અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રકાન્ત શેઠ/બે સંવેદનચિત્રો, ૧. પતંગિયું, ૨. ઊંટ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 3: Line 3:
{{Heading|બે સંવેદનચિત્રો, ૧. પતંગિયું, ૨. ઊંટ|ચંદ્રકાન્ત શેઠ}}
{{Heading|બે સંવેદનચિત્રો, ૧. પતંગિયું, ૨. ઊંટ|ચંદ્રકાન્ત શેઠ}}
<poem>
<poem>
<center>પતંગિયું</center>
'''<center>પતંગિયું</center>'''
એક ચાંદનીનું સ્મિત, હવામાં હિલ્લોલાતું,
એક ચાંદનીનું સ્મિત, હવામાં હિલ્લોલાતું,
ઝિલાઈ ગયું કોઈ ફૂલથી મધરાતે આંખમાં;
ઝિલાઈ ગયું કોઈ ફૂલથી મધરાતે આંખમાં;
Line 22: Line 22:
::: સાત સાત રંગધારે,
::: સાત સાત રંગધારે,
:::: ધવલ અંતરપટમાં.
:::: ધવલ અંતરપટમાં.
<center>ઊંટ</center>
'''<center>ઊંટ</center>'''
રણની અગાધ તૃષ્ણાનો ચંચળ આરોહ-અવરોહ.
રણની અગાધ તૃષ્ણાનો ચંચળ આરોહ-અવરોહ.
એકલતાની અણનમ ગતિનો બદામી લિસોટો મૃગજળમાં.
એકલતાની અણનમ ગતિનો બદામી લિસોટો મૃગજળમાં.

Revision as of 09:14, 14 July 2021


બે સંવેદનચિત્રો, ૧. પતંગિયું, ૨. ઊંટ

ચંદ્રકાન્ત શેઠ

પતંગિયું

એક ચાંદનીનું સ્મિત, હવામાં હિલ્લોલાતું,
ઝિલાઈ ગયું કોઈ ફૂલથી મધરાતે આંખમાં;
ને મોહક સ્વપ્નમાં પલટાઈ
લઈ પાંખ
માંડ્યું પમરવા હવામાં રંગોથી આમતેમ.
એક મુગ્ધ ઘેલછાનું રમણીય રૂપ.
એમ જ નર્તી ઊઠ્યું કોક સ્વર્ણિમ ઝાંઝરમાં
ને પડઘી ઊઠ્યું એનું રમતિયાળ સંવેદન
હવાના રંગીન ફૂલમાં આમતેમ.
હવે બાળકની મૃદુલ હથેલીમાં
પ્રભાતના પ્રથમ કિરણને સ્પર્શ
પુનઃ પ્રગટશે પતંગિયું,
મનના રંગીન ખ્યાલોની ઉત્કટ સ્ફૂર્તિ લઈ.
અને ત્યારે
શબ્દમાં છલક છલક થશે અંજવાશ
ને આંખમાં બાલરવિ રમશે ફુવારે
સાત સાત રંગધારે,
ધવલ અંતરપટમાં.

ઊંટ

રણની અગાધ તૃષ્ણાનો ચંચળ આરોહ-અવરોહ.
એકલતાની અણનમ ગતિનો બદામી લિસોટો મૃગજળમાં.
ઉજ્જડતાનું ઉત્કટ લીલું સંવેદન શ્વાસના ઊંડાણમાં,
ને આંખમાં એક લીલોછમ વિસ્તાર ભવિષ્યનો.
ખડકાળ સંકલ્પનો મખમલી પડછંદ એનાં પોચાં પગલાંમાં,
એક શૂન્યતાનું તીક્ષ્ણ રૂપ
રણવાટે સંચારિત એક ઉભડક રેખામાં.
અપરાજિત જિજીવિષાનું સોંસરું સંક્રમણ.
ચક્રવાતની અંતર્ગૂઢ સુરાવટનો તાલબદ્ધ સંકેત
– રણમાંથી રણની પાર જલાશય પર્યંત
એક લંબાતી ડોકે વક્રતામાં વિસ્તરતો...
(પડઘાની પેલે પાર, ૧૯૮૭, પૃ. ૪૨)