અનેકએક/ઘેટાળાં ઘોડાં

Revision as of 02:01, 27 March 2023 by Meghdhanu (talk | contribs) ()
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

ઘેટાળાં ઘોડાં*


ઘેટાંના ટોળામાં
થોડા
ઘોડા છે
દરેક ઘેટું
દરેક ઘોડાને ઘેટું સમજે છે
દરેક ઘેટુ
દરેક ઘેટાને ઘોડો સમજે છે
દરેક ઘોડો
દરેક ઘોડાને ઘોડું સમજે છે
દરેક ઘોડો
દરેક ઘેટાને ઘેટો સમજે છે
ઘોડાંના ટોળામાં
થોડા
ઘેટા છે

(*આ કાવ્યમાં અનુસ્વાર યોજના સપ્રયોજન છે.)