ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ચુનીલાલ મડિયા/કમાઉ દીકરો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 40: Line 40:
અને તે ઘડીએ જ લખૂડાએ શેઠના પાડાનું નામ ‘રાણો’ પાડી દીધું.
અને તે ઘડીએ જ લખૂડાએ શેઠના પાડાનું નામ ‘રાણો’ પાડી દીધું.

રાણો તો લખૂડાના હાથની ચાકરી પામતાં કોઈ લક્ષાધિપતિને ઘેર સાત ખોટનો દીકરો ઊછરે એમ ઊછરવા લાગ્યો. દિવસને જાતાં કાંઈ વાર લાગે છે? થોડાક મહિનામાં તો રાણો જુવાનીમાં આવી ગયો. મોંનો આખો ‘સીનો’ બદલી ગયો. આંખમાં નવી ચમક આવી ગઈ. અંગેઅંગ ફાટવા લાગ્યું. લખૂડાના અનુભવી કાન રાણાનો નવો રણકો વરતી ગયા. બીજે જ દિવસે લખૂડો બાવળની ગાંઠ કાપી આવ્યો, ને સુતાર પાસે જઈને થાંભલા જેવો જાડો ને ભોંયમાં હાથ એક સમાય એવો મજબૂત ખીલો ઘડાવ્યો. રાણાને હવે પછી એ ખીલે બાંધવા માંડ્યો.
રાણો તો લખૂડાના હાથની ચાકરી પામતાં કોઈ લક્ષાધિપતિને ઘેર સાત ખોટનો દીકરો ઊછરે એમ ઊછરવા લાગ્યો. દિવસને જાતાં કાંઈ વાર લાગે છે? થોડાક મહિનામાં તો રાણો જુવાનીમાં આવી ગયો. મોંનો આખો ‘સીનો’ બદલી ગયો. આંખમાં નવી ચમક આવી ગઈ. અંગેઅંગ ફાટવા લાગ્યું. લખૂડાના અનુભવી કાન રાણાનો નવો રણકો વરતી ગયા. બીજે જ દિવસે લખૂડો બાવળની ગાંઠ કાપી આવ્યો, ને સુતાર પાસે જઈને થાંભલા જેવો જાડો ને ભોંયમાં હાથએક સમાય એવો મજબૂત ખીલો ઘડાવ્યો. રાણાને હવે પછી એ ખીલે બાંધવા માંડ્યો.

પણ અંતે તો રાણો ગલાશેઠની ભેંસને પેટે એક કાઠી આપાના ઘરઘરાવ પાડાના દવરામણથી અવતર્યો હતો. એની દાઢમાં શેઠની કોઠીના કણ ભર્યા હતા. એનામાં સંસ્કાર પણ શેઠના જ હતા. નાનપણમાં શેઠના ઘરનાં કપાસિયાં, રાડાં, અડદ, મગનાં કોરમાં ને માખણસોતી છાશ પી–પીને મોટો થયો હતો. એમાં વળી લખૂડા જેવા ગોવાળ બાપની ચાકરી પામ્યો; પછી કાંઈ બાકી રહે ખરું? એક દિવસ સૂંડલોએક અડદનું કોરમું ભરડી ગયો અને રાત પડી ન પડી ત્યાં તો ઘેરા, ઘૂંટેલા અવાજે રણકવા માંડ્યો. લખૂડો ખાટલામાં સૂતો હતો ત્યાંથી સફાળો ઊઠીને રાણા પાસે આવ્યો અને નવો ખોડેલો બાવળિયો ખીલો હલબલાવી જોયો, પણ ચસ ન દીધો ત્યારે એને નિરાંત વળી. રાણાની ડોકમાં પહેરાવેલી સાંકળમાં એક કડી ઊંચી ચડાવીને લખૂડો બીતો બીતો જઈને ખાટલામાં પડ્યો.

મધરાતે લઘૂડો ફરી જાગી ગયો. રાણાનો આવો જોરદાર રણકો તો એણે પોતાના આવડા લાંબા આયાખામાં કોઈ દિવસ સાંભળ્યો નહોતો. ડાંગ કે પછેડી કાંઈ પણ ભેગું લીધા વિના એ દોડતોકને જોવા ગયો તો ખીલે રાણો તો નહોતો, પણ નવોનકોર ખીલોય મૂળમાંથી ઊખડી ગયેલ જોયો. ટોલ્લે પડેલ મેરાયાની વાટ ઊંચી ચડાવીને અડખેપડખે નજર કરી તો સામે ખૂણે બાંધેલ એક ખડાયાના વાંસ હારે રાણો પોતાનો વાંસો ઘસે છે! ડોકમાં રુંડમાળ જેવી લઠ્ઠ સાંકળ ને છેડે ધૂળ–ઢેફાં સોતો ભોંયમાંથી ઉખેડી કાઢેલ બાવળિયો–ખીલો લટકે છે! લખૂડાનો જીવ ઊડી ગયો. પણ આવે ટાણે બીને બેઠાં રહ્યે કામ થાય? લખૂડાએ એની આવડી આવરદામાં ભલભલા પાડાઓને હથેળીમાં રમાડી નાખ્યા હતા. ઝટ ઝટ એણે તો પડખેને ખીલેથી એક વાછડી છોડી મૂકી. રાણાને ખબર પણ ન પડે એવી રીતે એની સાંકળમાંથી ખીલો છુટ્ટો કરી, નવે ખીલે એનો ગાળિયો પરોવી દીધો ને થોડીક વાર પછી ખડાયાને એની જગ્યાએથી છોડીને પડખેના એકઢાળિયામાં બાંધી આવ્યો. પણ એથી તો રાણાના રણકા ને છાકોટા વધતા જ ગયા. તરત લખૂડો ચેતી ગયો. અને રાણાની સાંકળ હળવેકથી છોડીને ઓશરીના તોતિંગ થાંભલા ફરતી બાંધી દીધી. હવે રાણો કાંઈક શાંત થયો.
મધરાતે લખૂડો ફરી જાગી ગયો. રાણાનો આવો જોરદાર રણકો તો એણે પોતાના આવડા લાંબા આયાખામાં કોઈ દિવસ સાંભળ્યો નહોતો. ડાંગ કે પછેડી કાંઈ પણ ભેગું લીધા વિના એ દોડતોકને જોવા ગયો તો ખીલે રાણો તો નહોતો, પણ નવોનકોર ખીલોય મૂળમાંથી ઊખડી ગયેલ જોયો. ટોલ્લે પડેલ મેરાયાની વાટ ઊંચી ચડાવીને અડખેપડખે નજર કરી તો સામે ખૂણે બાંધેલ એક ખડાયાના વાંસ હારે રાણો પોતાનો વાંસો ઘસે છે! ડોકમાં રુંડમાળ જેવી લઠ્ઠ સાંકળ ને છેડે ધૂળ–ઢેફાં સોતો ભોંયમાંથી ઉખેડી કાઢેલ બાવળિયો–ખીલો લટકે છે! લખૂડાનો જીવ ઊડી ગયો. પણ આવે ટાણે બીને બેઠાં રહ્યે કામ થાય? લખૂડાએ એની આવડી આવરદામાં ભલભલા પાડાઓને હથેળીમાં રમાડી નાખ્યા હતા. ઝટ ઝટ એણે તો પડખેને ખીલેથી એક વાછડી છોડી મૂકી. રાણાને ખબર પણ ન પડે એવી રીતે એની સાંકળમાંથી ખીલો છુટ્ટો કરી, નવે ખીલે એનો ગાળિયો પરોવી દીધો ને થોડીક વાર પછી ખડાયાને એની જગ્યાએથી છોડીને પડખેના એકઢાળિયામાં બાંધી આવ્યો. પણ એથી તો રાણાના રણકા ને છાકોટા વધતા જ ગયા. તરત લખૂડો ચેતી ગયો. અને રાણાની સાંકળ હળવેકથી છોડીને ઓશરીના તોતિંગ થાંભલા ફરતી બાંધી દીધી. હવે રાણો કાંઈક શાંત થયો.

આ બનાવ ઉપરથી લખૂડો ચેતી ગયો કે, હવે રાણાનું નાક વીંધવાનો અને નાકર પહેરાવવાનો સમય પાકી ગયો છે. નાકર નાખ્યા વિના આ જનાવર હવે હાથ નહિ રહે. બીજું બધું તો ઠીક, પણ કાળચોઘડિયે કોઈ માણસને શિંગડું ઉલાળીને ભોંય ભેગો કરી દેશે તો જાતે જનમારે મારે કપાળે કાળી ટીલી ચોટશે.

Line 50: Line 50:
રાણાની આંખ બદલાતી જતી હતી. લખૂડાએ એના પગમાં મોટો તોડો નાખ્યો હતો અને નાકમાં નાકર પહેરાવી હતી એટલે એ કાંઈકેય હાથ રહેતો હતો. બાકી તો ખાઈ–પીને રાણો એવો તો મસ્તાન થયો હતો અને ફાટફાટ થતાં અંગોને લીધે આંખમાંથી એટલું ઝેર વરસતું હતું કે કોની મજાલ છે કે આંખ સામે આંખ પણ મેળવી શકે?

હવે રાણો સાવ તૈયાર થઈ ગયો હતો. લખૂડાને થયું કે ખવરાવી- પીવરાવીને મોટો કરેલ દીકરો હવે બે પૈસા કમાતો થાય તો સારું; કારણ કે, હવે તો રાણો ફાટીને ધુમાડે ગયો હતો. વાડામાંથી બહાર તો કાઢ્યો નહોતો જાતો. વળી, હમણાં હમણાં તો એનો આહાર પણ બેહદ વધી ગયો હતો. એટલું વળી સારું હતું કે ગલાશેઠે ભવિષ્યની કમાણીના લોભે, પોતાની વાડીમાંથી રાણા માટે લીલું વાઢી જવાની લખૂડાને છૂટ આપી હતી. ગલાશેઠનું મફત મળતું લીલું ખાઈને રાણાનું જે લોહી જામ્યું એથી ગામ આખું તો ઠીક, પણ લખૂડો પોતે પણ હવે તો બીવા લાગ્યો હતો. એના છાકોટા સાંભળીને લખૂડાને દહેશત લાગતી કે કોક દિવસ રાણાની આંખ ફરકશે તો મારાં તો સોયે વરસ એક ઘડીમાં પૂરાં કરી નાખશે. અગમચેતી વાપરીને એણે રાણાના નાકની નાકર પગના તોડા સાથે બાંધી રાખવાનું શરૂ કર્યું હતું, પણ આમ દિવસ આખો હાથીની જેમ બાંધી રાખવાનું અને સાંજ પડતે અધમણ કડબનો બુકરડો બોલાવી દેવાનું તે કેટલાક દિવસ પોસાય? લખૂડાને થયું કે હવે ભેંસો દવરાવવી શરૂ કરીએ તો સાંજ પડ્યે રૂપિયારોડાનું દનિયું પડવા માંડે.
હવે રાણો સાવ તૈયાર થઈ ગયો હતો. લખૂડાને થયું કે ખવરાવી-પીવરાવીને મોટો કરેલ દીકરો હવે બે પૈસા કમાતો થાય તો સારું; કારણ કે, હવે તો રાણો ફાટીને ધુમાડે ગયો હતો. વાડામાંથી બહાર તો કાઢ્યો નહોતો જાતો. વળી, હમણાં હમણાં તો એનો આહાર પણ બેહદ વધી ગયો હતો. એટલું વળી સારું હતું કે ગલાશેઠે ભવિષ્યની કમાણીના લોભે, પોતાની વાડીમાંથી રાણા માટે લીલું વાઢી જવાની લખૂડાને છૂટ આપી હતી. ગલાશેઠનું મફત મળતું લીલું ખાઈને રાણાનું જે લોહી જામ્યું એથી ગામ આખું તો ઠીક, પણ લખૂડો પોતે પણ હવે તો બીવા લાગ્યો હતો. એના છાકોટા સાંભળીને લખૂડાને દહેશત લાગતી કે કોક દિવસ રાણાની આંખ ફરકશે તો મારાં તો સોયે વરસ એક ઘડીમાં પૂરાં કરી નાખશે. અગમચેતી વાપરીને એણે રાણાના નાકની નાકર પગના તોડા સાથે બાંધી રાખવાનું શરૂ કર્યું હતું, પણ આમ દિવસ આખો હાથીની જેમ બાંધી રાખવાનું અને સાંજ પડતે અધમણ કડબનો બુકરડો બોલાવી દેવાનું તે કેટલાક દિવસ પોસાય? લખૂડાને થયું કે હવે ભેંસો દવરાવવી શરૂ કરીએ તો સાંજ પડ્યે રૂપિયારોડાનું દનિયું પડવા માંડે.

લખૂડાએ ગામમાં વાત વહેતી મૂકી કે મારા રાણા પાસે ભેંસ દવરાવવી હોય તો રૂપિયો બેસશે; પણ ગલાશેઠે એ કબૂલ ન કર્યું. તેમણે બે રૂપિયા ભાવ બાંધવાનો આગ્રહ રાખ્યો.
લખૂડાએ ગામમાં વાત વહેતી મૂકી કે મારા રાણા પાસે ભેંસ દવરાવવી હોય તો રૂપિયો બેસશે; પણ ગલાશેઠે એ કબૂલ ન કર્યું. તેમણે બે રૂપિયા ભાવ બાંધવાનો આગ્રહ રાખ્યો.
Line 64: Line 64:
લખૂડાની આ આબાદી ગલાશેઠ જીરવી ન શક્યા. તેમને થયું કે રાણાની કમાણીમાંથી પોતાને મળવું જોઈએ તેટલું વળતર નથી મળતું. વળી, રાણાની વધતી જતી શાખને લીધે તેમની વેપારી બુદ્ધિએ ભાવ વધારવાનું સુઝાડ્યું. લખૂડાને તેમણે બેને બદલે અઢી રૂપિયા ભાવ રાખવાની ફરજ પાડી, છતાં ભરતામાં જ ભરાય એ કોઈ અણલખ્યા નિયમને આધારે કે પછી લખૂડાના સદ્ભાગ્યે, રાણાની કમાણી ઘટવાને બદલે ઉત્તરોત્તર વધતી ચાલી. વધેલા ભાવ નહિ ગણકારતાં, અડખેપડખેનાં ગામડાં–ગોઠડાંમાંથીય માણસો પોતાની ભેંસો લઈને લખૂડા પાસે આવવા માંડ્યા.

લખૂડો જીવનની ધન્યતા અનુભવી રહ્યો. રાણા ઉપર – એક દિવસ મહાજનવાડે પુરાવા જતાં એક અનાથ પાડરડા ઉપર – પોતે લીધેલી મહેનત લેખે લાગી હતી. પોતાના પુત્ર રાણાને પણ એની મા સુવાવડમાંથી જ મા-વિહોણો કરીને ચાલી નીકળી હતી. લખૂડાએ એ બાળકનાં બાળોતિયાં ધોઈને એની માનું સ્થાન લીધું હતું. નમાયા છોકરાને પોતે વીસ વર્ષનો જુવાનજોધ બનાવ્યો, પણ અદેખું કોગળિયું એની જુવાની ન સાંખી શક્યું. લખૂડાના પિતૃવાત્સલ્યની અભંગ ધારા નીચે પુત્રની જગ્યાએ આ પ્રાણી આવીને ઊભું અને આંખ ઉઘાડતાં વારમાં તો એણે પુત્રની ખોટ વિસારે પાડી દીધી. આજે આ કમાઉ દીકરાએ એને પાંચ પૈસાનો ધણી બનાવ્યો હતો અને જાતી જિંદગીએ સુખનો રોટલો અપાવ્યો હતો.
લખૂડો જીવનની ધન્યતા અનુભવી રહ્યો. રાણા ઉપર – એક દિવસ મહાજનવાડે પુરાવા જતાં એક અનાથ પાડરડા ઉપર – પોતે લીધેલી મહેનત લેખે લાગી હતી. પોતાના પુત્ર રાણાને પણ એની મા સુવાવડમાંથી જ માવિહોણો કરીને ચાલી નીકળી હતી. લખૂડાએ એ બાળકનાં બાળોતિયાં ધોઈને એની માનું સ્થાન લીધું હતું. નમાયા છોકરાને પોતે વીસ વર્ષનો જુવાનજોધ બનાવ્યો, પણ અદેખું કોગળિયું એની જુવાની ન સાંખી શક્યું. લખૂડાના પિતૃવાત્સલ્યની અભંગ ધારા નીચે પુત્રની જગ્યાએ આ પ્રાણી આવીને ઊભું અને આંખ ઉઘાડતાં વારમાં તો એણે પુત્રની ખોટ વિસારે પાડી દીધી. આજે આ કમાઉ દીકરાએ એને પાંચ પૈસાનો ધણી બનાવ્યો હતો અને જાતી જિંદગીએ સુખનો રોટલો અપાવ્યો હતો.

તે દિવસે સનાળીના ગામપટેલ પંડે જ પોતાની ભગરી ભેંસ લઈને રાણા પાસે દવરાવવા આવ્યા ત્યારે લખૂડાના હર્ષનો પાર ન રહ્યો. ગલાશેઠને ખબર પડી ત્યારે તેમને પણ આનંદ થયો, પણ તેમનો આનંદ લખૂડાના આનંદથી જુદી જાતનો હતો. તેમને થયું કે ગામપટેલ જેવા ખમતીધર માણસ પાસેથી પાવલું–આઠ આના વધારે મળે તો સારું! પટેલ તેમની ભેંસ સાથે પાદરની એક હોટલ પાસે ઊભા હતા. તેમણે લખૂડાને કહેવરાવ્યું એટલે લખૂડો તો રાણાને દોરતો, કોઈ શહેનશાહી મલપતી ચાલે આવ્યો. પટેલની ભેંસ અવેડા પાસે ઊભી રાખી હતી, એટલે રાણો તો સીધો એ તરફ જ દોડવા જતો હતો પણ લખૂડાએ ચેતી જઈને એની નાકર પગના તોડા સાથે બાંધી દીધી. તુરત રાણો સાવ સોજો થઈને ઊભો રહ્યો. ન તો એ ડગલું આગળ ચાલી શકે, ન એક તસુ પાછો હઠી શકે. રાણાની નાકર બંધાયા પછી જ બીકણ છોકરાં ઓરાં આવવાની હિંમત કરી શક્યાં; કારણ કે આમ આડે દિવસેય રાણાને છુટ્ટી નાકરે આડા ઊતરવાનું જોખમ કોઈ ન ખેડતું, ત્યાં તો આવા દવરાવવા ટાણે – જ્યારે હાથણી જેવી ભેંસ નજર સામે ઊભી હોય ત્યારે – રાણાની આંખ સામે મીટ માંડવાની પણ કોની છાતી ચાલે?

સૌની ધારણા એવી હતી કે વહેલામાં વહેલી રોંઢા ટાણે ભેંસ દવરાવાશે, અને બન્યું પણ એમ જ. રોંઢા નમતાં રાણો બરોબર તૈયાર થઈ ગયો હતો.
સૌની ધારણા એવી હતી કે વહેલામાં વહેલી રોંઢા ટાણે ભેંસ દવરાવાશે, અને બન્યું પણ એમ જ. રોંઢા નમતાં રાણો બરોબર તૈયાર થઈ ગયો હતો. ભગરી પણ ઠેકાણે આવી ગઈ હતી. લખૂડો ખુશમિજાજ હતો. ગામપટેલ આવતી સાલ થનાર દૂઝણાના દિવાસ્વપ્નમાં રમતા હતા.
 
ભગરી પણ ઠેકાણે આવી ગઈ હતી. લખૂડો ખુશમિજાજ હતો. ગામપટેલ આવતી સાલ થનાર દૂઝણાના દિવાસ્વપ્નમાં રમતા હતા.

ઓચિંતા જ ગલાશેઠ આવી ચઢ્યા અને લખૂડાને અને ભગરીના ધણી ગામપટેલને કહી ગયા કે દવરામણના અઢીને બદલે ત્રણ રૂપિયા પડશે.
ઓચિંતા જ ગલાશેઠ આવી ચઢ્યા અને લખૂડાને અને ભગરીના ધણી ગામપટેલને કહી ગયા કે દવરામણના અઢીને બદલે ત્રણ રૂપિયા પડશે.
Line 82: Line 80:
રાણો હવે લખૂડાના હાથમાંથી રાશ છોડાવતો હતો. ગામનાં માણસોએ ફરીથી પટેલના કાનમાં હોઠ ફફડાવ્યા. પટેલે છેવટનો નિર્ણય જણાવ્યો : ‘શેઠ, તમારો આવો આકરો ભાવ તો અમને નહિ પોસાય. જોઈએ તો અઢી રૂપિયા આપું.’
રાણો હવે લખૂડાના હાથમાંથી રાશ છોડાવતો હતો. ગામનાં માણસોએ ફરીથી પટેલના કાનમાં હોઠ ફફડાવ્યા. પટેલે છેવટનો નિર્ણય જણાવ્યો : ‘શેઠ, તમારો આવો આકરો ભાવ તો અમને નહિ પોસાય. જોઈએ તો અઢી રૂપિયા આપું.’

‘અરે, ત્રણ રૂપિયાની માથે આનો એક લટકાનો આપવો પડશે. સાત વાર ગરજ હોય તો આવો ને!’ ગલાશેઠે તુમાખીમાં કહ્યું.
‘અરે, ત્રણ રૂપિયાની માથે આનો એક લટકાનો આપવો પડશે. સાત વાર ગરજ હોય તો આવોને!’ ગલાશેઠે તુમાખીમાં કહ્યું.

રાણાનું જોર વધતું જતું હતું. લખૂડાએ સમો પારખીને ગલાશેઠને વાર્યા : ‘શેઠ, પાવલું–આઠ આના ભલે ઓછા આપે, રાણા સામું તો જરાક જુવો!’
રાણાનું જોર વધતું જતું હતું. લખૂડાએ સમો પારખીને ગલાશેઠને વાર્યા : ‘શેઠ, પાવલું–આઠ આના ભલે ઓછા આપે, રાણા સામું તો જરાક જુવો!’
Line 106: Line 104:
લખૂડો મુઠ્ઠી વાળીને દોડ્યો. જીવ બચાવવા સારુ વીરડીમાં પડેલા ધણમાં ઘૂસી ગયો. ડોબાં આડે સંતાઈ જવાની બહુ મથામણ કરી પણ ફાવ્યો નહિ, કારણ કે આજે રાણાનો વિફરાટ જુદી જ જાતનો હતો. એણે ધારી નેમથી લખૂડાનો પીછો પકડ્યો. લખૂડો આડેધડ દોડવા લાગ્યો. એને આશા હતી કે ક્યાંક ઝાડની ઓથે ઊભીને રાણાની નેમ ચૂકવી દઈશ, પણ એમાંય એ નિષ્ફળ નીવડ્યો.

આટલી વારમાં તો બધેય રીડિયારમણ થઈ ગઈ હતી, ‘એલાવ ભાગજો! ભાગજો! રાણિયો ગાંડો થયો છે.’ ચારે કોરથી બૂમો સંભળાતી હતી. લખૂડાના હોશકોશ ઊડી ગયા હતા. આઘે આઘે ડોબા ચારતાં છોકરાંઓએ રાણાને જ્યાંત્યાં શિંગડાં ઘસતો ને છાકોટા નાખીને દોડતો જોયો એટલે સૌ ચપોચપ પીપળ ઉપર ચઢી ગયાં. પણ કમભાગ્યે લખૂડાને તો એવું કોઈ ઝાડઝાંખરું પણ વેંતમાં નહોતું આવતું. એની મતિ મૂંઝાણી હતી. ડૂબતા માણસના તણખલાની જેમ એણે પોતાનો ફેંટો રાણાના રસ્તા આડે નાખીને એને ભૂલવવા કરી જોયું, પણ ફેંટાને તો રાણાએ શિંગડે ચડાવી લીધો અને ફેંટાનો લાલચટક રંગ જ કેમ જાણે લખૂડાનો આખરી અંજામ લાવવાનો હોય એમ બમણા વેગ અને ક્રોધથી રાણો લખુડાની પાછળ પડ્યો.
આટલી વારમાં તો બધેય રીડિયારમણ થઈ ગઈ હતી, ‘એલાવ ભાગજો! ભાગજો! રાણિયો ગાંડો થયો છે.’ ચારે કોરથી બૂમો સંભળાતી હતી. લખૂડાના હોશકોશ ઊડી ગયા હતા. આઘે આઘે ડોબાં ચારતાં છોકરાંઓએ રાણાને જ્યાં-ત્યાં શિંગડાં ઘસતો ને છાકોટા નાખીને દોડતો જોયો એટલે સૌ ચપોચપ પીપળ ઉપર ચઢી ગયાં. પણ કમભાગ્યે લખૂડાને તો એવું કોઈ ઝાડઝાંખરું પણ વેંતમાં નહોતું આવતું. એની મતિ મૂંઝાણી હતી. ડૂબતા માણસના તણખલાની જેમ એણે પોતાનો ફેંટો રાણાના રસ્તા આડે નાખીને એને ભૂલવવા કરી જોયું, પણ ફેંટાને તો રાણાએ શિંગડે ચડાવી લીધો અને ફેંટાનો લાલચટક રંગ જ કેમ જાણે લખૂડાનો આખરી અંજામ લાવવાનો હોય એમ બમણા વેગ અને ક્રોધથી રાણો લખુડાની પાછળ પડ્યો.

દોડી દોડીને લખૂડાને હાંફ ચડ્યો હતો. મોઢે જાણે કે લોટ ઊડતો હતો. જીભ સુકાતી હતી. ગળે શોષ પડતો હતો. છાતી ધડક ધડક ધબકારા મારતી હતી. પેટમાં જાણે કે લાય લાગી હતી. કપાળ ઉપર પરસેવાનાં મોતિયાં બાઝ્યાં હતાં. આવી સ્થિતિમાં એ રાણાથી છટકવા આડેધડ દોડ્યે ગયો.