ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ઉમાશંકર જોશી/શ્રાવણી મેળો: Difference between revisions

no edit summary
(પ્રૂફ)
No edit summary
Line 23: Line 23:
‘ચગડોળમાં બેસવા વળી.’
‘ચગડોળમાં બેસવા વળી.’


જવાબ ઉડાઉ હતો. ખરો જવાબ તો હતો એનો દીર્ઘ દબાવેલો નિઃશ્વાસ. અને સોનાની સરત બહારની એ વાત ન હતી.
જવાબ ઉડાઉ હતો. ખરો જવાબ તો હતો એનો દીર્ઘ દબાવેલો નિઃશ્વાસ. અને સોનાની શરત બહારની એ વાત ન હતી.


‘તો હું કાંઈ રોજરોજ મેળે સાથે આવીને તારી જોડે ચગડોળમાં બેસવા નવરી નથી.’ સોનાએ તો ચગડોળમાં પોતાની જોડે બેસનારો બે મેળા ઉપર ગોતી કાઢેલો.
‘તો હું કાંઈ રોજરોજ મેળે સાથે આવીને તારી જોડે ચગડોળમાં બેસવા નવરી નથી.’ સોનાએ તો ચગડોળમાં પોતાની જોડે બેસનારો બે મેળા ઉપર ગોતી કાઢેલો.


અંબી જરી મૂંગી રહી. અને પછી કોણ તારી જોડે બેઠું જ છે, કહી સોનાની સામે પીઠ કરીને બેઠી. ચગડોળ નીચેઉપર, ઉપરનીચે ઘૂમવા માંડ્યો એટલે આજુબાજુના માનવસમુદાયના ખદબદતા ઉકરડા તરફ ઘૃણાથી જોતી રહી. પોતે એ ધરતીથી અલગ, એ ધરતીથી ઊંચે, જાણે કોઈ બીજા જ ગ્રહ પર વસતી, એવું ચગડોળ પર હોવાથી એને લાગતું ન હોય.
અંબી જરી મૂંગી રહી. અને પછી કોણ તારી જોડે બેઠું જ છે, કહી સોનાની સામે પીઠ કરીને બેઠી. ચગડોળ નીચેઉપર ઉપરનીચે ઘૂમવા માંડ્યો એટલે આજુબાજુના માનવસમુદાયના ખદબદતા ઉકરડા તરફ ઘૃણાથી જોતી રહી. પોતે એ ધરતીથી અલગ, એ ધરતીથી ઊંચે, જાણે કોઈ બીજા જ ગ્રહ પર વસતી, એવું ચગડોળ પર હોવાથી એને લાગતું ન હોય.


સોનાએ પોતાના ગુનાની માફી લાડની એક ચોંટીથી માગી જોઈ. પણ એમાં ન ફાવી એટલે થાકીને માત્ર વનવધૂઓને જ વરી છે એવી ભરી ભરી હલકથી એણે ગાવું આરંભ્યુંઃ
સોનાએ પોતાના ગુનાની માફી લાડની એક ચોંટીથી માગી જોઈ. પણ એમાં ન ફાવી એટલે થાકીને માત્ર વનવધૂઓને જ વરી છે એવી ભરી ભરી હલકથી એણે ગાવું આરંભ્યું :


'''<center>ઝોલો લાગ્યો ગોરીને રૂસણે!</center>'''
'''<center>ઝોલો લાગ્યો ગોરીને રૂસણે!</center>'''


કોણ રિસાયું છે કહેતીક અંબી સોનાના કંઠમાં કંઠ પૂરવા લાગી. ભૂલી ગઈ કે થોડી વાર પછી સોના તો ગાતી થંભી પણ ગઈ હતી ને પોતે એકલી જ ગાઈ રહી હતી. જાણ્યું ત્યારે પોતાના આખાય વર્તનથી એવી તો શરમાઈ કે એક વાર એ ગાવાનું તો તરત જ પડતું મૂકત. એક… એક… ઉપરની બેઠકમાંના પેલા કોઈનો પાવો ગીતની સાથે ને સાથે વાગતો હતો તેનો તાલ તૂટવાનો ડર ન હોત તો.
કોણ રિસાયું છે કહેતીક અંબી સોનાના કંઠમાં કંઠ પૂરવા લાગી. ભૂલી પણ ગઈ કે થોડી વાર પછી સોના તો ગાતી થંભી પણ ગઈ હતી ને પોતે એકલી જ ગાઈ રહી હતી. જાણ્યું ત્યારે પોતાના આખાય વર્તનથી એવી તો શરમાઈ કે એક વાર એ ગાવાનું તો તરત જ પડતું મૂકત. એક… એક… ઉપરની બેઠકમાંના પેલા કોઈનો પાવો ગીતની સાથે ને સાથે વાગતો હતો તેનો તાલ તૂટવાનો ડર ન હોત તો.


ગીત ચાલતું રહ્યું. પાવો ચગતો રહ્યો. ને ચગડોળ જ જાણે ચગડોળે ન ચડ્યો હોય એવું બની રહ્યું.
ગીત ચાલતું રહ્યું. પાવો ચગતો રહ્યો. ને ચગડોળ જ જાણે ચગડોળે ન ચડ્યો હોય એવું બની રહ્યું.


ત્રણ ડુંગરની વચાળમાં શ્રાવણના છેલ્લા રવિએ વરસોસરસ મેળો ભરાતો. ને વરસોવરસ, ડુંગરાનાં દૂઝણાં સાવજચાખ્યાં પાણી પીનારા નવલોહિયા નવનવા વનકિશોરો એકલા મેળે આવતા તે બેકલા પાછા જતા. વનકન્યાઓ ટોળેબંધ ચાલી આવતી. લાવતી એક અણબોટ હૈયું અને તાજી વાદળીની માદક લાવણ્યમયી નિર્ભરતા. મેળામાં સૌ ગાતાં, નાચતાં ને મનનું માનવી મળી જાય એટલે એકબીજાનો હાથ ઝાલી રસ્તે પડતાં.
ત્રણ ડુંગરની વચાળમાં શ્રાવણના છેલ્લા રવિએ વરસોસરસ મેળો ભરાતો. ને વરસોવરસ, ડુંગરાનાં દૂઝ્યાં સાવજચાખ્યાં પાણી પીનારા નવલોહિયા નવનવા વનકિશોરો એકલા મેળે આવતા ને બેકલા પાછા જતા. વનકન્યાઓ ટોળેબંધ ચાલી આવતી. લાવતી એક અણબોટ હૈયું અને તાજી વાદળીની માદક લાવણ્યમયી નિર્ભરતા. મેળામાં સૌ ગાતાં, નાચતાં ને મનનું માનવી મળી જાય એટલે એકબીજાનો હાથ ઝાલી રસ્તે પડતાં.


વનલોકને આથી જુદો કોઈ વિવાહવિધિ જડ્યો ન હતો. બે મહિના વરસાદ બરોબર પડ્યો હોય ને ખેતરોમાં બબ્બે ત્રણ ત્રણ વાર નીંદામણ કરી લીધું એટલે પાક તૈયાર થાય ત્યાં લગીની નિરાંત. ધરતી લીલાણી, ને સાથે સાથે વનબાલાઓની જીવનઆશા પર પલ્લવિત થઈ. ડુંગરો નવાં નવાણથી ગાજી ઊઠતા ને કિશોરો પ્રણયનાં નવસ્પન્દન અનુભવતા નાચી રહેતા. દોડીને એક વહેળો અને એક નાનકડી નદી એકમેકને ભેટી સમરસ થઈ ડુંગરની ધારે ધારે વહ્યે જતાં ત્યાં એક મોટો અણડોળ પથ્થર હતો એની ચોમેર નાચકૂદ ને ગાનકિલ્લોલ કરતાં કરતાં જુગલજોડીઓ રચાઈ જતી. ન તો કોઈ પુરોહિતની જરૂર પડતી, ન મોટેરાંની છાયા આડી આવતી. યૌવનની નસેનસે શ્રાવણી પૂર દોડતાં; ભરપૂર અને મસ્ત. નીતરાં નહિ પણ મેલાંઘેલાં; સ્વસ્થ નહિ પણ હેલે ચડેલાં. શ્રાવણી મેળો ડહોળ્યાં દિલનો મેળો હતો.
વનલોકને આથી જુદો કોઈ વિવાહવિધિ જડ્યો ન હતો. બે મહિના વરસાદ બરોબર પડ્યો હોય ને ખેતરોમાં બબ્બે ત્રણત્રણ વાર નીંદામણ કરી લીધું એટલે પાક તૈયાર થાય ત્યાં લગીની નિરાંત. ધરતી લીલાણી, ને સાથે સાથે વનબાલાઓની જીવનઆશા પણ પલ્લવિત થઈ. ડુંગરો નવાં નવાણથી ગાજી ઊઠતા ને કિશોરો પ્રણયનાં નવસ્પન્દન અનુભવતા નાચી રહેતા. દોડીને એક વહેળો અને એક નાનકડી નદી એકમેકને ભેટી સમરસ થઈ ડુંગરની ધારે ધારે વહ્યે જતાં ત્યાં એક મોટો અણડોળ પથ્થર હતો એની ચોમેર નાચકૂદ ને ગાનકિલ્લોલ કરતાં કરતાં જુગલજોડીઓ રચાઈ જતી. ન તો કોઈ પુરોહિતની જરૂર પડતી, ન મોટેરાંની છાયા આડી આવતી. યૌવનની નસેનસે શ્રાવણી પૂર દોડતાં; ભરપૂર અને મસ્ત. નીતરાં નહિ પણ મેલાંઘેલાં; સ્વસ્થ નહિ પણ હેલે ચડેલાં. શ્રાવણી મેળો ડહોળ્યાં દિલનો મેળો હતો.


દેવો આ ફેરે તો મેળે ગયા વગર રહેવાનો ન હતો. છેલ્લાં બે-ત્રણ વરસથી એના ગોઠિયાઓ તો જવા માંડ્યા હતા અને કેટલાક તો અત્યારે મંડાઈ ગયા હતા અને મોટેરા જેવા પણ લાગતા હતા. દેવાના બાપને માથે ભારી રણ હતું. બાપુકા ખેતરના શેઢાની બાબતમાં ઝઘડો લાગેલો. વાત કચેરીએ ચડી. એ તો શાહુકાર ભલું માણસ તે ખરે ટાંકણે બાંય ઝાલી, થોડીક વીસોની હરફરથી એણે કાના તરારનાં વંશપરંપરાનાં ખેતર અને બાપદાદાની શાખ સાચવી આપ્યાં. એનાં દામ ચૂકવવાં બાકી હતાં તે કલદાર પૂરા નહિ ત્યાં લગણ બાપને પડખેથી ખસી નીકળીને તરારોનો છેલ્લો કુળદીપક દેવો મેળો કરવા શી રીતે જાય? કાનો ને દેવો વરસોવરસ તન તોડીને ખેતરે મજૂરી કરતા, પણ જે કંઈ બચતું તે ‘વિયાજડામાં ડૂલ’ થઈ જતું. એમાં વચ્ચે એક વરસ દુકાળનું આવેલું. માંડ બે જણા આયખું ખેંચતા. દેવાની મા ક્યારની ગામેતરું કરી ગઈ હતી. એક બહેન નાની હતી તેણે ત્રીજા શ્રાવણ પર મેળો કરેલો. દેવો બાપને ઘરડે ઘડપણ મજૂરી કરીને વાંકા વળી જતા આખું વરસ જોતો અને મેળો આવ્યે મૂંગો મૂંગો નસીબને નિંદી બેસી રહેતો. અને નાનાં નાનાં છોકરાં ગાતાં હોય તેમની સાથે હસવા કરતો હતોઃ
દેવો આ ફેરે તો મેળે ગયા વગર રહેવાનો ન હતો. છેલ્લાં બે-ત્રણ વરસથી એના ગોઠિયાઓ તો જવા માંડ્યા હતા અને કેટલાક તો અત્યારે મંડાઈ ગયા હતા અને મોટેરા જેવા પણ લાગતા હતા. દેવાના બાપને માથે ભારી રણ હતું. બાપુકાં ખેતરના શેઢાની બાબતમાં ઝઘડો લાગેલો. વાત કચેરીએ ચડી. એ તો શાહુકાર ભલું માણસ તે ખરે ટાંકણે બાંય ઝાલી. થોડીક વીસોની હરફરથી એણે કાના તરારનાં વંશપરંપરાનાં ખેતર અને બાપદાદાની શાખ સાચવી આપ્યાં. એનાં દામ ચૂકવવાં બાકી હતાં તે કલદાર પૂરા ભરાય નહિ ત્યાં લગણ બાપને પડખેથી ખસી નીકળીને તરારોનો છેલ્લો કુળદીપક દેવો મેળો કરવા શી રીતે જાય? કાનો ને દેવો વરસોવરસ તન તોડીને ખેતરે મજૂરી કરતા, પણ જે કંઈ બચતું તે ‘વિયાજડામાં ડૂલ’ થઈ જતું. એમાં વચ્ચે એક વરસ દુકાળનું આવેલું. માંડ બે જણા આયખું ખેંચતા. દેવાની મા ક્યારની ગામેતરું કરી ગઈ હતી. એક બહેન નાની હતી તેણે ત્રીજા શ્રાવણ પર મેળો કરેલો. દેવો બાપને ઘરડે ઘડપણ મજૂરી કરીને વાંકા વળી જતા આખું વરસ જોતો અને મેળો આવ્યે મૂંગોમૂંગો નસીબને નિંદી બેસી રહેતો. અને નાનાં નાનાં છોકરાં ગાતાં હોય તેમની સાથે હસવા કરતો હતો :


'''<center>મારે પહેરવા નથી ઝૂલડી કે ની આઉં મેળામાં.</center>'''
'''<center>મારે પહેરવા નથી ઝૂલડી કે ની આઉં મેળામાં.</center>'''


ચગડોળ બંધ રહ્યું ને માણસો નીચે ઊતરતા માંડ્યાં. દેવો ન ઊતર્યો. ક્યાં એને નાચવા જવું હતું? ચગડોળના થોડા આંટા ખાઈ પાછા કોઈ બહુ ન જાણે એમ ખેતરે પહોંચી જવું હતું. એ એનો પાવો વગાડતો રહ્યો. નીચેની બેઠકમાંનું ગીત પણ ચાલુ જ હતું. અંબીને ઢંઢોળીને સોનાએ પૂછ્યું, ‘જઈશું ને?’
ચગડોળ બંધ રહ્યું ને માણસો નીચે ઊતરતા માંડ્યાં. દેવો ન ઊતર્યો. ક્યાં એને નાચવા જવું હતું? ચગડોળના થોડા આંટા ખાઈ પાછા કોઈ બહુ ન જાણે એમ ખેતરે પહોંચી જવું હતું. એ એનો પાવો વગાડતો રહ્યો. નીચેની બેઠકમાંનું ગીત પણ ચાલુ જ હતું. અંબીને ઢંઢોળીને સોનાએ પૂછ્યું, ‘જઈશુંને?’


‘ક્યાં?’ – ગાતી અટકીને અંબી બોલી, ક્યાંથી આ ધરતી પર પાછાં જવાનું આવ્યું એવી સ્પષ્ટ મૂંઝવણથી.
‘ક્યાં?’ – ગાતી અટકીને અંબી બોલી, ક્યાંથી આ ધરતી પર પાછાં જવાનું આવ્યું એવી સ્પષ્ટ મૂંઝવણથી.


જવાબ આપવા રહ્યા વગર સોના તો નીચે ઊતરવા જ માંડી. ‘લે, હું પૈસો આપીશ આ ફેરાનો,એમ કહી અંબીએ એને ખેંચી રાખી. ‘મોટી પૈસાવાળી!’ એમ બોલી એને ચીડવવા સોના ફરી ખોટું ખોટું ઊતરવાનું કરે છે, ત્યાં પૈસો ઉઘરાવનારને જલદી પતાવવા અંબીએ પોતાની નાની પોટલી ફેંદતા ફેંદતા કહ્યું કે, ‘પૈસાવાળી નહિ ત્યારે? અંબી કાંઈ કોઈના જણ્યા પર જીવવાની ઓછી છે?’
જવાબ આપવા રહ્યા વગર સોના તો નીચે ઊતરવા જ માંડી. ‘લે, હું પૈસો આપીશ આ ફેરાનો’, એમ કહી અંબીએ એને ખેંચી રાખી. ‘મોટી પૈસાવાળી!’ એમ બોલી એને ચીડવવા સોના ફરી ખોટું ખોટું ઊતરવાનું કરે છે, ત્યાં પૈસો ઉઘરાવનારને જલદી પતાવવા અંબીએ પોતાની નાની પોટલી ફેંદતા ફેંદતા કહ્યું કે, ‘પૈસાવાળી નહિ ત્યારે? અંબી કાંઈ કોઈના જણ્યા પર જીવવાની ઓછી છે?’


ત્યાં તો ઉપરથી એક બેઆની આવતી અંબીના ખોળામાં પડી. પૈસા તો સોનાએ આપી પણ દીધા હતા. એમની બેઠક નીચેથી થોડી ઊંચે પણ ચડી ગઈ હતી. સોનાએ બેઆની ઉપાડીને મોઢામાં સંતાડી દીધી ત્યારે ક્ષણ પહેલાં જ બતાવેલી ખુમારી ભૂલી જઈને અંબીએ એ કઢાવવા કંઈનું કંઈ કર્યું. મળી ત્યારે હથેળીમાં રાખી ગાલ પર દબાવીને બોલી, ‘જોને, બેઆની સેરવી પણ પાવામાં જરીકે ભૂલ પડવા દીધી છે?’
ત્યાં તો ઉપરથી એક બેઆની આવતી અંબીના ખોળામાં પડી. પૈસા તો સોનાએ આપી પણ દીધા હતા. એમની બેઠક નીચેથી થોડી ઊંચે પણ ચડી ગઈ હતી. સોનાએ બેઆની ઉપાડીને મોઢામાં સંતાડી દીધી ત્યારે ક્ષણ પહેલાં જ બતાવેલી ખુમારી ભૂલી જઈને અંબીએ એ કઢાવવા કંઈનું કંઈ કર્યું. મળી ત્યારે હથેળીમાં રાખી ગાલ પર દબાવીને બોલી, ‘જોને, બેઆની સેરવી પણ પાવામાં જરીકે ભૂલ પડવા દીધી છે?’