ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લક્ષ્મીતિલક

Revision as of 10:53, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


લક્ષ્મીતિલક [ઈ.૧૩મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનેશ્વરસૂરિના શિષ્ય. વિદ્યાગુરુ જિનરત્નસૂરિ. ઈ.૧૨૩૨માં દીક્ષા. અપભ્રંશપ્રધાન ગુજરાતીની ૬૦ કડીના ‘શાંતિનાથદેવ-રાસ’ના કર્તા. તેમણે ‘પ્રત્યેકબુદ્ધ-ચરિત્ર’ (ર.ઈ.૧૨૫૫) અને ‘શ્રાવકધર્મ બૃહદ્-વૃત્તિ’ (ર.ઈ.૧૨૬૧) એ સંસ્કૃત ગ્રંથોની પણ રચના કરી છે. કૃતિ : પ્રાગુકાસંચય (+સં.). સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈમગૂકરચનાએં : ૧. [કા.શા.]