બે હજાર ચોવીસ સમક્ષ/સંપાદકનું નિવેદન: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 18: Line 18:
એ ઉપરાંત જે કરવું પડ્યું એ ભાષા અંગે. આપણાં કેટલાંક લેખકોેની ગુજરાતી ભાષાભિવ્યક્તિ કેમ ખોડંગાઈ જતી હોય છે એ સમજાતું નથી. કોઈક કોઈકમાં તો વાક્યાન્વયની ને વાક્યરચનાની તકલીફો જોવા મળી. જોડણીની ભૂલો દેખાયા કરે, ને અનુસ્વારની ભૂલો તો અ-ગણ્ય! જેમની ભાષાભિવ્યક્તિ ખૂબ સુઘડ, સુંદર હોય એમનામાં પણ અનુસ્વાર-દોષ તો થયેલો હોય. અને અનુસ્વાર એ ગુજરાતી ભાષાની મુખ્ય ઓળખ છે. આવી ભૂલો સુધારી લેવાની પૂરી કાળજી રાખી છે. આમ છતાં સરતચૂકે કોઈ મુદ્રણદોષો રહી ગયા    હોય તો ક્ષમસ્વ.

ભાગ્યે જ કોઈ સમીક્ષા સમીક્ષક સાથેના સંવાદ વિના અંતિમ રૂપ પામી છે. ક્યાંક લેખ-શીર્ષક વિશે, ક્યાંક સંક્ષેપ વિશે, ક્યાંક સંતુલન વિશે, ક્યાંક નવ-લેખકો સાથે સુબદ્ધ ફેરલેખન વિશે, ક્યાંક સમીક્ષા ગમ્યાના આનંદપ્રતિભાવ મિષે – એમ સંવાદો થતા રહ્યા છે. ભાષાભિવ્યક્તિ અંગે, અલબત્ત, પરોક્ષ, મૌન સંવાદ થયા છે. આ બધી સંવાદ-જહેમતમાં ક્યાંય સમીક્ષકોના વક્તવ્ય-વિચારનું, પુસ્તક વિશેના એમના મૂળ અભિપ્રાયનું રૂપ બદલાય નહીં એ જોયું છે.

ભાષા-સંમાર્જન કરી લીધું છે પણ સમીક્ષકની શૈલી પર, એ વિલક્ષણ હોય તો પણ, કોઈ રંધો ફેરવ્યો નથી. લખાવટની, સાહિત્ય-સમજની જે કોઈ ખાસિયતો-વિલક્ષણતાઓ હોય એ પ્રગટ થવા દીધી છે. આ સમીક્ષાઓમાં જેમ લેખકો/પુસ્તકો કસોટીએ ચડ્યાં છે એમ સમીક્ષકોની કસોટી પણ થવાની. એ પણ સામ્પ્રત સાહિત્યના વ્યાપક ચિત્રનો એક ભાગ હશે.  

એક બાબતે મને ઊંડી પ્રસન્નતા થઈ છે. લગભગ દરેક સમીક્ષક-મિત્રે નિખાલસ સ્પષ્ટ પ્રતિભાવ નોંધ્યા છે, ઘણાં સૂઝ-શ્રમપૂર્વક કેટલાંકે પોતાની વિશ્લેષક દૃષ્ટિ પણ પરોવી છે, લેખક/વ્યક્તિ નહીં પણ કૃતિ/પુસ્તક ઉપર એમનું ધ્યાન કેન્દ્રિત રહ્યું છે. એટલે ૨૦૨૪ના ગુજરાતી સાહિત્ય-વિચાર-જગતનો, મહદંશે નરવો કહી શકાય એવો આલેખ ઊપસ્યો છે. અનુવાદ-ગ્રંથોની સમીક્ષા અનુવાદને તપાસવાની રીતે થઈ શકી છે ને બાળસાહિત્યનાં પુસ્તકોમાં ભાષા-વિનિયોગની ઝીણી ચર્ચાઓ પણ થઈ છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
Line 24: Line 24:
{{Poem2Open}}
{{Poem2Open}}
લેખો જેમજેમ મળતા ગયા એમએમ સંપાદિત થઈને મુકાતા ગયા છે. એટલે સ્વરૂપક્રમે અને એની અંતર્ગત અકારાદિક્રમે એની વ્યવસ્થા ‘અનુક્રમ’માં કરી લીધી છે. પરિશિષ્ટમાં સૂચિઓ આપી છે. એટલે ઇચ્છિત વિગત સુધી જવામાં સુવિધા રહેશે.

ગુજરાતી સાહિત્ય પરિષદને – એના પ્રમુખ હર્ષદ ત્રિવેદી અને હોદ્દેદારોને – સમીક્ષાવાર્ષિક કરવાનો આવો વિચાર આવ્યો એ જ એક મહત્ત્વની ને અભિનંદનીય બાબત છે. પ્રેમ અને વિશ્વાસથી મને સંપાદન સોંપ્યું અને  મેં ઇચ્છી એવી પૂરી મોકળાશ ને સ્વતંત્રતા આપી એ માટે પરિષદનો આભાર. પરિષદના ચી. મં. ગ્રંથાલયનાં લાઇબ્રેરિયન દીપ્તિબહેન શાહની સહાય વિના આ કામ નિર્વિઘ્ને થયું ન હોત. એમણે લાઇબ્રેરિયનનાં સૂઝ અને ખંતથી ૨૦૨૪નાં પુસ્તકોની બહુ જ વિગતવાર યાદી મોકલી. એ પછી પણ, જેમજેમ લાયબ્રેરીને પુસ્તકો મળતાં ગયાં એમએમ એની વિગતો એ મને આપતાં ગયાં. સમીક્ષકોને પુસ્તકો પહોંચાડવાની મહત્ત્વની કામગીરી પણ એમણે, એમના સાથીઓએ અને કાર્યાલયના ભાઈ ચંદ્રકાન્ત ભાવસારે સમયસર ને ખંતથી કરી એથી મારું કામ આસાન થયું. એ બધાંનો ખૂબ આભાર. ભાઈ મહેશ ચાવડાએ, હંમેશની જેમ, સૂઝ અને કાળજીથી (તથા ભાષા-જોડણીની સમજથી) ટાઇપસેટિંગનું કામ કર્યું એ માટે એનો આભાર.  

છેવટનો પણ ખરો આભાર સૌ સમીક્ષકોનો. વરિષ્ઠ અને પ્રતિષ્ઠિત લેખકોથી લઈને નવ-દીક્ષિત લેખકો સુધીના સૌ સમીક્ષકોનો આ પુસ્તક રૂપે એક મેળાવડો થયો છે – જાણે એ સૌની ઉપસ્થિતિનું એક બૃહદ્‌ દૃશ્ય હું જોઈ રહ્યો છું. એ સૌનો આભારી છુુંં.