કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨૧. જૂના ચ્હેરા જાગે: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૧. જૂના ચ્હેરા જાગે|ઉશનસ્}} <poem> જૂના ચ્હેરા જાગે, ગત સમય કેર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 23: | Line 23: | ||
૭-૯-૬૧ | ૭-૯-૬૧ | ||
</poem> | </poem> | ||
{{Right| (સમસ્ત કવિતા, ‘રસ્તો અને ચહેરા’ સૉનેટ-ગુચ્છમાંથી, પૃ. ૨૮૩)}} |
Revision as of 06:46, 15 July 2021
૨૧. જૂના ચ્હેરા જાગે
ઉશનસ્
જૂના ચ્હેરા જાગે, ગત સમય કેરા રહી રહી.
સ્મશાને જાણે કે રજકણ ઊઠે છે સળવળી,
ઊઠે નાની’મસ્તી મૂઠી ધૂળ તણી આંધીલહરી
દિયે પાછો આ સાંપ્રતસમય સૌનેય ઢબૂરી.
ગમે તેવા ગાળા સુખસમયના હોય તદપિ,
કરે ગાળે ગાળે અચૂક ઊભું માથું સ્મરણમાં;
હસી ર્હે છે કોઈ ગમગીન, રહે તાકી કરુણું,
બીજા કો સંતાડે નયનજલ આડા ફરી જઈ.
બધાયે ચ્હેરાપે પઢી રહું ઉપાલંભની લિપિ,
ખરું છે : આયુષ્યે તમ વિણ હસ્યો છું પછીથીયે
ખરું : મેં સંબંધો જગ સહ દીધા ન ટૂંકવી,
ક્ષમસ્વ, ક્યારે તો રમૂજ જીવવામાંય પડી છે;
જૂના ચ્હેરા જાગે
અને જાણે મારા
ખુલાસાઓ માગે.
૭-૯-૬૧
(સમસ્ત કવિતા, ‘રસ્તો અને ચહેરા’ સૉનેટ-ગુચ્છમાંથી, પૃ. ૨૮૩)