32,511
edits
(+1) |
No edit summary |
||
| Line 3: | Line 3: | ||
‘વિશ્વ સાહિત્ય’નાં અર્થવર્તુળો}} | ‘વિશ્વ સાહિત્ય’નાં અર્થવર્તુળો}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જર્મન કવિ ગટેએ ૩૧ જાન્યુઆરી, ૧૮૨૭ની ડાયરીનોંધમાં પોતાના મંત્રી એકરમાનને લખાવ્યું કે, ‘મને બીજાં રાષ્ટ્રો તરફ જોવાનું ગમે છે. બીજાને પણ એમ જ કરવા હું સૂચવું છું. રાષ્ટ્રીય સાહિત્યનો હવે આજે બહુ ઓછો અર્થ રહ્યો છે. વિશ્વસાહિત્યના પ્રારંભનો યુગ આવી પહોંચ્યો છે અને દરેકે એમાં ફાળો આપવો જરૂરી છે.’ ગટે દ્વારા આ રીતે પહેલી વાર ‘વિશ્વસાહિત્ય’ (weltliteratur)નો નિર્દેશ થયો. પરંતુ, વિશ્વસાહિત્યના આ પછી વિસ્તરેલાં અર્થવર્તુળોને સમજવા માટે ગટે આવા વિશ્વસાહિત્યના સંપ્રત્યય ભણી કેમ દોરાયો એનાં પરિબળો તપાસવાં મહત્ત્વનાં બનશે. ગટેને રાતોરાત આ સંજ્ઞા કે વિચાર સૂઝ્યો નથી. આ સંજ્ઞા કે વિચારના ધારણ પાછળ અનેક સંકેતો સૂચિત છે. | જર્મન કવિ ગટેએ ૩૧ જાન્યુઆરી, ૧૮૨૭ની ડાયરીનોંધમાં પોતાના મંત્રી એકરમાનને લખાવ્યું કે, ‘મને બીજાં રાષ્ટ્રો તરફ જોવાનું ગમે છે. બીજાને પણ એમ જ કરવા હું સૂચવું છું. રાષ્ટ્રીય સાહિત્યનો હવે આજે બહુ ઓછો અર્થ રહ્યો છે. વિશ્વસાહિત્યના પ્રારંભનો યુગ આવી પહોંચ્યો છે અને દરેકે એમાં ફાળો આપવો જરૂરી છે.’ ગટે દ્વારા આ રીતે પહેલી વાર ‘વિશ્વસાહિત્ય’ (weltliteratur)નો નિર્દેશ થયો. પરંતુ, વિશ્વસાહિત્યના આ પછી વિસ્તરેલાં અર્થવર્તુળોને સમજવા માટે ગટે આવા વિશ્વસાહિત્યના સંપ્રત્યય ભણી કેમ દોરાયો એનાં પરિબળો તપાસવાં મહત્ત્વનાં બનશે. ગટેને રાતોરાત આ સંજ્ઞા કે વિચાર સૂઝ્યો નથી. આ સંજ્ઞા કે વિચારના ધારણ પાછળ અનેક સંકેતો સૂચિત છે. | ||
ઐતિહાસિક ભૂમિકા પરથી જોઈએ તો ફ્રેંચ ક્રાંતિથી એક સાંવેદનિક જગત ઘડાતું આવતું હતું. ૧૭૮૯થી ૧૭૯૯ સુધીની ફ્રેંચ ક્રાંતિએ સમાનતા, બંધુતા અને સ્વતંત્રતાની વિભાવનાઓ વહેતી મૂકી એ સાથે જ એક જગત, એક સંસ્કૃતિ અને એક સાહિત્યનાં બીજ એમાં નિહિત પડેલાં. આ વૈચારિક આબોહવા વચ્ચે વિજ્ઞાનની યંત્રફાળ પણ મહત્ત્વની બની. કાર્લ માર્ક્સે ૧૮૨૫માં વિશ્વબજાર (World market)નો ઉલ્લેખ કર્યો. સ્ટીમરો, રેલવે, ટેલિગ્રાફ, સુએઝ નહેર-આ બધાં વિકાસનાં સંસાધનોને કારણે વિશ્વબજાર ઊભું થાય એ સ્વાભાવિક હતું. જુદા જુદા દેશો સાથેના સંપર્કો પહેલાં કરતાં પ્રમાણમાં ઘણા ત્વરિત બન્યા હતા. એટલે આંતરરાષ્ટ્રીય સંપર્ક અને એનું વિવેકપૂર્ણ આકલન કરવાનો સમય પાકી ચૂક્યો હતો. ફ્રેંચ ક્રાંતિ દ્વારા ઊઘડેલું વિચારજગત અને વિજ્ઞાનના વિકાસથી આગળ વધેલું ભૌતિક જગત-આ બે પરિબળો વચ્ચે સંકુચિત રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય ઉદ્દંડતાને કોઈ સ્થાન નહોતું. કોઈ પણ પ્રજા ગુરુતાગ્રંથિથી પીડાતી પોતાના આસપાસ સાથે જ બંધાયેલી રહે એ હવે શક્ય નહોતું. જર્મનીમાં વકરતા રાષ્ટ્રવાદ વચ્ચે, આથી જ ગટેને આંતરરાષ્ટ્રીય સાહિત્યસંપર્કનો વિચાર સૂઝ્યો છે. વળી, ગટેની પહેલાં, જર્મનીમાં ફ્રીડરિક શ્લેગલે ‘યુનિવર્સલ પોએઝી (Universal Poesie)’નો સર્વસામાન્ય ખ્યાલ ઊભો કરેલો મોજૂદ હતો, અને સમકાલીન હર્ડર (Herder) જેવા તત્ત્વવિચારકના સૂરનો પણ ગટેને સાથ હતો. | ઐતિહાસિક ભૂમિકા પરથી જોઈએ તો ફ્રેંચ ક્રાંતિથી એક સાંવેદનિક જગત ઘડાતું આવતું હતું. ૧૭૮૯થી ૧૭૯૯ સુધીની ફ્રેંચ ક્રાંતિએ સમાનતા, બંધુતા અને સ્વતંત્રતાની વિભાવનાઓ વહેતી મૂકી એ સાથે જ એક જગત, એક સંસ્કૃતિ અને એક સાહિત્યનાં બીજ એમાં નિહિત પડેલાં. આ વૈચારિક આબોહવા વચ્ચે વિજ્ઞાનની યંત્રફાળ પણ મહત્ત્વની બની. કાર્લ માર્ક્સે ૧૮૨૫માં વિશ્વબજાર (World market)નો ઉલ્લેખ કર્યો. સ્ટીમરો, રેલવે, ટેલિગ્રાફ, સુએઝ નહેર-આ બધાં વિકાસનાં સંસાધનોને કારણે વિશ્વબજાર ઊભું થાય એ સ્વાભાવિક હતું. જુદા જુદા દેશો સાથેના સંપર્કો પહેલાં કરતાં પ્રમાણમાં ઘણા ત્વરિત બન્યા હતા. એટલે આંતરરાષ્ટ્રીય સંપર્ક અને એનું વિવેકપૂર્ણ આકલન કરવાનો સમય પાકી ચૂક્યો હતો. ફ્રેંચ ક્રાંતિ દ્વારા ઊઘડેલું વિચારજગત અને વિજ્ઞાનના વિકાસથી આગળ વધેલું ભૌતિક જગત-આ બે પરિબળો વચ્ચે સંકુચિત રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય ઉદ્દંડતાને કોઈ સ્થાન નહોતું. કોઈ પણ પ્રજા ગુરુતાગ્રંથિથી પીડાતી પોતાના આસપાસ સાથે જ બંધાયેલી રહે એ હવે શક્ય નહોતું. જર્મનીમાં વકરતા રાષ્ટ્રવાદ વચ્ચે, આથી જ ગટેને આંતરરાષ્ટ્રીય સાહિત્યસંપર્કનો વિચાર સૂઝ્યો છે. વળી, ગટેની પહેલાં, જર્મનીમાં ફ્રીડરિક શ્લેગલે ‘યુનિવર્સલ પોએઝી (Universal Poesie)’નો સર્વસામાન્ય ખ્યાલ ઊભો કરેલો મોજૂદ હતો, અને સમકાલીન હર્ડર (Herder) જેવા તત્ત્વવિચારકના સૂરનો પણ ગટેને સાથ હતો. | ||
| Line 23: | Line 22: | ||
|next = સંસ્કૃતિ-મીમાંસા | |next = સંસ્કૃતિ-મીમાંસા | ||
}} | }} | ||