અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રકાન્ત શેઠ/ઊંડું જોયું…: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઊંડું જોયું…|ચંદ્રકાન્ત શેઠ}} <poem> ઊંડું જોયું, અઢળક જોયું; :::...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
{{Heading|ઊંડું જોયું…|ચંદ્રકાન્ત શેઠ}} | {{Heading|ઊંડું જોયું…|ચંદ્રકાન્ત શેઠ}} | ||
<poem> | <poem> | ||
ઊંડું જોયું, અઢળક જોયું; | :::ઊંડું જોયું, અઢળક જોયું; | ||
::: મનમાં જોયું, મબલખ જોયું. | ::: મનમાં જોયું, મબલખ જોયું. | ||
ઝાકળજળમાં ચમકી આંખો, એ આંખોમાં જ્યોતિ, | ઝાકળજળમાં ચમકી આંખો, એ આંખોમાં જ્યોતિ, |
Revision as of 09:37, 14 July 2021
ઊંડું જોયું…
ચંદ્રકાન્ત શેઠ
ઊંડું જોયું, અઢળક જોયું;
મનમાં જોયું, મબલખ જોયું.
ઝાકળજળમાં ચમકી આંખો, એ આંખોમાં જ્યોતિ,
કોક ગેબના તળિયાનાં મહીં ઝલમલ ઝલમલ મોતી!
તળિયે જોયું, તગતગ જોયું;
ઊંડે જોયું, અઢળક જોયું.
માટીથી આ મન બંધાયું ને મનથી કૈં મમતા;
એ મમતાની પાળે પાળે હંસ રૂપાળા રમતા!
જળમાં જોયું, ઝગમગ જોયું,
ઊંડે જોયું, અઢળક જોયું.
આ ઘર, ઓ ઘર કરતાં કરતાં, ઘૂમી વળ્યા આ મનખો;
ધૂણી-ધખારે ઘટ ઘેર્યો પણ અછતો રહે કે તણખો?
પલમાં જોયું, અપલક જોયું;
હદમાં જોયું, અનહદ જોયું;
ઊંડું જોયું, અઢળક જોયું.
(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૯૪)