ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નરોહરિ

Revision as of 07:11, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


નરોહરિ [ઈ.૧૭૩૦માં હયાત] : જ્ઞાતિએ સારસ્વત બ્રાહ્મણ. હાલારના સરપડદના વતની. સગાળશાની પ્રચલિત કથાને સાદા દેશીબંધમાં નિરૂપતા ‘ચેલૈયાનું આખ્યાન’ (ર.ઈ.૧૭૩૦) એ કૃતિના કર્તા. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસારસ્વતો;  ગૂહાયાદી. [કી.જો.]