ભરત વિંઝુડાની ગઝલસંપદા/કેમ

Revision as of 09:44, 20 November 2025 by Meghdhanu (talk | contribs) (Inserted a line between Stanza)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

કેમ

ચાલું છું તે છતાંય સફરમાં ન હોઉં કેમ
ઘરમાં જ હોઉં ને હું નગરમાં ન હોઉં કેમ

મારી જ આસપાસનાં દૃશ્યો હો આંખમાં
ને એ ક્ષણે હું એની નજરમાં ન હોઉં કેમ

હર એક ક્ષણમાં જીવતું બ્રહ્માંડ હોય છે
હું કોઈ એક ક્ષણની કબરમાં ન હોઉં કેમ

થીજી ગયો છું હુંય બરફ જેમ ટાઢમાં
લોહી બળી રહ્યાની અસરમાં ન હોઉં કેમ

હું વર્તમાનપત્રની વચ્ચે નથી, કબૂલ
કિન્તુ કોઈના ખતમાં, ખબરમાં ન હોઉં કેમ

(સહેજ અજવાળું થયું)