પન્નાલાલ પટેલ : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/પન્નાલાલ પટેલ-૨: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 183: Line 183:
નવલકથાના વિસ્તારી ફલકમાં પ્રકૃતિનાં ચિત્રો આલેખવાને અવકાશ પન્નાલાલ મેળવી લે છે. તેમાં તેમની રંગદર્શી સર્જકતા છતી થઈ જાય છે. પ્રકૃતિનાં દૃશ્યો કે સીમસીમાડાની રૂપછટાઓ વારંવાર ઉત્પ્રેક્ષા રૂપક કે ઉપમા અલંકારની સહાયથી વર્ણવે છે. પણ ટૂંકી વાર્તામાં તો ઘણું કરીને પ્રસંગનો મર્મતંતુ પકડીને કે પાત્રોની ઉક્તિથી જ આરંભ કરતા હોય છે. મૌખિક કથનશૈલીનું અનુસંધાન હોવાથી જુદા જુદા પ્રસંગો કે પરિસ્થિતિઓનું સંકલન સાહજિક રીતે કરી શકે છે. તેમની આ પ્રકારની કથનરીતિને કારણે સંયોજન કે સંકલનની શિથિલતા પણ ઘણી વાર ઢંકાઈ જાય છે. પ્રસંગની સાથોસાથ મુખ્ય કે ગૌણ પાત્રોની ઓળખ, સંવાદરૂપ કે સ્વગતોક્તિરૂપ ઉક્તિઓ કે પ્રકૃતિની કે પરિવેશની વિગતો એકબીજામાં ઓતપ્રોત બની રહે છે. પાત્રના મુખે ઉચ્ચારાતી અને પાત્રના મનમાં ઊઠતી છતાં હોઠે ન આવતી એમ ભિન્ન સ્તરની ઉક્તિઓનો સૂઝપૂર્વક તેઓ વિનિયોગ કરે છે. બોલચાલના લહેકાઓ અને કાકુઓની સાહજિક યુક્તિ સાથે અભિવ્યક્તિ વિસ્તરે છે, વિકસે છે, અને એ રીતે આપણી ભાષાના સૌથી જીવંત પ્રયોગો એમાં ગૂંથાતા આવે છે. નવલકથા અને ટૂંકી વાર્તાના ક્ષેત્રમાં આપણે ત્યાં જે રીતે કથનરીતિ ખેડાતી રહી છે, કથનનું પોત બદલાતું રહ્યું છે, તેનો શાસ્ત્રીય અભ્યાસ કરવા જેવો છે. બાહ્ય વાસ્તવિકતાને એ કથનશૈલી કેવી રીતે અને કેટલે અંશે ઝીલે છે, અને ખાસ તો કથાની સૃષ્ટિને કેટલે અંશે શ્રદ્ધેય બનાવે છે તે જાતના પ્રશ્નો પર એથી વેધક પ્રકાશ પડશે. પન્નાલાલે યોજેલી કથનરીતિ માટે, આમ છતાં, એટલું તો સહેજે કહી શકાય કે લોકજીવનનું સાચકલું અને શ્રદ્ધેય આલેખન કરવામાં એ ઘણી સફળ રહી છે.

{{Poem2Close}}  
{{Poem2Close}}  
'''પાઠના સંદર્ભો અને ટીકાટિપ્પણીઓ'''
{{reflist}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2