અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રકાન્ત શેઠ/જલને જાણે…: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 25: Line 25:
ભીતર બેઠા રાજહંસને પરશે જ્યાં એ મોતી;
ભીતર બેઠા રાજહંસને પરશે જ્યાં એ મોતી;
રાજહંસ મોતીમાં છૂપ્યું માનસ ર્‌હેતા ગોતી.
રાજહંસ મોતીમાં છૂપ્યું માનસ ર્‌હેતા ગોતી.
{{Right|''----------------------''}}
{{Right|(ગગન ખોલતી બારી, પૃ. ૧૩૧)}}
</poem>
</poem>

Revision as of 09:45, 14 July 2021


જલને જાણે…

ચંદ્રકાન્ત શેઠ

જલને જાણે ફૂલ ફૂટિયાં,
જલને આવ્યાં પાન,
જલને આવ્યું જોબન,
એનો ઊઘડ્યો અઢળક વાન. —

જલ ચાલ્યું ત્યાં રેલો ફૂટ્યો,
જલ નાચ્યું ત્યાં ઝરણું,
ભયું સરોવર, જલ જ્યાં મીંચી
આંખ મણતું સમણું. —

જલ તો મીઠા તડકે નાહ્યું,
કમલસેજમાં પોઢ્યું,
કોક મોરને ટહુકે જાગ્યું,
હસતું દડબડ દોડ્યું! —

ટપ ટપ ટીપાં ટપકે,
જલની આંખો સાથે ઝબકે
કરતલમાં જ્યાં ઝીલો,
મોતી મનમાં સીધાં સરકે. —

ભીતર બેઠા રાજહંસને પરશે જ્યાં એ મોતી;
રાજહંસ મોતીમાં છૂપ્યું માનસ ર્‌હેતા ગોતી.
(ગગન ખોલતી બારી, પૃ. ૧૩૧)