કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૪૩. કવિની કેફિયત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૩. કવિની કેફિયત| ઉશનસ્} <poem> વિસ્મયથી નવરો પડવા તો દેશો કે નહ...")
 
No edit summary
Line 6: Line 6:
ઘડી ઘડી હા, અમે અડીને જ્યાં ત્યાં ઊભા ર્હૈયે
ઘડી ઘડી હા, અમે અડીને જ્યાં ત્યાં ઊભા ર્હૈયે
કેમ વળી, આ અચરત લોકે જાત્રા આવ્યા છૈયે!
કેમ વળી, આ અચરત લોકે જાત્રા આવ્યા છૈયે!
એમ ઉતાવળ કરી પતવવો નથી કંઈ અવતાર.{{space}} —વિo
એમ ઉતાવળ કરી પતવવો નથી કંઈ અવતાર. {{space}}{{space}} —વિo


મનખા જેવો જનમ દોહ્યલો મળિયો મારા ભાઈ!
મનખા જેવો જનમ દોહ્યલો મળિયો મારા ભાઈ!

Revision as of 12:07, 14 July 2021

{{Heading|૪૩. કવિની કેફિયત| ઉશનસ્}

વિસ્મયથી નવરો પડવા તો દેશો કે નહીં, યાર?
હા, ભૈ હા; અમે ગમાર, ગામઠી; કબૂલ સત્તર વાર.
ઘડી ઘડી હા, અમે અડીને જ્યાં ત્યાં ઊભા ર્હૈયે
કેમ વળી, આ અચરત લોકે જાત્રા આવ્યા છૈયે!
એમ ઉતાવળ કરી પતવવો નથી કંઈ અવતાર.                    —વિo

મનખા જેવો જનમ દોહ્યલો મળિયો મારા ભાઈ!
કણકણમાં કૌતુક છે, નીચે-ઊંચે નરી નવાઈ!
વચમાં વિસ્મય શો સરકે છે સુરૂપનો સંસાર!           —વિo

તાર તાર તારક શું તારા-મૈત્રકનો સંબંધ!
એક એક તૃણપત્તી સાથે રણઝણ ઋણાનુબંધ!
ચ્હેરે ચ્હેરે ડેરાતંબૂ, ને ચ્હેરાઓય અપાર!           —વિo

એક વાર આ અચરત કેરો આવી જાય ઉતાર,
પૂરો થાવ દો પુલકોનો આ ઉપરાછાપરી ફાલ,
પ્રશ્ન પછી લૈશું, ક્હેશો તે લઈશું માથે ભાર.
વિસ્મયથી નવરો પડવા તો દેશો કે નહીં યાર?
હા, ભૈ હા; અમે ગમાર, ગામઠી; કબૂલ સત્તર વાર.

(બૃહદ છંદોલય, પૃ. ૧૨)