પન્નાલાલ પટેલ : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/પન્નાલાલ પટેલ-૫: Difference between revisions

+૧
(+૧)
 
(+૧)
 
Line 21: Line 21:
‘સપનાનાં સાથી’ એ જાણીતા અમેરિકન લેખક જ્હૉન સ્ટાઈનબેકના નાટક ‘ઑફ માઇસ ઍન્ડ મેન’નું રૂપાંતર છે. (સ્ટાઈનબેકે એ જ શીર્ષકની પોતાની લઘુનવલ પરથી એની રચના કરી છે.) આ નાટક પણ પન્નાલાલે આપણી રંગભૂમિના કળાકારો – નિર્માતાઓના સૂચનથી હાથ ધર્યું છે. પણ આરંભમાં જ એમ નોંધવું જોઈએ કે સ્ટાઈનબેકની નાટ્યકૃતિ પન્નાલાલના રૂપાંતર કરતાં ઘણી વધારે અર્થસમૃદ્ધ છે. રચનાકળાની દૃષ્ટિએ વધુ સંકુલ અને સૂક્ષ્મતર કલાતત્ત્વોવાળી છે. આ સદીનાં ઉત્તમ અમેરિકન નાટકોમાં તેનું ચોક્કસ સ્થાન છે. પન્નાલાલની કૃતિ એની સામે નિસ્તેજ છાયા જેવી લાગે છે. એટલું ખરું કે મૂળ વસ્તુ સમૃદ્ધ હોઈ તેની એ છાયા પણ ધ્યાનપાત્ર બની આવી છે.

સ્ટાઈનબેકની કૃતિમાં, એલિનાસ નદીના કાંઠા પરનું ફાર્મ એનું મુખ્ય ઘટનાસ્થળ છે. અને એ સ્થળને એનો આગવો અમેરિકન પરિવેશ છે. પન્નાલાલે આ નાટકને ગુજરાતના વાતાવરણમાં રોપવા સાબર નદીના કાંઠા પરના કમ્પાનું સ્થળ કહ્યું છે, તે સાથે ઈશાનિયા પ્રદેશની બોલીનો ઉપયોગ કર્યો છે. અમેરિકન પાત્રોને ગુજરાતી લેબાશમાં રજૂ કરવાનો તેમનો પ્રયત્ન એટલો સફળ નથી જ. સ્ટાઈનબેકનો જ્યૉર્જ અહીં શકના રૂપે, લેનિ અહીં સાહ્યબા રૂપે, વ્હીટ વહાલજી રૂપે, સ્લિમ સૂરસિંહ રૂપે, કર્લી દિનુરૂપે, કેન્ડી મનજી રૂપે અને કાર્લસન કાસમ રૂપે રજૂ થયાં છે. મૂળમાં કંપાના માલિકનું નામ નહોતું, પન્નાલાલે તેને મશરૂ પટેલ નામ આપ્યું છે. અમેરિકન કર્લીની વહુ અહીં છબીલી નામથી ઓળખાવાઈ છે. રૂપાંતરમાં એકબે સ્થૂળ વિગતોમાંય ફેર કર્યો છે. જેમ કે, મૂળ કૃતિમાં પ્રથમ પ્રવેશમાં લેનિ મરેલા ઉંદરને સાથે લઈને ફરતો જોવા મળે છે. પન્નાલાલે એનો સાહ્યબો ખિસ્સામાં મોરનું પીંછું લઈને ફરતો રજૂ કર્યો છે. અલબત્ત, પાત્રો, પ્રસંગો અને સંવાદોની બાબતમાં પન્નાલાલની નજર સતત મૂળ વસ્તુ પર રહી છે : અંકો અને દૃશ્યોની મૂળ યોજનાય તેમણે અકબંધ જાળવી છે : પણ સંવાદોની રચનામાં મોટી મુશ્કેલી થઈ છે. મૂળની અનેક માર્મિક ઉક્તિઓ ક્યાં તો એકદમ છૂટી ગઈ છે. ક્યાં તો મૂળની સૂક્ષ્મતા ગુમાવીને સાવ ચપટી બની ગઈ છે. બલકે મૂળમાં અભિપ્રેત નહિ એવી અર્થચ્છાયાઓ પણ એમાં ભળી ગઈ દેખાય છે.

હકીકતમાં સ્ટાઈનબેકનાં પાત્રોના પરસ્પરના સંબંધો ઘણા સંકુલ અને સંદિગ્ધ રૂપના રહ્યા છે. દરેકની મનોભૂમિકાય ઘણી જટિલ રહી છે. એની સામે પન્નાલાલનાં પાત્રોનું મનોગત ઠીક ઠીક સરલીકરણ પામ્યું છે. સ્ટાઈનબેકની કૃતિમાં ફાર્મ એક રીતે પ્રતીકાત્મક વિશ્વ બની રહે છે. એ ફાર્મ પરની માનવદુનિયા, તેનાં સુખદુઃખ, તેની ઘટનાઓ, બધુંય એક પ્રતીકાત્મક વિશ્વ લેખે ઉઠાવ લે છે. નાનકડા ફાર્મની દુનિયા જાણે કે આ પૃથ્વી પરની માનવપરિસ્થિતિની વિષમતા (Absurdity)નો સંકેત કરી રહે છે. કૃતિની વસ્તુ સમૃદ્ધ અને સંકુલ હોવાથી તેનાં સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને માનસશાસ્ત્રીય એમ જુદાં જુદા પાસાં લઈને વિચાર થઈ શકે. પણ પન્નાલાલ મૂળે તો પાત્રોનું હાર્દ બરોબર ઝીલી શક્યા નથી. પુસ્તકની પ્રસ્તાવનામાં જયંતિ દલાલ નોંધે છે : “પણ પન્નાભાઈ, મને લાગે છે કે એટલી સ્થૂળ વાત નીચેનો જે મર્મ છે તે તમારા દેખ્યામાં નથી આવ્યો. સાહ્યબો સાહ્યબો કેમ છે? શકનો શકનો કેમ છે? મનજી દિનુ છબીલી અને પેલો ખૂંધીઓ ભીલ તમે નિરૂપ્યાં એવાં કેમ છે એ વાત જરા ધ્યાન બહાર રહી ગઈ લાગે છે.”૬૫<ref>૬૫. ‘સપનાંના સાથી : પ્રસ્તાવના. </ref> જયંતિ દલાલના આ મંતવ્ય જોડે આપણે પૂરા સંમત થઈ શકીએ એમ મને લાગે છે. ઔદ્યોગીકીકરણ અને શહેરીકરણની પ્રક્રિયાને પરિણામે માનવજીવનમાં જે રીતની એકલતા, પરાયાપણું અને આંતરિક રૂંધામણ જન્મ્યાં છે તે શકના અને સાહ્યબાનાં પાત્રોમાં બરોબર ઊપસ્યાં નથી.
હકીકતમાં સ્ટાઈનબેકનાં પાત્રોના પરસ્પરના સંબંધો ઘણા સંકુલ અને સંદિગ્ધ રૂપના રહ્યા છે. દરેકની મનોભૂમિકાય ઘણી જટિલ રહી છે. એની સામે પન્નાલાલનાં પાત્રોનું મનોગત ઠીક ઠીક સરલીકરણ પામ્યું છે. સ્ટાઈનબેકની કૃતિમાં ફાર્મ એક રીતે પ્રતીકાત્મક વિશ્વ બની રહે છે. એ ફાર્મ પરની માનવદુનિયા, તેનાં સુખદુઃખ, તેની ઘટનાઓ, બધુંય એક પ્રતીકાત્મક વિશ્વ લેખે ઉઠાવ લે છે. નાનકડા ફાર્મની દુનિયા જાણે કે આ પૃથ્વી પરની માનવપરિસ્થિતિની વિષમતા (Absurdity)નો સંકેત કરી રહે છે. કૃતિની વસ્તુ સમૃદ્ધ અને સંકુલ હોવાથી તેનાં સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને માનસશાસ્ત્રીય એમ જુદાં જુદા પાસાં લઈને વિચાર થઈ શકે. પણ પન્નાલાલ મૂળે તો પાત્રોનું હાર્દ બરોબર ઝીલી શક્યા નથી. પુસ્તકની પ્રસ્તાવનામાં જયંતિ દલાલ નોંધે છે : “પણ પન્નાભાઈ, મને લાગે છે કે એટલી સ્થૂળ વાત નીચેનો જે મર્મ છે તે તમારા દેખ્યામાં નથી આવ્યો. સાહ્યબો સાહ્યબો કેમ છે? શકનો શકનો કેમ છે? મનજી દિનુ છબીલી અને પેલો ખૂંધીઓ ભીલ તમે નિરૂપ્યાં એવાં કેમ છે એ વાત જરા ધ્યાન બહાર રહી ગઈ લાગે છે.”૬૫ જયંતિ દલાલના આ મંતવ્ય જોડે આપણે પૂરા સંમત થઈ શકીએ એમ મને લાગે છે. ઔદ્યોગીકીકરણ અને શહેરીકરણની પ્રક્રિયાને પરિણામે માનવજીવનમાં જે રીતની એકલતા, પરાયાપણું અને આંતરિક રૂંધામણ જન્મ્યાં છે તે શકના અને સાહ્યબાનાં પાત્રોમાં બરોબર ઊપસ્યાં નથી.
સ્ટાઈનબેકના જ્યોર્જ અને લેનિ બંને ખેતમજૂરો છે. ફાર્મ પર મજૂરી કરીને ગુજારો કરે છે. બંનેને આગળપાછળ કોઈ રહ્યું નથી એટલે પરસ્પરને વળગી રહ્યાં છે. લેનિનાં અળવીતરાંને કારણે વળી બંનેને એક ફાર્મથી બીજે ફાર્મ ભટકતા રહેવું પડ્યું છે. પન્નાલાલનો શકનો અને સાહ્યબો પણ આ રીતે કંપાઓ બદલતા રહ્યા છે. સીધાસાદા, ભોટ, લાગતા પણ પાશવી બળ ધરાવતા લેનિનું માનસ સ્ટાઈનબેકની કૃતિમાં ઘણું સંકુલ હોવાનું સમજાય છે. પન્નાલાલનો સાહ્યબો એની આછી છાયા જેવો લાગે છે. મૂળ કૃતિનું કરુણ રહસ્ય આ પાત્રોની આસપાસ ગૂંથાયું છે. મજૂરી કરતાં કરતાંય જ્યોર્જ અને લેનિ દિવાસ્વપ્નો જોતાં રહે છે : થોડી જમીન ખરીદશું, પવનચક્કી મૂકીશું, પોલ્ટ્રીફાર્મ ઊભું કરીશું. મરઘાંબતકાં ડુક્કરો ને સસલાં ને એવું બધું પાળીશું, વળી ફળઝાડના બગીચા ને નાનકડું પોતાનું ઘર... પણ, કમનસીબી એ વાતની કે, આ ફાર્મ પર પણ લેનિ એકાએક અળવીતરું કરી બેસે છે – માલિકની પુત્રવધૂનું એક વિલક્ષણ પરિસ્થિતિમાં તે ગળું ઘૂંટી દે છે! અને, તેને માલિક અને તેના શાગિર્દોથી બચાવવા, બલ્કે ક્રૂર હત્યાના આઘાતમાંથી બચાવી લેવા, જ્યોર્જ પોતે જ તેના જીવનનો કરુણ અંત લાવી દે છે. સ્ટાઈનબેકને અભિમત રહસ્ય પન્નાલાલમાં પ્રકટતું નથી.

‘અલ્લડ છોકરી’ તેમનું બીજું એક સ્વતંત્ર લાંબું નાટક છે. નાટ્યવસ્તુ તરીકે તરુણતરુણીઓના સ્નેહ અને લગ્નસંબંધની ગૂંચ અહીં પલટાઈ રહેલા ગ્રામજીવનની પડછે રજૂ કરી છે. અમેરિકાથી પાછો ફરેલો હરિલાલ ઉર્ફે હરીશ, તેની વાગ્દત્તા કંચન, અને કુમારિકા (ડૉ.) પ્રીતિ – એ ત્રણની આસપાસ નાટકના મુખ્ય પ્રસંગો યોજાયા છે. હરીશ અમેરિકાથી પાછો ફર્યો તે પછી વાગ્દત્તા કંચનને મળે એવી વ્યવસ્થા ડૉ. પ્રીતિએ કરવાની આવે છે. અને ત્યાં હરીશ અને પ્રીતિ પરસ્પરના પ્રેમમાં પડી જાય છે. બીજી બાજુ કંચનને જગદીશ માટે આકર્ષણ જન્મ્યું છે. ગામના અગ્રણી ભાઈલાલભાઈ પોતાની કન્યા હરીશને આપવાની પેરવીમાં છે. કંચનના માર્ગમાં પોતે અંતરાય બની રહી છે એમ પ્રીતિના અંતરમાં અપરાધની લાગણી જન્મે છે. હરીશને ડૉ. પ્રીતિ માટે પ્રબળ આસક્તિ જન્મી છે. પણ નાટકમાં સંઘર્ષ અને તણાવ જન્મે તે પહેલાં જ તે સુખદ અંત તરફ ગતિ કરે છે. કંચન-જગદીશ અને પ્રીતિ-હરીશના મિલનની નિશ્ચિત યોજના સાથે મંડાયેલું આ નાટક ફિસ્સું પડી જાય છે. સાચા અર્થમાં નાટ્યાત્મક સંઘર્ષને અહીં અવકાશ જ મળ્યો નથી. રજૂ થયેલા પ્રસંગો ઘણા સ્થૂળ અને છીછરા છે. પાત્રોના મનની ક્યાંય ઊંડી લાગણી કે ગહન ગતિનો પરિચય થતો નથી. સંવાદોની ભાષાય ઘણુંખરું ચપટી અને લિસ્સી છે. હકીકતમાં સંઘર્ષ અને કટોકટી રચવાની આખી યોજના જ નબળી છે. પ્રીતિ પોતાની મોટી દીકરી છે. એ જાતનું હિંમતલાલ સહજ જ બોલી જાય છે. એથી કૃતિમાં એક આકર્ષક નાટ્યવક્રતા છતી થાય છે. પણ કૃતિનું સંવિધાન સમગ્રતયા તો શિથિલ અને નિર્બળ છે.

Line 30: Line 30:
બાળકો અને કિશોર માટે સુગમ શૈલીની બોધકથાઓની શ્રેણીઓ પણ તેમણે રચી છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
'''પાઠના સંદર્ભો અને ટીકાટિપ્પણીઓ'''
{{reflist}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2