અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રકાન્ત શેઠ/આવું ક્યારેક થઈ આવે છે ખરું!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|આવું ક્યારેક થઈ આવે છે ખરું!|ચંદ્રકાન્ત શેઠ}} <poem> લાલ સફરજનમ...")
 
No edit summary
Line 31: Line 31:
::: — જ્યારે કોઈ ટાંકણી પતંગિયાની પાંખમાંથી
::: — જ્યારે કોઈ ટાંકણી પતંગિયાની પાંખમાંથી
::::: આપણી અંદર ઊંડે ઊતરે છે ત્યારે.
::::: આપણી અંદર ઊંડે ઊતરે છે ત્યારે.
(પડઘાની પેલે પાર, ૧૯૮૭, પૃ. ૧૨-૧૩)
આટલું જ થઈ શકે એમ લાગે છે
પ્રેમને અમે જોયો નથી. એના વિશે સાંભળ્યું છે ઘણું.
પ્રેમ કેવો હશે?
ગુલાબી? લીલોછમ? કેસરી? મધ જેવો મીઠો? ચંચળ ઝરણા-શો?
સુરીલો? સુંવાળો? રૂપાળો? હસમુખો?
હશે તો ખરો જ કોઈક રીતે કોડીલો ને કામણગારો!
શી રીતે એને પકડી શકાય સ્વપ્નના દોરથી?
કહે છે કે પ્રેમ તો કાંટામાંય દેખાડે ગુલાબો;
પહાડોય અધ્ધર કરી આપે પલકમાં;
હશે...
પણ અમારી સરહદમાં તો છે નર્યા કાંટા, નર્યા પહાડ,
કંઈ કાળથી કરીએ છીએ પ્રતીક્ષા કોઈક પ્રેમ-નામી જણની
પણ નિષ્ફળ,
::: હાથણી થાકી ગઈ ભર્યોભર્યો કળશ ઉપાડીને.
નાખી નજર પહોંચે ત્યાં સુધી જોઉં છું, મને લંબાવીને,
મને નખશિખ ખંખેરીનેય જોઉં છું;
ક્યાંય એકાદ ગુલાબની કળીયે શેની જડે?
આ ખારો પટ, આ ખાલીપો, આ ખવાયેલાં ખોરડાં,
આ તૂટેલા રસ્તા ને ઊખડેલા ઉંબર,
ભવની ભવાઈની આ ભોપાળા-શી ભટકણો,
આ અંધાપાની અટકણો
— અમારા એકેએક ટેકા હતા અંદરથી સડેલા,
અમારી અડીખમતા વસ્તુતઃ હતી બિનપાયાદાર,
અને કોની વચ્ચે રહ્યા આજ લગી
ને કોને માન્યાં અમે અમારાં જણ?
અમારા પીંજરામાં મેના નહોતી, ને મેના નહોતી તો શું હતું?
ગઢના કાંગરા ખરતા જાય છે,
તડકાય ટાઢા લાગે છે;
ને પેલી હથેલીઓની ઉષ્માભરી વાત?
::: ભાઈ, શેખચલ્લી, નરી શેખચલ્લી.
અમને જુઓ તો ખરા, જરા નજીકથી જુઓ:
કાંટાળા છીએ, એકલા છીએ, થોર છીએ,
પણ ઉજ્જડતા આકંઠ પીને અણનમ ઊભેલા એકલવીર છીએ!
અમે તૈયાર છીએ ઘુવડનેય માટે
::: ભલે ને આવે અહીં ભેંકારતાનું પોટલું લઈને.
અમે હવે શું ઊંઘવાના હતા?
::: વળી વળીને ગાંઠ વળી જાય છે શ્વાસની.
અમારાથી સપનાંય બનાવી શકાતાં નથી મનગમતાં,
અમને સખત લાગે છે અમારા હોવાની ગૂંગળામણ,
આપ અમને મદદ ન કરો?
આ જીર્ણ કોટની થોડી ઈંટો ન ખેંચી આપો?
અમારા પવિત્ર દિવસોમાંથી
::: થોડા આપ કપાવી ન આપો?
અમને એક પ્યાલી તાજી હવાતો પિવડાવો, ભલા!
પ્રેમ ભલે ન અપાય, થોડું આશ્વાસન... થોડુંક...
નહીં, આશ્વાસન પણ શા માટે?
થોડુંક મીઠું મીઠું મોત... હૂંફાળું હૂંફાળું મોત..
તાજી હવામાં ભેળવીને આપી શકાય એવું
::: થોડુંક સરસ મઘમઘતું મોત...
અમે સમજી ગયા છીએ ટૂંકાણમાં કે
અમારે કોઈનીય સાથે હાથ મિલાવ્યા વગર,
પૂરી અદબ સાથે,
આપનો લાડકો પ્રેમ જરાય નારાજ ન થાય એમ,
સમજપૂર્વક, શાંતિથી અહીંથી ચાલ્યા જવાનું છે...
ને જવાબદાર સદ્ગૃહસ્થ તરીકે અમે આપને
::: વિશ્વાસ આપીએ છીએ.
અમે એમ જ કરશું,
કેમ કે અમારાથી હવે આટલું જ થઈ શકે
::: એમ અમને હાડોહાડ લાગે છે.
{{Right|(પડઘાનીપેલેપાર, ૧૯૮૭, પૃ. ૧૨-૧૩)}}
{{Right|(પડઘાનીપેલેપાર, ૧૯૮૭, પૃ. ૧૨-૧૩)}}
</poem>
</poem>

Revision as of 08:56, 14 July 2021


આવું ક્યારેક થઈ આવે છે ખરું!

ચંદ્રકાન્ત શેઠ

લાલ સફરજનમાં રાક્ષસી દાંત બેસાડીને હસી શકાય.
હસી શકાય એક માસૂમ પતંગિયાને ટાંકણીમાં પરોવીને.
તોડી શકાય બિસતંતુને અકાળે
ને ભૂંસીયે શકાય રેતીમાં આળખેલી આકૃતિ જલના મનની.
પણ…
પણ એમ કરતાં ક્યારેક એવી તો આવી જાય છે બધિરતા
કે પછી —
સાંભળી શકાતી નથી ઝાકળમાં રણકતી સ્વચ્છ ભાષા સવારની.
જોઈ શકાતા નથી શ્વેતલ વિચારો રાત્રિએ વિકસતા પોયણાના.
કશુંક અધવચ્ચે જ ખોટકાઈ પડે છે ફૂલ થતાં થતાંમાં.
કશુંક અનિચ્છાએ જ સરી પડે છે હથેલીમાંથી
સુંદર થતાં થતાંમાં.
અચાનક ઉજ્જડતાની તીવ્ર ગંધ આવવા માંડે છે…
ઉંબરા પર જ પગ પછાડતાં ઊભાં થઈ જાય છે ઝાંખરાં…
રસ્તાઓ પગલાંથી દાઝતા હોય તેમ ખસવા માંડે છે આઘા ને આઘા…
જાણે દરેક દિશા દબાતી જાય છે કઠોર પડછાયાથી!
કંઈક એવું ગુજર્યું છે મારી અંદર, મારી આસપાસ,
કે શ્વાસમાત્ર પ્રેરે છે અવિશ્વાસ…
આથી તો બહેતર હતું —
કોઈ લીલીછમ તીક્ષ્ણતાએ આ વીંધાઈ ગઈ હોત જાત,
ને અંદરથી જો વહેવા દીધી હોત વેદનાને હસતાં હસતાં તો
એ વેદનાએ આ લોહિયાળ ઉજ્જડતામાં
ન ખીલવ્યા હોત મોગરા મઘમઘતી ચાંદનીના?
પણ, ખેર, જવા દો…
મુદ્દામ વાત તો આટલી જ
કે આવું ક્યારેક મને થઈ આવે છે ખરું!
— જ્યારે કોઈ ટાંકણી પતંગિયાની પાંખમાંથી
આપણી અંદર ઊંડે ઊતરે છે ત્યારે.
(પડઘાનીપેલેપાર, ૧૯૮૭, પૃ. ૧૨-૧૩)