અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સિતાંશુ યશશ્ચંદ્ર/વખાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|વખાર : ૧. ફરિયાદ| સિતાંશુ યશશ્ચંદ્ર}} <poem> ૧. ફરિયાદ સાયેબ, કોઈ...")
 
No edit summary
Line 3: Line 3:
{{Heading|વખાર : ૧. ફરિયાદ| સિતાંશુ યશશ્ચંદ્ર}}
{{Heading|વખાર : ૧. ફરિયાદ| સિતાંશુ યશશ્ચંદ્ર}}
<poem>
<poem>
૧. ફરિયાદ
<center>૧. ફરિયાદ</center>
સાયેબ, કોઈકે આ એક વખાર ઊભી કરી દીધી છે
સાયેબ, કોઈકે આ એક વખાર ઊભી કરી દીધી છે
અમારા રહેણાક મહોલ્લામાં જ, રાતોરાત;
અમારા રહેણાક મહોલ્લામાં જ, રાતોરાત;

Revision as of 12:53, 16 July 2021


વખાર : ૧. ફરિયાદ

સિતાંશુ યશશ્ચંદ્ર

૧. ફરિયાદ

સાયેબ, કોઈકે આ એક વખાર ઊભી કરી દીધી છે
અમારા રહેણાક મહોલ્લામાં જ, રાતોરાત;
આપ કંઈક કરો, કાયદેસરનું.

— ના, ના; આ તો એક અરજ છે અમારી, સાયેબ.

અગવડ? અગવડનું તો પૂછતા જ ના!

હક? પૂછવાનો હક, આપનો? છે જ તો, મોટા સા’બ,
છે જ તો આપનો પૂરેપૂરો. એવો મતલબ
નો’તો કે’વાનો જરીકે, સાયેબ,

આ તો કે’વાની રીત અમારી અભણ લોકની, મે’રબાન.
મતલબ કે આ વખારે અગવડો બઉ વધારી મૂકી છે અમારી, સાયેબ.
ને વનાં આપને તકલીફ આપવા આવીએ અમો?

મુશ્કેલીઓ ટૂંકમાં કહેવી હોય, નાંમદાર, તો એ જ
કે અમારાથી તો રાતે ઊંઘાતું નથી, મે’રબાન.
ને દા’ડે જગાતું નથી.
લ્યો, આટલું કયું એમાં આપ તો બધું પલકમાં પામી જાઓ
એવા છો, સાયેબ.

આપનાં તો વખાંણ કરીએ એટલાં ઓછાં છે, નાંમદાર.

પણ આ વખારનું કઈ કસે, કાયદેસર, તો મે’રબાની.