52
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|એક બપોરે | કિરીટ દૂધાત}} | {{Heading|એક બપોરે | કિરીટ દૂધાત}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જંતીએ મને આંખ મારી. પછી હાથમાં લખોટીઓ ખખડાવી બોલ્યો, જોજે હો લાલકા, તારી બધીય લખોટી આ ઘડીએ ગબીમાં. લાલકો પણ ડિલને સતાણ કરીને ઊભો. જંતીએ ગબાક કરતા બધી લખોટી ગબીમાં નાખી દીધી. એવી જ મેં દોટ મૂકી ગબીમાંથી લખોટી લઈ ખિસ્સામાં મૂકી. તરત લાલકો સમજી ગયો | જંતીએ મને આંખ મારી. પછી હાથમાં લખોટીઓ ખખડાવી બોલ્યો, જોજે હો લાલકા, તારી બધીય લખોટી આ ઘડીએ ગબીમાં. લાલકો પણ ડિલને સતાણ કરીને ઊભો. જંતીએ ગબાક કરતા બધી લખોટી ગબીમાં નાખી દીધી. એવી જ મેં દોટ મૂકી ગબીમાંથી લખોટી લઈ ખિસ્સામાં મૂકી. તરત લાલકો સમજી ગયો, એય અણીચ અણીચ, જંતીડાએ પાટા ઉપર પગ રાખીને લખોટી ગબીમાં નાખી દીધી ઈ કાંઈ નો બકે. પછી દોડીને મારી ચડ્ડીના ખિસ્સામાં હાથ નાખી લખોટી કાઢવા મંડ્યો : કાળકીના, જંતીડીના, બેય અણીચ કરો છો, જાવ નથી રમવું તમારી હાર્યે. મેં લાલકાનો હાથ ઝાટકી નાખ્યો, હાલતો થા હાલતો, ઈ લખોટી હવે તારી કેવી? લાલકો દાંતિયા કરતો બોલ્યો, આખા ગામને કઈ દઉં, અણીચડીના, કોઈ તમારી હાર્યે નો રમે, બેય ચોવટા છો, મારી લખોટી લાવો, લાવો ની. પણ મેં ચડ્ડીનું ખિસ્સું જોરથી બંધ કરી દીધું. લાલકાએ ચારે દિશામાં જોયું. બપોર ટાણે ખાસ સંચળ નહોતો. ત્યાં વળી ગામમાં જેનું કોઈ માને નહીં એ ભીખાઆતા નીકળ્યા. લાલકો એની પાસે દોડ્યો, ભીખાઆતા, ભીખાઆતા, આ બેય ચોવટા મારી લખોટી લઈ ગયા છે, એને ધખો ની, મારી લખોટી પાછી અપાવો ની. ભીખાઆતાએ એની વાતને ઝાઝું મહત્ત્વ ન આપ્યું ને ચાલતા થયા. હવે લાલકો રોવા માંડ્યો. મુઠ્ઠીમાં ગરમ ધૂળ લઈ અમારા બન્ને પર ઉડાડવા માંડ્યો, તમારી માનાવ, લખોટી આપી દ્યો નૈતર હમણાં મારી બાને બોલાયાવું. જંતીએ મારી સામે ચિંતાથી જોયું પછી ઇશારાથી લખોટી આપી દેવાનું કહ્યું. મેં ખિસ્સામાંથી પાંચેય લખોટી કાઢી ધૂળમાં ઘા કર્યો. લાલકો આંબરડા નાખતો નાખતો લખોટી લઈ એના નાકામાં ભાગી ગયો. | ||
હવે? મેં જંતીને પૂછ્યું, આ તો સાવ અવળું પડ્યું. | હવે? મેં જંતીને પૂછ્યું, આ તો સાવ અવળું પડ્યું. | ||
| Line 10: | Line 10: | ||
હા ભેરુ, જંતી બોલ્યો. | હા ભેરુ, જંતી બોલ્યો. | ||
અમે ગંગામાની પછીતે જઈ ઊભા રહ્યા. મેં પોસ્ટ ઑફિસની બારી ખોલતાં | અમે ગંગામાની પછીતે જઈ ઊભા રહ્યા. મેં પોસ્ટ ઑફિસની બારી ખોલતાં ખોલતાં કહ્યું, જંતી, લાલકાની લખોટી આપડા ખિસ્સામાં પડી ગઈ હોત તો અટાણે આ બારી ખોલવાની કાહટી નો લેવી પડત, લખોટીના ભારથી જ પોસ્ટ ઑફિસની બારી ખુલ્લી ને ખુલ્લી રહેત. | ||
મેલ્યને એની વાત, પછી હું અને જંતી સરસર ભીંતે એવા મૂતર્યા કે ભીંતની ગાર્યમાંથી | મેલ્યને એની વાત, પછી હું અને જંતી સરસર ભીંતે એવા મૂતર્યા કે ભીંતની ગાર્યમાંથી ઢગલો એક પૂતળિયા નીચે પડ્યા. મેં કહ્યું, જો જંતી, તારા ઢગલા કરતાં આપડો ઢગલો મોટો થ્યો. જંતીને આ વાત પસંદ ન આવી. મેં કહ્યું, બોલ શરત લગાવવી છે ભામણ, તારા મૂતરની ધાર કરતાં આપડે એક ફૂટ લાંબી કાઢી દેવી. જંતી મૂંગો થઈ ગયો. આપણે તો પેશાબની ધારથી સાત એકડા લખી દઈએ. જંતીને તગડો માંડ પૂરો થાય. આપણે મૂતરની ધાર કાઢીને હનુમાનજીની દેરીએથી દોટ કાઢીએ તો અખંડ ધારે ઠેઠ ચોરા લગણ પહોંચી જઈએ. જંતીનું એ ગજું નહીં. અમે આવીને હનુમાનજીની દેરીએ બેઠા. | ||
પહેલો વિચાર એ આવ્યો કે હવે પાછો કેટલા વાગે પેશાબ થશે! એકાદ લોટો પાણી લગાવ્યું હોય તો જલસા પડે. હું ને જંતી આખો દી’ ભેગા રખડીએ એટલે બે-ત્રણ વાર તો આમ સાથે પેશાબ કરવાનો થાય. એમાં તો કંઈકની પછીતો કાચી પાડી દીધેલી. એમાંય આપણી ધાર એટલે શું વાત પૂછો છો? | પહેલો વિચાર એ આવ્યો કે હવે પાછો કેટલા વાગે પેશાબ થશે! એકાદ લોટો પાણી લગાવ્યું હોય તો જલસા પડે. હું ને જંતી આખો દી’ ભેગા રખડીએ એટલે બે-ત્રણ વાર તો આમ સાથે પેશાબ કરવાનો થાય. એમાં તો કંઈકની પછીતો કાચી પાડી દીધેલી. એમાંય આપણી ધાર એટલે શું વાત પૂછો છો? | ||
એ કાળિયા, એ કાળિયા, જો તારા મે’માન આવ્યા છે, કહેતાં લાલકો દોડીને મારી પાસે આવ્યો. પાછળ ખાદી-ટેરીકોટનનાં કેડિયું, લેંઘો ચડાવેલા | એ કાળિયા, એ કાળિયા, જો તારા મે’માન આવ્યા છે, કહેતાં લાલકો દોડીને મારી પાસે આવ્યો. પાછળ ખાદી-ટેરીકોટનનાં કેડિયું, લેંઘો ચડાવેલા, કેડિયા પર કાળો ગરમ કોટ પહેરેલા, હાથમાં કૅવેન્ડર અને મોઢામાં પાન દબાવી, કાબરચીતરા વાળવાળા ચાલીસેક વરસના એક ભાઈ ઊભેલા. કેવેન્ડરની સટ મારીને એમણે પૂછ્યું, | ||
– તું વાઘજીભાઈનો દીકરો? | – તું વાઘજીભાઈનો દીકરો? | ||
| Line 42: | Line 42: | ||
જંતી બોલ્યો, સીદીભાઈની સાઇકલ ભાડે મળી જાય વખતે. | જંતી બોલ્યો, સીદીભાઈની સાઇકલ ભાડે મળી જાય વખતે. | ||
પણ ઈ અજાણ્યાને ભાડે નથી આપતા, લાલકો બોલ્યો. એક વાર કોઈ અજાણ્યો એમની સાઇકલ ભાડે લઈ ગયેલો તે સાઇકલ ભેગો સાવ ગુમ થઈ ગયેલો. એની પોલીસમાં ફરિયાદ લખાવવી પડેલી તે ઠેઠ છ મહિને સાઇકલ હાથ આવેલી, ત્યારે સાવ ખટારા જેવી થઈ ગયેલી. ઉપરથી પોલીસમાં ધક્કા ખાધેલા એ તો સાવ અલગ. સીદીભાઈ રાડ્ય પાડી ગયેલા, હવે કોઈ અજાણ્યાને સાઇકલ અડવા જ નો | પણ ઈ અજાણ્યાને ભાડે નથી આપતા, લાલકો બોલ્યો. એક વાર કોઈ અજાણ્યો એમની સાઇકલ ભાડે લઈ ગયેલો તે સાઇકલ ભેગો સાવ ગુમ થઈ ગયેલો. એની પોલીસમાં ફરિયાદ લખાવવી પડેલી તે ઠેઠ છ મહિને સાઇકલ હાથ આવેલી, ત્યારે સાવ ખટારા જેવી થઈ ગયેલી. ઉપરથી પોલીસમાં ધક્કા ખાધેલા એ તો સાવ અલગ. સીદીભાઈ રાડ્ય પાડી ગયેલા, હવે કોઈ અજાણ્યાને સાઇકલ અડવા જ નો દવને. | ||
પેલા ભાઈ બોલ્યા, પણ તને તો આપે ને ભાણા, આપડે એક સાઇકલ પર ડબલમાં જઈએ. ભાડું હું આપી દઈશ | પેલા ભાઈ બોલ્યા, પણ તને તો આપે ને ભાણા, આપડે એક સાઇકલ પર ડબલમાં જઈએ. ભાડું હું આપી દઈશ બસ. તું તારા નામે સાઇકલ લઈ લે. | ||
– ના ના હો, આવી કાળી બપોરે હું હાર્યે નો આવું. મારાં મોટાંબાને ખબર્ય પડે તો ધોંગારી નાખે. | – ના ના હો, આવી કાળી બપોરે હું હાર્યે નો આવું. મારાં મોટાંબાને ખબર્ય પડે તો ધોંગારી નાખે. | ||
| Line 50: | Line 50: | ||
– અરે બે કલાકમાં તો પાછા. | – અરે બે કલાકમાં તો પાછા. | ||
– | – ઉંહું. | ||
પેલા ભાઈ મનમાં બહુ ખિજાયા. પણ આપણે શું? એમણે થોડી વાર વિચાર કર્યો, પછી કહે, ચાલ તને બે રૂપિયા વાપરવા આપીશ. | પેલા ભાઈ મનમાં બહુ ખિજાયા. પણ આપણે શું? એમણે થોડી વાર વિચાર કર્યો, પછી કહે, ચાલ તને બે રૂપિયા વાપરવા આપીશ. | ||
| Line 76: | Line 76: | ||
બાપા વરસમાં ખેતરમાં પાક લે અને કાપડની ફેરી પણ લગાવે. ગીરમાં કાપડ લઈને જાય તે ઠેઠ પંદર-વીસ દિવસે પાછા આવે. શિયાળામાં ઘઉંનાં પાણ અને લગનગાળો એકસાથે આવે એટલે બાપા કાપડની ફેરી કરવા ગીરમાં જાય. ઘઉંનાં એક-બે પાણ તો હું અને મોટાંબા પણ પાઈ દઈએ. | બાપા વરસમાં ખેતરમાં પાક લે અને કાપડની ફેરી પણ લગાવે. ગીરમાં કાપડ લઈને જાય તે ઠેઠ પંદર-વીસ દિવસે પાછા આવે. શિયાળામાં ઘઉંનાં પાણ અને લગનગાળો એકસાથે આવે એટલે બાપા કાપડની ફેરી કરવા ગીરમાં જાય. ઘઉંનાં એક-બે પાણ તો હું અને મોટાંબા પણ પાઈ દઈએ. | ||
બાપા કાપડની ફેરી કરીને આવે પછી જલસા પડે. એક તો ખાવાનું કંઈક વ્યવસ્થિત બને. મોટાંબાને આપણી કોઈ ગણતરી જ | બાપા કાપડની ફેરી કરીને આવે પછી જલસા પડે. એક તો ખાવાનું કંઈક વ્યવસ્થિત બને. મોટાંબાને આપણી કોઈ ગણતરી જ નહીંને. બાપા ન હોય ત્યારે રસોઈમાં ગોદવી મૂકે. દૂધ પણ એક પળી લેવાનું. ચા તો મોળો મૂતર જેવો બનાવે. બાપા ચલાલાથી પૌંવાનો ચેવડો સ્પેશ્યલ આપણા માટે લેતા આવે. | ||
વાળુ કરી લીધા પછી ચૂલા પાસે બેસી બાપા ને મોટાંબા વાતો કરે. હું | વાળુ કરી લીધા પછી ચૂલા પાસે બેસી બાપા ને મોટાંબા વાતો કરે. હું ડુંભાણાં કરતો હોઉં. તલસરાની એક સાંઠી લઈને દીવાથી જગવવાની, પછી જે ધીમો સર…સર અવાજ આવે, ધીમો તડાક એવો અવાજ થાય તે સાંભળ્યા કરવાનો. લાલ, પીળો, કિરમજી રંગ થયા કરે. આપણને ફૂલખરણી સળગાવ્યા જેટલી મજા આવે. મોટાંબાનું ધ્યાન જાય તો ખિજાય, રોયા, બો’વ ડુંભાણાં કર્યમા નકર ઊંઘમાં મૂતરી રેહ્ય, હવે સૂઈ જા નકર સવારે કાગડા ઢેકા ઠોલશે તોય ઊઠવાનું ભાન નહીં પડે. પછી બાપા મને પથારીમાં સુવરાવી જાય. ચૂલા પાસે બેસીને બેય માણસ મોડે સુધી વાતો કરતાં હોય, કાપડ અને ઘઉંના હિસાબની. આમ તો મને સાંભળતાં બાપા આવી વાતો ન કરે પણ મોટાંબાના કાને પહેલેથી જ થોડો ખોટ્યકો એટલે બાપાને મોટેથી બોલવું પડે. અર્ધી ઊંઘમાં નફા-નુકસાનની એ બધી વાતો કાને પડ્યા કરે. | ||
– હવે કેટલું દૂર છે? | – હવે કેટલું દૂર છે? | ||
| Line 84: | Line 84: | ||
– બસ પોણે તો આવી ગ્યા છઈં. | – બસ પોણે તો આવી ગ્યા છઈં. | ||
ચારે બાજુ ખળાં લેવાતાં હતાં. પવન પૂરજોશમાં મંડેલો એટલે બધાં વાવલવામાં પડેલાં. ઝાડની | ચારે બાજુ ખળાં લેવાતાં હતાં. પવન પૂરજોશમાં મંડેલો એટલે બધાં વાવલવામાં પડેલાં. ઝાડની સરસરથી કાનને મજા પડતી હતી. | ||
– જોવો, પેલું દેખાયને ઈ આપડું ખળું. | – જોવો, પેલું દેખાયને ઈ આપડું ખળું. | ||
| Line 98: | Line 98: | ||
બાપાએ કરગરતાં કહ્યું, આ વરહે ઉઘરાણી ખાસ પતી નથી, ઘઉંના ભાવેય ખાસ જોરમાં નથી. એટલે હજી ચાર-પાંચ મૈના જાળવી જાવ તો હારું! | બાપાએ કરગરતાં કહ્યું, આ વરહે ઉઘરાણી ખાસ પતી નથી, ઘઉંના ભાવેય ખાસ જોરમાં નથી. એટલે હજી ચાર-પાંચ મૈના જાળવી જાવ તો હારું! | ||
– એવું ચાલે નહીં. હું તો અત્યારે જ પૈસા લેવા આવ્યો છું. બાપા મૂંઝાઈ ગયા, અટાણે પૈસાનો વેંત નૈં થાય. | – એવું ચાલે નહીં. હું તો અત્યારે જ પૈસા લેવા આવ્યો છું. બાપા મૂંઝાઈ ગયા, અટાણે પૈસાનો વેંત નૈં થાય. | ||
પેલા ભાઈનો મગજ ગયો, મારે તો અબીહાલ પૈસા જોઈએ | પેલા ભાઈનો મગજ ગયો, મારે તો અબીહાલ પૈસા જોઈએ; બાપા કશું ન બોલ્યા. પેલા ભાઈએ બાપાના ખભે હાથ મૂકી ઝંઝેડ્યા. બાપા સ્થિર થઈને ઊભા. ઘડીકમાં નીચે તો ઘડીકમાં પેલા ભાઈ સામું જોઈ રહ્યા. પેલાએ ગુસ્સે થઈ બાપાને સ્હેજ ધક્કો માર્યો, પૈસા કાઢો પૈસા. | ||
બાપા અચાનક ઘઉંના ઢગલા પર ચડી ગયા. એમના શ્વાસની ધમણ જોરથી ચાલવા મંડી. પછી એમનાથી સર…રરર કરતોને પેશાબ થઈ ગયો. થોડા ઘઉં બગડ્યા. મારો સાદ ફાટી ગયો, એ મારા બાપાને કાં’ક થઈ ગયું, ધોડો.. | બાપા અચાનક ઘઉંના ઢગલા પર ચડી ગયા. એમના શ્વાસની ધમણ જોરથી ચાલવા મંડી. પછી એમનાથી સર…રરર કરતોને પેશાબ થઈ ગયો. થોડા ઘઉં બગડ્યા. મારો સાદ ફાટી ગયો, એ મારા બાપાને કાં’ક થઈ ગયું, ધોડો...ધોડો... મારા બાપા... | ||
ઓપનેરની દિશામાંથી ગુણામામા, કિશોરમામા, જદુમામા બધાય દોડ્યા. નાગજીબાપા પણ આવ્યા. મેં કહ્યું, આણ્યે મારા બાપાને ધક્કો મારીને પાડી દીધા. કિશોરમામાનો સ્વભાવ આ સાંભળતાં ફાટી ગયો. ખંપાળી લઈ પેલા ભાઈને મારવા દોડ્યા, | ઓપનેરની દિશામાંથી ગુણામામા, કિશોરમામા, જદુમામા બધાય દોડ્યા. નાગજીબાપા પણ આવ્યા. મેં કહ્યું, આણ્યે મારા બાપાને ધક્કો મારીને પાડી દીધા. કિશોરમામાનો સ્વભાવ આ સાંભળતાં ફાટી ગયો. ખંપાળી લઈ પેલા ભાઈને મારવા દોડ્યા, | ||
| Line 136: | Line 136: | ||
– સામે આપડી લખોટી રમવાની ગબી છે એમાં આ રૂપિયા સંતાડી દઈએ. કાલે નક્કી કરશું શું કરવું, અટાણે તો ઠેકાણે પાડો. | – સામે આપડી લખોટી રમવાની ગબી છે એમાં આ રૂપિયા સંતાડી દઈએ. કાલે નક્કી કરશું શું કરવું, અટાણે તો ઠેકાણે પાડો. | ||
– પણ ગબીનું નિશાન યાદ કેમ રે’શે? ઉપર તો ધૂળ વાળી દેવી | – પણ ગબીનું નિશાન યાદ કેમ રે’શે? ઉપર તો ધૂળ વાળી દેવી પડેને? | ||
– એના પર પેશાબ કરી નિશાની બનાવી રાખીએ. કાલે | – એના પર પેશાબ કરી નિશાની બનાવી રાખીએ. કાલે રે’લો સુકાઈ જાય તોય થોડી નિશાની રહેશે. | ||
રૂપિયા દાટીને મેં પેશાબ કરવા | રૂપિયા દાટીને મેં પેશાબ કરવા પોસ્ટ ઑફિસની બારી ખોલી તો ખિસ્સું સાવ હળવું લાગ્યું. | ||
– જંતી, મારી લખોટી નથી, ક્યાં પડી ગઈ હશે? | – જંતી, મારી લખોટી નથી, ક્યાં પડી ગઈ હશે? | ||
| Line 146: | Line 146: | ||
– ખેતર જઈને આવ્યો એમાં રસ્તામાં ક્યાંક પડી ગઈ હશે. ડોબા જેવા, એટલુંય ધ્યાન નથી રાખતો. | – ખેતર જઈને આવ્યો એમાં રસ્તામાં ક્યાંક પડી ગઈ હશે. ડોબા જેવા, એટલુંય ધ્યાન નથી રાખતો. | ||
– હવે? હું રોવા જેવો થઈ ગયો, હવે શું થાહે | – હવે? હું રોવા જેવો થઈ ગયો, હવે શું થાહે જંતી, તું મને પાંચ લખોટી ઉછીની દે છો? | ||
– જા – જા – ઉછીની લખોટીવાળી. હાલ્ય મૂતરવા માંડ્ય, કહીને જંતીએ જોરથી ધાર છોડી. પછી મને કહે, હવે તારો વારો. મેં બળ કર્યું, પણ પેશાબ ન ઊતર્યો. | – જા – જા – ઉછીની લખોટીવાળી. હાલ્ય મૂતરવા માંડ્ય, કહીને જંતીએ જોરથી ધાર છોડી. પછી મને કહે, હવે તારો વારો. મેં બળ કર્યું, પણ પેશાબ ન ઊતર્યો. | ||
| Line 156: | Line 156: | ||
– જંતી, સાળું પેશાબ તો નથી થાતો. મેં પડી ગયેલા મોઢે કહ્યું. | – જંતી, સાળું પેશાબ તો નથી થાતો. મેં પડી ગયેલા મોઢે કહ્યું. | ||
– હાઠ્ય હાળા – જાવા દે – બંધ કર્ય તારી | – હાઠ્ય હાળા – જાવા દે – બંધ કર્ય તારી પોસ્ટ ઑફિસ. | ||
મેં ઊભા થઈને બટન બંધ કર્યાં. એ ખિસ્સામાં લખોટીઓ રણકાવતો એના ઘેર જવા ઊપડ્યો. | મેં ઊભા થઈને બટન બંધ કર્યાં. એ ખિસ્સામાં લખોટીઓ રણકાવતો એના ઘેર જવા ઊપડ્યો. | ||
edits