‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/‘પ્રત્યક્ષ’ વિશે થોડું: Difference between revisions
(+1) |
No edit summary |
||
| Line 5: | Line 5: | ||
‘પ્રત્યક્ષ’ એ ગુજરાતી ભાષા-સાહિત્યનું પુસ્તકસમીક્ષાનું વિશિષ્ટ સામયિક. ૧૯૯૧થી ૨૦૧૭ દરમિયાન, ૨૬ વર્ષમાં ૧૦૧ અંક પ્રકાશિત કરીને નવેમ્બર ૨૦૧૭માં બંધ પડેલું સામયિક. ત્રૈમાસિક એવા આ સામયિકનો પ્રથમ અંક માર્ચ ૧૯૯૧માં અને એનો છેલ્લો અંક નવેમ્બર ૨૦૧૭માં પ્રકાશિત થયો હતો. શરૂઆતના નવ અંકો (માર્ચ, ૧૯૯૧થી માર્ચ, ૧૯૯૩)સુધી રમણ સોની, જયદેવ શુક્લ અને નીતિન મહેતા એમ ત્રણ સંપાદકો હતા. જૂન, ૧૯૯૩થી રમણ સોનીએ એકલે હાથે આ સામયિક સફળતાપૂર્વક ચલાવ્યું હતું. ગુજરાતી સાહિત્યિક સામયિકોમાં વિશિષ્ટ બની રહેલું આ સામયિક જ્યારે બંધ પડ્યું ત્યારે અનેક વાચકો ને અભ્યાસીઓમાં નિરાશા વ્યાપી વળી હતી. | ‘પ્રત્યક્ષ’ એ ગુજરાતી ભાષા-સાહિત્યનું પુસ્તકસમીક્ષાનું વિશિષ્ટ સામયિક. ૧૯૯૧થી ૨૦૧૭ દરમિયાન, ૨૬ વર્ષમાં ૧૦૧ અંક પ્રકાશિત કરીને નવેમ્બર ૨૦૧૭માં બંધ પડેલું સામયિક. ત્રૈમાસિક એવા આ સામયિકનો પ્રથમ અંક માર્ચ ૧૯૯૧માં અને એનો છેલ્લો અંક નવેમ્બર ૨૦૧૭માં પ્રકાશિત થયો હતો. શરૂઆતના નવ અંકો (માર્ચ, ૧૯૯૧થી માર્ચ, ૧૯૯૩)સુધી રમણ સોની, જયદેવ શુક્લ અને નીતિન મહેતા એમ ત્રણ સંપાદકો હતા. જૂન, ૧૯૯૩થી રમણ સોનીએ એકલે હાથે આ સામયિક સફળતાપૂર્વક ચલાવ્યું હતું. ગુજરાતી સાહિત્યિક સામયિકોમાં વિશિષ્ટ બની રહેલું આ સામયિક જ્યારે બંધ પડ્યું ત્યારે અનેક વાચકો ને અભ્યાસીઓમાં નિરાશા વ્યાપી વળી હતી. | ||
તો, એવું તે શું હતું આ સામયિકમાં? જુઓ, | તો, એવું તે શું હતું આ સામયિકમાં? જુઓ, | ||
{{Poem2Close}} | |||
* ગુણવત્તાયુક્ત પુસ્તકો પસંદ કરીને એ પુસ્તકની ઉચિત સમીક્ષા કરી શકે એવા સમીક્ષક પાસે પુસ્તકની સમતોલ, સ્વસ્થ, તટસ્થ સમીક્ષા કરાવવામાં આવતી. | * ગુણવત્તાયુક્ત પુસ્તકો પસંદ કરીને એ પુસ્તકની ઉચિત સમીક્ષા કરી શકે એવા સમીક્ષક પાસે પુસ્તકની સમતોલ, સ્વસ્થ, તટસ્થ સમીક્ષા કરાવવામાં આવતી. | ||
* માત્ર સર્જનાત્મક પુસ્તકોની જ સમીક્ષા નહીં પણ વિવેચન, સંશોધન, સંપાદન, અનુવાદ, ભાષાવિજ્ઞાન, કોશ, સૂચિગ્રંથો જેવા વિષયોના પુસ્તકોની પણ અહીં સમીક્ષા કરવામાં આવતી. | * માત્ર સર્જનાત્મક પુસ્તકોની જ સમીક્ષા નહીં પણ વિવેચન, સંશોધન, સંપાદન, અનુવાદ, ભાષાવિજ્ઞાન, કોશ, સૂચિગ્રંથો જેવા વિષયોના પુસ્તકોની પણ અહીં સમીક્ષા કરવામાં આવતી. | ||
| Line 24: | Line 25: | ||
* આ સામયિકે સૂચિનો વિશેષ મહિમા કર્યો છે. વિવિધ સામયિકોમાં પ્રકાશિત થતા લેખોની વર્ગીકૃત સૂચિ દર વર્ષના પ્રથમ અંકમાં પ્રકાશિત કરીને આ સામયિકે નોંધપાત્ર અને ઉપયોગી કામ કર્યું છે. | * આ સામયિકે સૂચિનો વિશેષ મહિમા કર્યો છે. વિવિધ સામયિકોમાં પ્રકાશિત થતા લેખોની વર્ગીકૃત સૂચિ દર વર્ષના પ્રથમ અંકમાં પ્રકાશિત કરીને આ સામયિકે નોંધપાત્ર અને ઉપયોગી કામ કર્યું છે. | ||
* ‘પ્રત્યક્ષ’ માત્ર આંતરિક ગુણવત્તાની દૃષ્ટિએ જ નહીં પણ બાહ્ય સૌંદર્યથી પણ એક આદર્શ સામયિક બની રહે છે. ‘પ્રત્યક્ષ’ની સાઈઝ, એના કાગળ, ટાઈપ, મુદ્રણસજ્જા, મુખપૃષ્ઠ વગેરે પહેલી નજરે જોતા ગમી જાય એવા છે. આંખને જોવું ગમે અને આંખને વાંચવું ગમે એવું આ સામયિક છે. | * ‘પ્રત્યક્ષ’ માત્ર આંતરિક ગુણવત્તાની દૃષ્ટિએ જ નહીં પણ બાહ્ય સૌંદર્યથી પણ એક આદર્શ સામયિક બની રહે છે. ‘પ્રત્યક્ષ’ની સાઈઝ, એના કાગળ, ટાઈપ, મુદ્રણસજ્જા, મુખપૃષ્ઠ વગેરે પહેલી નજરે જોતા ગમી જાય એવા છે. આંખને જોવું ગમે અને આંખને વાંચવું ગમે એવું આ સામયિક છે. | ||
{{Poem2Open}} | |||
એના સંપાદક રમણ સોનીની વિશિષ્ટ દૃષ્ટિમતિ ને શ્રમનું આ પરિણામ છે. | એના સંપાદક રમણ સોનીની વિશિષ્ટ દૃષ્ટિમતિ ને શ્રમનું આ પરિણામ છે. | ||
{{Poem2Close}} | |||
* ‘પ્રત્યક્ષ’ના છેલ્લા પૃષ્ઠ (ચોથુ ટાઈટલ) પર મૂકવામાં આવેલા વિચારખંડો પણ ‘પ્રત્યક્ષ’ની વિશિષ્ટતા બની રહે છે. ગુજરાતી તેમજ અન્યભાષી વિવેચકો-સર્જકોના આ અવતરણો વાંચવા ગમે, વિચારતા કરી મૂકે અને અભ્યાસીઓને ઉપયોગી થાય એવા છે. (એ અવતરણોની એક સ્વતંત્ર પુસ્તિકા પણ ‘અવતરણ’ નામે પ્રગટ થયેલી.) | * ‘પ્રત્યક્ષ’ના છેલ્લા પૃષ્ઠ (ચોથુ ટાઈટલ) પર મૂકવામાં આવેલા વિચારખંડો પણ ‘પ્રત્યક્ષ’ની વિશિષ્ટતા બની રહે છે. ગુજરાતી તેમજ અન્યભાષી વિવેચકો-સર્જકોના આ અવતરણો વાંચવા ગમે, વિચારતા કરી મૂકે અને અભ્યાસીઓને ઉપયોગી થાય એવા છે. (એ અવતરણોની એક સ્વતંત્ર પુસ્તિકા પણ ‘અવતરણ’ નામે પ્રગટ થયેલી.) | ||
* જોડણી બાબતે પણ આ સામાયિક ખૂબ સાવધ રહેતું. | * જોડણી બાબતે પણ આ સામાયિક ખૂબ સાવધ રહેતું. | ||
{{Poem2Open}} | |||
આમ, પ્રત્યક્ષે અનેક નવા પ્રતિમાનો સ્થાપ્યા છે. આ અગાઉ ગ્રંથસમીક્ષાનું માસિક સામયિક ‘ગ્રંથ’ (૧૯૬૪થી ૧૯૮૬) પ્રકાશિત થતું હતું. એ બંધ પડ્યું, એના પાંચ વર્ષ બાદ ‘પ્રત્યક્ષ’ ત્રૈમાસિક રૂપે શરૂ થયું, ને એમ ગ્રંથસમીક્ષાના સામયિકની પરંપરાને પ્રત્યક્ષે દૃઢાવી છે. પ્રત્યક્ષ ૨૬ વર્ષ ચાલ્યું. એમ પ્રત્યક્ષને ગુજરાતી સાહિત્યિક સામયિકોમાં ગ્રંથસમીક્ષાનું સૌથી દીર્ઘકાલીન સામયિક ગણી શકાય. | આમ, પ્રત્યક્ષે અનેક નવા પ્રતિમાનો સ્થાપ્યા છે. આ અગાઉ ગ્રંથસમીક્ષાનું માસિક સામયિક ‘ગ્રંથ’ (૧૯૬૪થી ૧૯૮૬) પ્રકાશિત થતું હતું. એ બંધ પડ્યું, એના પાંચ વર્ષ બાદ ‘પ્રત્યક્ષ’ ત્રૈમાસિક રૂપે શરૂ થયું, ને એમ ગ્રંથસમીક્ષાના સામયિકની પરંપરાને પ્રત્યક્ષે દૃઢાવી છે. પ્રત્યક્ષ ૨૬ વર્ષ ચાલ્યું. એમ પ્રત્યક્ષને ગુજરાતી સાહિત્યિક સામયિકોમાં ગ્રંથસમીક્ષાનું સૌથી દીર્ઘકાલીન સામયિક ગણી શકાય. | ||
‘પ્રત્યક્ષ’ બંધ થયું. ત્યારે મને એક પ્રશ્ન થયો હતો કે, ગુજરાતી સાહિત્યને ‘પ્રત્યક્ષ’નો અને રમણ સોનીનો વિકલ્પ મળશે ખરો? એવી ધન્ય ઘડી આવે એવી આશા રાખીએ. | ‘પ્રત્યક્ષ’ બંધ થયું. ત્યારે મને એક પ્રશ્ન થયો હતો કે, ગુજરાતી સાહિત્યને ‘પ્રત્યક્ષ’નો અને રમણ સોનીનો વિકલ્પ મળશે ખરો? એવી ધન્ય ઘડી આવે એવી આશા રાખીએ. | ||
Latest revision as of 01:33, 5 October 2025
‘પ્રત્યક્ષ’ એ ગુજરાતી ભાષા-સાહિત્યનું પુસ્તકસમીક્ષાનું વિશિષ્ટ સામયિક. ૧૯૯૧થી ૨૦૧૭ દરમિયાન, ૨૬ વર્ષમાં ૧૦૧ અંક પ્રકાશિત કરીને નવેમ્બર ૨૦૧૭માં બંધ પડેલું સામયિક. ત્રૈમાસિક એવા આ સામયિકનો પ્રથમ અંક માર્ચ ૧૯૯૧માં અને એનો છેલ્લો અંક નવેમ્બર ૨૦૧૭માં પ્રકાશિત થયો હતો. શરૂઆતના નવ અંકો (માર્ચ, ૧૯૯૧થી માર્ચ, ૧૯૯૩)સુધી રમણ સોની, જયદેવ શુક્લ અને નીતિન મહેતા એમ ત્રણ સંપાદકો હતા. જૂન, ૧૯૯૩થી રમણ સોનીએ એકલે હાથે આ સામયિક સફળતાપૂર્વક ચલાવ્યું હતું. ગુજરાતી સાહિત્યિક સામયિકોમાં વિશિષ્ટ બની રહેલું આ સામયિક જ્યારે બંધ પડ્યું ત્યારે અનેક વાચકો ને અભ્યાસીઓમાં નિરાશા વ્યાપી વળી હતી. તો, એવું તે શું હતું આ સામયિકમાં? જુઓ,
- ગુણવત્તાયુક્ત પુસ્તકો પસંદ કરીને એ પુસ્તકની ઉચિત સમીક્ષા કરી શકે એવા સમીક્ષક પાસે પુસ્તકની સમતોલ, સ્વસ્થ, તટસ્થ સમીક્ષા કરાવવામાં આવતી.
- માત્ર સર્જનાત્મક પુસ્તકોની જ સમીક્ષા નહીં પણ વિવેચન, સંશોધન, સંપાદન, અનુવાદ, ભાષાવિજ્ઞાન, કોશ, સૂચિગ્રંથો જેવા વિષયોના પુસ્તકોની પણ અહીં સમીક્ષા કરવામાં આવતી.
- અહીં સમીક્ષાપ્રવૃત્તિ સીમિત ન હતી, પણ સાહિત્યેતર લલિતકલાના પુસ્તકોને પણ અહીં સ્થાન આપવામાં આવતું. જોકે, એનું પ્રમાણ સાહિત્યિક પુસ્તકોની તુલનાએ ઓછું રહેતું.
- નબળાં પુસ્તકોની આકરી ઝાટકણી કાઢતા નિર્મમ, કડક, તટસ્થ સમીક્ષાલેખો પણ અહીં પ્રકાશિત થતા. એવા સમીક્ષાલેખો પ્રકાશિત કરતા સંપાદક કોઈની પણ શેહશરમ રાખ્યા વિના સાહિત્યધર્મ અને સંપાદકધર્મને પ્રાધાન્ય આપતા. એ રીતે પ્રત્યક્ષે, સાહિત્યજગતમાં નબળું પ્રવેશી ન જાય એની પહેરેદારી પણ કરી છે.
- ‘પ્રત્યક્ષ’ના સંપાદકીય લખાણો વિશિષ્ટ રહેતા. સાંપ્રત સાહિત્યની સ્થિતિ, સદગત સર્જકો, ગ્રંથાલયો, જોડણી, સૂચિ, સામયિકો, સાહિત્યિક સંસ્થાઓ, સંશોધન, કોશ વગેરે અનેક વિષયો અને સળગતા પ્રશ્નો વિશેના માર્મિક અને વિચારોત્તેજક ‘પ્રત્યક્ષીય’-સંપાદકીય લેખો દ્વારા સાહિત્યજગતના પ્રશ્નો અંગે વિદ્વાનોને વિચારતા કર્યા હતા.
- ઘટનાવિશેષ, વિચારવિશેષ, વાંચનવિશેષ, જેવા શીર્ષક હેઠળ ગુજરાતી, ભારતીય અને વિશ્વ સાહિત્યની મહત્ત્વની કૃતિઓ તેમજ મહત્ત્વની ઘટનાઓની નોંધ પણ અહીં લીધી છે.
- સ્વાધ્યાયવિશેષ, વરેણ્ય જેવા વિભાગો અંતર્ગત ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ કે અદ્યતન સાહિત્યિક કૃતિઓનો પણ ટૂંકો પરિચય કરાવવામાં આવતો.
- પ્રત્યક્ષે સમયે-સમયે વિશેષાંકો-વિશેષાંગો પ્રકાશિત કરીને પોતાના ઉદ્દેશ અને દૃષ્ટિને વ્યાપક બનાવ્યા હતા. જુઓ પ્રત્યક્ષના વિશેષાંકો-વિશેષાંગો :
(૧) સામયિક સંપાદક વિશેષાંક (૧૯૯૫) (૨) ગ્રંથસમીક્ષા વિશેષાંક (૧૯૯૮) (૩) સૂચિ વિશેષાંક (૨૦૦૩) (૪) પાઠ્યપુસ્તક વિશેષાંગ (૨૦૧૪) (૫) અનુવાદ વિશેષાંગ (૨૦૧૩) (૬) અવલોકનવિશ્વ (૨૦૧૭) ગુજરાતી સાહિત્યિક સામયિકોની દુનિયામાં ઉપર્યુક્ત વિષયો પરના વિશેષાંકો-વિશેષાંગો પહેલવહેલીવાર અહીં દૃષ્ટિગોચર થાય છે.
- ‘પ્રત્યક્ષ’નો પત્રચર્ચા વિભાગ વિશિષ્ટ આકર્ષણનું કેન્દ્ર બની રહેતો. આ પત્રચર્ચાઓ મનનીય, ધારદાર, સ્પષ્ટ અને નિખાલસ રહેતી. ગ્રંથસમીક્ષામાં રહી ગયેલી ત્રુટિ, વિગતદોષો, માહિતીદોષો, સાંપ્રત સાહિત્યિક ઘટનાઓ વગેરે અંગે થતી પત્રચર્ચાઓએ પણ આ સામયિકને જીવંત રાખ્યું હતું. ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વની દુનિયામાં ‘પ્રત્યક્ષ’ની પત્રચર્ચાઓ મોખરાનું સ્થાન ધરાવે છે.
- ‘રૂપાંતર’ સાહિત્યથી સિનેમા લેખશ્રેણી દ્વારા આ સામયિકે કલાગત સરહદો વ્યાપક બનાવી હતી.
- આ સામયિકે સૂચિનો વિશેષ મહિમા કર્યો છે. વિવિધ સામયિકોમાં પ્રકાશિત થતા લેખોની વર્ગીકૃત સૂચિ દર વર્ષના પ્રથમ અંકમાં પ્રકાશિત કરીને આ સામયિકે નોંધપાત્ર અને ઉપયોગી કામ કર્યું છે.
- ‘પ્રત્યક્ષ’ માત્ર આંતરિક ગુણવત્તાની દૃષ્ટિએ જ નહીં પણ બાહ્ય સૌંદર્યથી પણ એક આદર્શ સામયિક બની રહે છે. ‘પ્રત્યક્ષ’ની સાઈઝ, એના કાગળ, ટાઈપ, મુદ્રણસજ્જા, મુખપૃષ્ઠ વગેરે પહેલી નજરે જોતા ગમી જાય એવા છે. આંખને જોવું ગમે અને આંખને વાંચવું ગમે એવું આ સામયિક છે.
એના સંપાદક રમણ સોનીની વિશિષ્ટ દૃષ્ટિમતિ ને શ્રમનું આ પરિણામ છે.
- ‘પ્રત્યક્ષ’ના છેલ્લા પૃષ્ઠ (ચોથુ ટાઈટલ) પર મૂકવામાં આવેલા વિચારખંડો પણ ‘પ્રત્યક્ષ’ની વિશિષ્ટતા બની રહે છે. ગુજરાતી તેમજ અન્યભાષી વિવેચકો-સર્જકોના આ અવતરણો વાંચવા ગમે, વિચારતા કરી મૂકે અને અભ્યાસીઓને ઉપયોગી થાય એવા છે. (એ અવતરણોની એક સ્વતંત્ર પુસ્તિકા પણ ‘અવતરણ’ નામે પ્રગટ થયેલી.)
- જોડણી બાબતે પણ આ સામાયિક ખૂબ સાવધ રહેતું.
આમ, પ્રત્યક્ષે અનેક નવા પ્રતિમાનો સ્થાપ્યા છે. આ અગાઉ ગ્રંથસમીક્ષાનું માસિક સામયિક ‘ગ્રંથ’ (૧૯૬૪થી ૧૯૮૬) પ્રકાશિત થતું હતું. એ બંધ પડ્યું, એના પાંચ વર્ષ બાદ ‘પ્રત્યક્ષ’ ત્રૈમાસિક રૂપે શરૂ થયું, ને એમ ગ્રંથસમીક્ષાના સામયિકની પરંપરાને પ્રત્યક્ષે દૃઢાવી છે. પ્રત્યક્ષ ૨૬ વર્ષ ચાલ્યું. એમ પ્રત્યક્ષને ગુજરાતી સાહિત્યિક સામયિકોમાં ગ્રંથસમીક્ષાનું સૌથી દીર્ઘકાલીન સામયિક ગણી શકાય. ‘પ્રત્યક્ષ’ બંધ થયું. ત્યારે મને એક પ્રશ્ન થયો હતો કે, ગુજરાતી સાહિત્યને ‘પ્રત્યક્ષ’નો અને રમણ સોનીનો વિકલ્પ મળશે ખરો? એવી ધન્ય ઘડી આવે એવી આશા રાખીએ.