક્ષા એક પત્ર સાથે ટપાલમાં નખાવી. પત્રમાં એમણે લખાવ્યું કે `થોડુંઘણું લખ્યું અને પછી તો તબિયત એટલી ખરાબ થઈ છે કે એટલા માટે `ગ્રંથ’નું રોકી રાખવું મુનાસિબ નથી. જો બન્ને નાટક બીજા કોઈને આપી શકો તો એક દૃષ્ટિ સાંપડે, ને મને એમાં જરાકે ખોટું નહીં લાગે. જેટલું લખેલું છે તેટલું આ સાથે બીડ્યું છે. ઠીક લાગે તો ઉપયોગ કરશો, નહિ તો કાઢી નાખજો.’ તા ૨૫મીની ટપાલમાં આ સમીક્ષા મળી. દરમિયાન તા. ૨૪મીની સાંજે સમીક્ષકનું અવસાન થયું હતું.]
- ↑ * અશોકવન અને ઝૂલતા મિનારા. લે. રઘુવીર ચૌધરી. (આર. આર. શેઠ, ૧૯૭૦. પા. ૨૪૦, રૂા. ૬)
Lua error in package.lua at line 80: module ‘strict’ not found.