કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૩. આવ્યો વસંત: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨. ધ્રુવતારા| નિરંજન ભગત}} <poem> આવ્યો વસંત કુસુમોત્સવ શો વનોમ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|૩. આવ્યો વસંત| ઉશનસ્}} | ||
<poem> | <poem> | ||
આવ્યો વસંત કુસુમોત્સવ શો વનોમાં; | આવ્યો વસંત કુસુમોત્સવ શો વનોમાં; |
Revision as of 12:41, 13 July 2021
૩. આવ્યો વસંત
ઉશનસ્
આવ્યો વસંત કુસુમોત્સવ શો વનોમાં;
તે આ ઋતુ, પૃથિવી જ્યાં ફૂલગુચ્છ જેવી
ગૂંથાતી નીલ નભસુંદરીકુંતલોમાં;
તે આ ઋતુ જ, ક્ષિતિ જ્યાં ધૂપદાની જેવી
ભાનુપરિક્રમણમાં કુસુમોની ભીડે
આકાશમાં સુરભિનાં ઘન ઉત્સૃજે છે!
આ તે ઋતુ, પૃથિવી જ્યાં નવ ઓળખાતી
સ્વર્ભૂમિથી અલગ પુષ્પવિભૂતિઆઢ્ય,
ફૂલોની હ્યાં ભરતી નંદન શી, ન ન્યૂન
દેવાંગનાથી મધુમાં અહીં નારી રૂપે.
ને આ રતે મદન સ્વર્ગનું ક્ષેત્ર છોડી
આવી અહીં; ગડી કરી મૂકી જાળવ્યા શી
લ્હેરો સ્ખલે, દિન પલેપલ ગાઢ ભોગ્ય!
પ્રત્યેક ચંદ્ર મધુનો મધુરાત્રિયોગ્ય!
૯-૨-૫૫
(સમસ્ત કવિતા, પૃ. ૧૫)