સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયન્ત પાઠક/તાવડી
Jump to navigation
Jump to search
<Poem> માના ઘડ્યા રોટલા શિશુના શરીરની સુવાસ, દૂધિયા દાંતનું હાસ; મોડી રાત સુધી ચાલતી દાદાની વાત; સમણામાં પરીની મુલાકાત. સાત સાત સમુંદર ઓળંગીને આવતી નાવડી મારી કવિતા; માના હાથે ઘડ્યા રોટલાને તાવતી તાવડી મારી કવિતા. <Poem>