26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 278: | Line 278: | ||
કોને ખબર? | કોને ખબર? | ||
</poem> | |||
===૭. અમે અલ્ટ્રા-ફૅશનેબલ લોકો=== | |||
<poem> | |||
અમે ખૂબ વરણાગિયા જાતિના લોકો છીએ – | |||
અમારા વડવા તો | |||
ત્રણ બાંયનું ખમીસ પહેરતા હતા. | |||
એમના વડવાના વડવા તો | |||
કફનને જ કામળીની જેમ અંગે વીંટાળતા હતા. | |||
એમના વડવાના વડવાના વડવા તો | |||
નરી ચામડીને જ ઓઢીને ફરતા હતા. | |||
હું ય કાંઈ ઓછો વરણાગિયો નથી – | |||
સી. જી. રોડના શૉ રૂમ સામેની ફૂટપાથ વાળતો હતો | |||
ને શેઠે આપ્યું | |||
કાંઠલા વગરનું, બટન વગરનું, બાંય વગરનું એક બાંડિયું. | |||
તે સલમાન ખાનની જેમ છાતી કાઢીને ફરું છું | |||
ને સંજય દત્તની જેમ બાવડાં બતાવું છું સવર્ણાઓને. | |||
જાતવાન જુવાનિયા તો | |||
મારા લિબાસનું લેબલ જોવા અધીરા થઈ ઊઠે છે. | |||
બિચ્ચારા... | |||
મારી અસ્પૃશ્ય બોચીને અડક્યા વિના કેમ કરી ઓળખે | |||
કે આ ઑડ-સાઈઝનું પીટર ઇંગ્લૅન્ડ છે! | |||
અમે તો ખૂબ વરણાગિયા કોમ છીએ. | |||
</poem> | </poem> |
edits