ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ર/રવેશ: Difference between revisions
Jump to navigation
Jump to search
(+૧) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|રવેશ|ધરમાભાઈ શ્રીમાળી}} | {{Heading|રવેશ|ધરમાભાઈ શ્રીમાળી}} | ||
'''રવેશ''' (ધરમાભાઈ શ્રીમાળી; ‘ગુજરાતી નવલિકાચયન: ૧૯૯૯’ સં. યોગેશ જોષી, ૨૦૦૧) દિયર રતનસિંહની પથારી નીચે પાણીનો લોટો મૂક્યા પછી યુવાન વિધવા સોનબા ઊંઘવા મથે છે પણ વીતેલાં વર્ષો સજીવન થતાં રહે છે. લગ્ન, સજોડે યાત્રા, પતિની લશ્કરની નોકરી, વિદાય વેળાએ રવેશમાં ઊભા રહી રાહ જોવાનું માગેલું વેણ, ફોટા જોતી વેળા દિયરની લાડભરી સતામણી, પતિનું અવસાન અને પતિ સાથેનું દિયરનું અદ્દલ સામ્ય - આવાં સ્મરણોને વશ સોનબા ફળિયામાં ઊતરી તો આવે છે પણ રતનસિંહની પૃચ્છા | '''રવેશ''' (ધરમાભાઈ શ્રીમાળી; ‘ગુજરાતી નવલિકાચયન: ૧૯૯૯’ સં. યોગેશ જોષી, ૨૦૦૧) દિયર રતનસિંહની પથારી નીચે પાણીનો લોટો મૂક્યા પછી યુવાન વિધવા સોનબા ઊંઘવા મથે છે પણ વીતેલાં વર્ષો સજીવન થતાં રહે છે. લગ્ન, સજોડે યાત્રા, પતિની લશ્કરની નોકરી, વિદાય વેળાએ રવેશમાં ઊભા રહી રાહ જોવાનું માગેલું વેણ, ફોટા જોતી વેળા દિયરની લાડભરી સતામણી, પતિનું અવસાન અને પતિ સાથેનું દિયરનું અદ્દલ સામ્ય - આવાં સ્મરણોને વશ સોનબા ફળિયામાં ઊતરી તો આવે છે પણ રતનસિંહની પૃચ્છા ‘ભાભી… કેમ ઊતર્યા' એમને એમ જ પાછાં વાળી દે છે: સંકેતો દ્વારા અલપઝલપ કહેવાતી વાત વાચકની કલ્પનાને સંકોરતી રહે છે. <br> | ||
{{right|'''ઈ.'''}}<br> | {{right|'''ઈ.'''}}<br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
Revision as of 02:37, 12 August 2025
રવેશ
ધરમાભાઈ શ્રીમાળી
રવેશ (ધરમાભાઈ શ્રીમાળી; ‘ગુજરાતી નવલિકાચયન: ૧૯૯૯’ સં. યોગેશ જોષી, ૨૦૦૧) દિયર રતનસિંહની પથારી નીચે પાણીનો લોટો મૂક્યા પછી યુવાન વિધવા સોનબા ઊંઘવા મથે છે પણ વીતેલાં વર્ષો સજીવન થતાં રહે છે. લગ્ન, સજોડે યાત્રા, પતિની લશ્કરની નોકરી, વિદાય વેળાએ રવેશમાં ઊભા રહી રાહ જોવાનું માગેલું વેણ, ફોટા જોતી વેળા દિયરની લાડભરી સતામણી, પતિનું અવસાન અને પતિ સાથેનું દિયરનું અદ્દલ સામ્ય - આવાં સ્મરણોને વશ સોનબા ફળિયામાં ઊતરી તો આવે છે પણ રતનસિંહની પૃચ્છા ‘ભાભી… કેમ ઊતર્યા’ એમને એમ જ પાછાં વાળી દે છે: સંકેતો દ્વારા અલપઝલપ કહેવાતી વાત વાચકની કલ્પનાને સંકોરતી રહે છે.
ઈ.